દહી અને બ્રેડ થી બનેલ હંગ કર્ડ સેન્ડવીચ તમે ટ્રાય કરી છે? ચાલો તમને જણાવીએ બ્રેડ ની એક અલગ રેસીપી

Image Source

તમે આ સેન્ડવિચને ખૂબ જ ઓછા સમયમાં બનાવીને તેનો આનંદ લઈ શકો છો. તેમજ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક નથી. ચાલો જોઈએ કે સેન્ડવીચ કેવી રીતે સરળતાથી બનાવી શકાય છે. સવારના નાસ્તામાં  હંગ દહીં સેન્ડવીચ ખાવી એક સરસ વિકલ્પ છે. તેમાં ખૂબ ઓછી કેલરી પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. વિવિધ પ્રકારના લીલા શાકભાજી નો  ઉપયોગ કરવાથી આ સેન્ડવિચ વધુ આકર્ષક બને છે. તેથી જો તમે તમારી ભૂખને સંતોષવા માટે હલકું ખાવા ઈચ્છો છો, તો કોબી, કેપ્સિકમ અને મકાઈનો ઉપયોગ કરી ને આ સેન્ડવીચ ખાઈ શકો છો. તે ફક્ત તેના સ્વાદમાં જ નહીં, પણ તમારું સ્વાસ્થ્ય સુધારે છે. ચાલો જોઈએ કે આ હંગ કર્ડ  સેન્ડવિચ કેવી રીતે બનાવવામાં આવે છે. એ તો નક્કી જ છે કે આ સેન્ડવિચ બનાવવાનું જેટલું સરળ છે, એટલો જ તે સમય પણ ઓછો લે છે અને તેનો સ્વાદ પણ ખૂબ સારો હોય છે. આનાથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાય છે. તેમાં હાજર શાકભાજી અને તાજા મસાલા તેને અલગ સ્વાદ આપે છે, તો ચાલો જોઈએ કે તેને સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

મુખ્ય સામગ્રી

  • 4સ્લાઇસ બ્રાઉન બ્રેડ
  • 1/4 કપ જીણું સમારેલ ગાજર
  • દળેલી ખાંડ
  • જરૂર મુજબ મીઠું
  • 3/4 કપ કોબી
  • 1/4 કપ લીલી કેપ્સિકમ
  • 3/4 ચમચી દહીં
  • જરૂર મુજબ કાળા મરી પાવડર
  • 3/4 કપ બેબી મકાઈ

Image Source

સ્ટેપ 1:

એક નરમ સાફ સુતરાઉ કાપડ લો અને તેમાં દહીં નાખી ને પાણી અને દહી ને અલગ કરો. હવે આ દહીને ઓછામાં ઓછા 2 કલાક માટે એક બાજુ રાખો. અહીં તમારી પાસે તમારી હંગ દહીં તૈયાર છે. તેને બાઉલમાં કાઢી લો.

Image Source

સ્ટેપ 2:

મોટા બાઉલમાં દહીં, મકાઈ, જીણા સમારેલ કોબીના પાન, જીણું સમારેલ ગાજર, જીણી સમારેલ  કેપ્સિકમ લો અને આ બધી સામગ્રી ને એક સાથે મિક્સ કરો. હવે તેના ઉપર દળેલી ખાંડ, મીઠું, કાળા મરી પાવડર નાંખો અને તેને બરાબર મિક્સ કરો.

Image Source

સ્ટેપ 3:

બ્રેડની કિનાર ને  કાપી નાખો. હવે તમે તૈયાર કરેલા મિશ્રણને બ્રેડ પર એક લેયરની જેમ લગાવો. હવે તેની ઉપર તૈયાર થયેલ હંગ દહીં લગાવો. તમારે હંગ દહીંને એવી રીતે લગાવું પડશે કે મિશ્રણ સંપૂર્ણપણે છુપાયેલું હોય.

Image Source

સ્ટેપ 4:

હંગ કર્ડ સેન્ડવિચ સંપૂર્ણપણે તૈયાર છે. તેને તમારી પસંદની ચટણી સાથે સર્વ કરો. જો તમને બ્રેડ ને બેક કરી ને ખાવી પસંદ છે તો પ્રથમ બ્રેડને હળવેથી બંને બાજુ શેકવી. પછી ઉપર જણાવેલ સ્ટેપ 4 ને અનુસરો.તમારી ક્રિસ્પી હંગ કડ સેન્ડવિચ તૈયાર છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author :FaktGujarati Team

Leave a Comment