ઠંડીમાં કરો ભરપુર વિટામીન સી નું સેવન, આ ૭ સમસ્યાઓ થી મળશે છુટકારો..

વિટામીન-સી સ્વાસ્થ્ય માટે અન્ય વિટામીન ની તુલના માં ખુબ જ વધારે જરૂરી છે. વિટામીન-સી આપણા સ્વાસ્થ્ય ની સાથે સાથે સૌન્દર્ય અને ત્વચા માટે પણ મહત્વપૂર્ણ છે, એ તો તમે બધા જાણતા જ હશો. પરંતુ શું તમે જાણો છો વિટામીન સી ના આ ૭ ખુબ જ મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય લાભ? તો ચાલો જાણી લઈએ..

કેંસર થી બચાવ

વિટામીન-સી એક ઉતમ એન્ટી ઓક્સીડેન્ટ છે, જે કેંસર અને અન્ય બીમારીઓ ઉભી કરતી ફ્રી રેડિકલ્સ થી બચાવે છે. એની સિવાય આ રોગ પ્રતિરોધક ક્ષમતા ને વધારીને કેંસર થી લડવામાં પણ મદદગાર સાબિત થાય છે. કોશિકાઓ અને ડીએનએ માં થતા આ પરિવર્તન થી બચાવે છે તો કેંસર જેવી બીમારી પણ ઉભી થાય છે.

હદય રોગ

વિટામીન સી નો એક ઉતમ લાભ એ છે કે એમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ તત્વ હાર્ટ માટે ખુબ જ ફાયદાકારક હોય છે અને હદય ની સમસ્યાઓ થી બચાવવામાં કારગર છે. આ ધમનીઓ ને ક્ષતિગ્રસ્ત થતા બચાવે છે અને રક્ત કોશિકાઓ માં કોલેસ્ટ્રોલ ને વધવાથી રોકે છે, જેનાથી હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક નો ખતરો ઓછો થાય છે. આ કોશિકાઓ માં રક્ત ના પ્રવાહ ને સામાન્ય બનાવી રાખે છે.

અસ્થમા

વિટામીન સી, શરીરમાં અસ્થમા માટે જવાબદાર હિસ્ટામાઈન ના ઉત્પાદન ને ઓછું કરે છે, જેનાથી અસ્થમા અને શ્વાસ સબંધી સમસ્યા ની સંભાવના ઓછી થઇ જાય છે. વિટામીન સી ના એન્ટી – ઓક્સીડેન્ટ તત્વ તમારા ફેફસા ની સફાઈ કરવામાં પણ ઉતમ ભૂમિકા નિભાવે છે.

જખમ ભરવું

વિટામીન સી માં એક ખુબ જ સારો હિલીંગ પાવર હોય છે, જે ત્વચા ના ઘાવ જલ્દી ભરવામાં મદદગાર સાબિત થાય છે. પ્રતિરોધક ક્ષમતા ઓછી કરવાની સ્થિતિ માં પણ તે સંક્રમણ ફેલવવા અને બીમારીઓ થી બચવા માટે સહાયક થાય છે. આ જ કારણ છે કે ડોક્ટર્સ પણ શરીર ના ઘાવ ને ભરવા માટે વિટામીન સી સપ્લીમેન્ટ લેવાની સલાહ આપે છે.

એલર્જી

વિટામીન સી માં રહેલા એન્ટી હિસ્ટામાઈન તત્વ એલર્જી થી બચાવી ને એના લક્ષણો થી પણ છુટકારો આપે છે. સામાન્ય ઠંડી માં પણ વિટામીન સી નો પ્રયોગ કરીને શરીર ને સ્વસ્થ રાખી શકાય છે.

તનાવ

વિટામીન સી ન ફક્ત તમારા મગજ ને સ્વસ્થ રાખે છે, પરંતુ આ સ્ટ્રેસ ફાઈટીંગ એડ્રીનેલિન નો સ્ત્રાવ કરી ને પછી તમને તનાવ માંથી રાહત આપવાનું કામ પણ કરે છે.

સાંધા નો દુખાવો

સાંધા માં કોલેજન અને કાટીર્લેજ ના ક્ષતિગ્રસ્ત થવા, ઉંમર નું વધવાનું અથવા પછી કોઈ ઇન્ફેકશન ના કારણે સાંધા માં દુખાવા ની સમસ્યા આવે છે. વિટામીન સી, સાંધા ના દુખાવા માટે કોલેજન નામના પ્રોટીન નું નિર્માણ કરે છે જે દુખાવા માંથી રાહત આપવા માટે મદદગાર થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *