શું આ વર્ષે તમારું વજન ઓછું નથી થયું?? બદલી નાખો આ આદત, આવતા વર્ષે મળશે મદદ..

Image source

રોટલી,કપડાં અને મકાન ની જેમ આજે સ્માર્ટ ફોન પણ આપણી જરૂરત બની ગઈ છે. કોલેજ હોય કે ઓફિસ, પાર્ટી હોય કે કોઈ સમારોહ. એટલે આપણે જ્યાં જ્યાં ત્યાં ત્યાં આપણો ફોન. આવા સમયે કોઈ રેસ્ટોરન્ટ શોધવું હોય કે કોઈ ની માટે રસ્તો. બધા જ માટે એક જ દવા છે. સ્માર્ટ ફોન.
જ્યાં આ સ્માર્ટ ફોન ના ઘણા ફાયદા છે ત્યાં જ ઘણા નુકશાન પણ છે. જેના કારણે ઘણા લોકો બીમાર અને આળસુ બની ગયા છે. લગભગ આજ કારણ થી લોકો આજે મોટાપા નો શિકાર થઈ ગયા છે. અને ઈચ્છે તો પણ મોટાપા ને દૂર કરી નથી શકતા.
આમ તો સમસ્યા છે તો નિવારણ પણ છે. જે લોકો આ વર્ષે વજન ઓછું કરવામાં અસફળ રહ્યા છે. ફોન ની આ 5 સમસ્યા થી દૂરી બનાવી ને 2021 માં તમે મોટાપા ની સમસ્યા થી નિજાત મળી શકે છે. ફોન ની ખરાબ આદત ને લગતા તમે વજન ઓછું કરવામાં અસફળ રહો છો.

ચિંતા અને તણાવ વધારે છે ફોન

Image source

એક તરફ તો આપણે બધા ફોન ના આદિ થઈ ગયા છે. જેનાથી દૂરી રાખવી થોડી મુશ્કેલ પડી જાય છે. કારણ કે તેમા આવતા નોટીફિકેશન અને મેસેજ ની ફીક્ર રહે છે. જે તમારી અંદર ચિંતા અને તણાવ પેદા કરે છે.
તમને ખબર જ છે કે તણાવ શું હોય છે? આ સમય દરમિયાન શરીર હોર્મોનલ પ્રણાલી ની ચપેટ માં આવી જાય છે. પ્રતિરોધક ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. આટલું જ નહીં, તમે ઘણી બીમારી ની ચપેટ માં આવી જાવ છો. તેના પછી વજન ઓછું કરવું મુશ્કેલ થઈ જાય છે.

ચાલતા સમયે ફોન નો ઉપયોગ કરવો.

Image source

જો તમે ચાલતા સમયે ફોન નો ઉપયોગ કરો છો તો તમારી ચાલવાની સ્પીડ ઓછી થઈ જાય છે. જેના કારણે તમારી કેલરી બર્ન થવાની ક્ષમતા પર પ્રભાવ પડે છે. એટલે જ વજન ઘટાડવા માટે તેમ જ સ્વસ્થ રહેવા માટે ઓછા માં ઓછુ 150 min ચાલવું જોઈએ.

જમતા સમયે ફોન નો વપરાશ કરવો.

Image by Anastasia Gepp from Pixabay

જમતા સમયે ટીવી જોવું કે પછી ફોન લેવો એ સામન્ય વાત છે. પણ તે એક અનહેલ્થી આદત છે. અને તે પૂરી રીતે શાંતિ થી જમવા ના સિદ્ધાંત ના વિરુદ્ધ છે. જ્યારે તમે જમતા હોવ છો એ સમયે ફોન નો વપરાશ કરવો એ ખોટી વાત છે. કારણકે તમે એ નથી જાણતા કે તમે એ સમયે તમે કેટલી કેલરી લો છો એ તમને ખબર નથી હોતી.
સાથે જ તમે ઓવરઇટિંગ પણ કરવા લાગો છો. અને આમ પણ જોવા માં આવે તો વજન ઓછું કરવા માટે શાંતિ થી સંતુલિત આહાર લેવો ખૂબ સારો ગણાય છે.

ફોન તમારી ઊંઘ પણ ખરાબ કરે છે.

Image source

સારી અને પર્યાપ્ત ઊંઘ સારી સ્વાસ્થ્ય ની નિશાની છે. પણ ફોન ની લત ઊંઘ ને ખરાબ કરી ને વજન વધારવા માં સહાયક થાય છે. ફોન માંથી નીકળતા ભૂરી લાઇટ મેલાટોનીન ના ઉત્પાદન ને ઓછું કરે છે. જેનાથી ઊંઘ બાધિત થાય છે અને અનિંદ્રા અથવા ઇનસોમીયા નું કારણ બને છે. આ ઉપરાંત ઊંઘ ની કમી એ હોર્મોન્સ માં બદલાય જાય છે જેનાથી ભૂખ વધુ લાગે અને તમારું વજન પણ વધતું જાય છે. જે તમને કામ કરવામાં સુસ્ત અને થાકેલું બનાવે છે.

ફોન વ્યાયામ કરવાથી ભટકાવે છે.

Image source

થઈ શકે તો તમને આ વાત નો અહેસાસ ન થાય પણ જિમ માં કસરત કરતાં સમયે પણ જો તમારું ધ્યાન ફોન પર હોય તો તમારી કસરત અધૂરી રહે છે. જેનાથી તમે વ્યાયામ નો લાભ લઈ શકતા નથી. ફોન ની લત તમને તમારી કસરત પર થી ધ્યાન ભટકાવે છે.
હવે, ફોન વપરાતા સમયે કસરત કરવાથી તમારું ધ્યાન ભટકે છે. આમ જોતાં ફોન થી જોડાયેલ લત એકંદરે નુકસાન પહોંચાડે છે. રહી વાત વજન ઓછું કરવાની તો તે તમારા ફોન ની આદત પર નિર્ભર છે જો તમે ખાટા સમયે, ઊંઘતા સમયે પણ ફોન નો ઉપયોગ કરો છો તો તમારા વજન ને ઘટાડવામાં બાધા બને છે. એટલે જ નવા વર્ષ માં, નવા લક્ષ્ય સાથે ફોન ને દૂર રાખી ને વજન ને ઘટાડવા માટે પ્રયત્ન કરશો તો તે જરૂર થી થશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે
Author :FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *