સ્વાદથી વધારે જરૂરી છે સ્વાસ્થ્ય, તેથી તેના પર નિયંત્રણ રાખો અને સ્વસ્થ રહો

Image Source

ગળ્યું, મીઠું, તીખું અને ખાટુ, આ સ્વાદ આપણા ભોજનના સ્વાદને વધારે છે. પરંતુ તેની માત્રા વધારે હોવા પર તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

સામાન્ય રીતે આપણે ઓછા મીઠાના સેવન ની વાત કરીએ છીએ પરંતુ અન્ય સ્વાદ પર નિયંત્રણ હોવું પણ એટલું જ જરૂરી છે. તેનું સેવન કેવી રીતે અને કેટલી માત્રામાં કરવું જોઈએ તે અહી જાણો.

મર્યાદિત મીઠાશ રાખો

મીઠાનું પ્રમાણ વ્યક્તિના સ્વાસ્થ્ય મુજબ નિર્ધારિત હોય છે, ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ અને મેદસ્વી લોકોમાં.

એક સામાન્ય પુખ્ત વ્યક્તિને દિવસમાં વિવિધ સ્ત્રોતોમાથી મળતા શુગર ની માત્રા 2 નાની ચમચીથી વધારે હોવી જોઈએ નહીં.

મર્યાદિત માત્રાને ધ્યાનમાં રાખીને ભોજનના કોઈપણ સમયે ગળ્યું ખાઈ શકાય છે. આડકતરી રીતે, ખાંડ પણ વિવિધ સ્ત્રોતોમાથી આપણા શરીરમાં જતી રહે છે.

ડાયાબિટીસ પેહલાથી દેશમાં એક ખૂબજ મોટી સમસ્યા રૂપે પ્રચલિત છે, તેથી ખાંડનું ખાસ ધ્યાન રાખો. મેદસ્વીતા, ડાયાબિટીસ, બીપીની સમસ્યાથી બચવા માટે મુખ્ય રૂપે ખાંડના સેવન પર ધ્યાન રાખવું.

સંતુલિત માત્રામાં ખાટી વસ્તુનું સેવન કરો

વિટામીન સી ઘણા બધા ખાટા ખાદ્ય પદાર્થોમાં હોય છે તેથી સ્વાદ અને વિટામિન સીના સેવન મુજબ તેના ફાયદા અને નુકશાન નક્કી થઈ શકે છે. જેમકે આમલી વાળી ખાટી ચટણી સ્વાદમાં ભલે સારી લાગે પરંતુ તેનું વધારે સેવન પેટમાં ગરબડ ઉત્પન્ન કરી શકે છે. લીંબુનું સેવન સ્વાદમાં સારું અથવા ખરાબ લાગે પરંતુ વિટામિન સીની ઊણપ પૂરી કરે છે.

ખાટી વસ્તુઓનું સેવન પણ અલગ અલગ વ્યક્તિ મુજબ નિર્ધારિત હોઈ શકે છે. જેને સાંધાના દુખાવા વગેરેની સમસ્યા રહે છે તેઓએ ખાટી વસ્તુઓનું સેવન કરવું નહિ પરંતુ અન્ય જરૂરી સ્ત્રોતોમાથી વિટામિન સીનું સેવન જરૂર કરો.

તીખું અને મસાલેદાર પસંદ છે

તેનું વધુ પડતા સેવનથી પણ પેટમાં ગડબડ અને અલ્સર થઈ શકે છે. ખાસકરીને રાત્રે સૂતા સમયે તેનું સેવન કરશો નહિ.

ઘણા લોકોને તીખું ભોજન ખાતા જ હિચકી આવવા લાગે છે અથવા ઉધરસ જેવી સમસ્યા પણ થાય છે. તીખા ભોજનનો વિશેષ ફાયદો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કહી શકાય નહિ, પરંતુ પ્રાકૃતિક રૂપે તીખું લીલું મરચું વિટામિન ઈ ની ઊણપને પૂરી કરી શકે છે.

એક વ્યક્તિ દિવસમાં એક – બે લીલા મરચાનું સેવન કરી શકે છે. તેનાથી વધારે તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવતી નથી. આ રીતે લાલ મરચાનું સેવન પણ ઘણું ઓછું કરો.

વિવિધ મસાલા

મસાલા ( લાલ મરચું, ભેળસેળ યુક્ત બંધ પેકેટ ના મસાલા ) નું સેવન ઓછામાં ઓછું કરો અથવા બની શકે તો કરશો જ નહિ, કેમકે તેનું વધારે સેવન ડિસપેપ્સિયા અથવા મરડો જેવી સમસ્યા તરફ દોરી શકે છે.

જોકે,ઘરના મસાલા જેમકે તજ, મરી વગેરેમાં ઔષધીય તત્વો હોય છે અને તે રોગ પ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક હોય છે.

સલાડ મા એક ચપટી મરીનો પાવડર નાખી શકો છો. ચામાં ચાનો મસાલો અથવા અડધો ઇંચ તજનો ટુકડો , આદુ અને એક એલચીથી હર્બલ ચા બનાવીને દિવસમાં સેવન કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment