શું તમે પણ ઘરમાં રહેલા ઉંદરોથી ત્રાસી ગયા છો? ફક્ત કરો આટલું કામ

ઉંદર એ કૃંતક વર્ગનું એક નાનકડું સસ્તન પ્રાણી છે. લાંબુ અણિયાળું મોં, નાના ગોળ કાન અને લાંબી અને અલ્પ કે રૂંવાટી રહિત પૂંછડી એ તેમની વિશેષતા છે. ઉંદરની સર્વ સામાન જાણીતી પ્રજાતિ છે ઘરેલુ ઉંદર. આપણે બધાએ ઉંદરને તો જોયા જ હશે. જે ઘરમાં ઉંદરોનો વાસ હોય છે, એ ઘરમાં કીટાણું અને ગંદકી હંમેશા બની રહે છે.

દેખાવમાં તે જેટલા નાના હોય છે, એટલા જ વધારે સમજદાર હોય છે. એવામાં જયારે પણ કોઈ વ્યક્તિની ગંધ એને મહેસુસ થાય છે તો તે ફટાફટ એની જગ્યા પર ઘુસી જાય છે. ઉંદરના નાના નાના ઘરમાં ઘૂસીને એને પકડવા ખુબ જ મુશ્કેલ છે, એટલા માટે જો તમે એનાથી છુટકારો મેળવવા માંગતા હોય તો આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે તેને ભગાડી શકાય.

ઉંદર આપણા ઘરમાં નકારાત્મક ઊર્જા ને વધારવામાં મદદ કરે છે સાથે જ આપણા સામાન ની તોડફોડ કરીને એને નષ્ટ કરી દે છે. એટલા માટે લગભગ જ એવું કોઈ વ્યક્તિ હશે જે ઉંદરની શેતાનીઓ થી તંગ ના હોય. આજે અમે તમને ઉંદર ને પકડવા માટેના અમુક ઉપાયો જણાવીશું, જેનાથી ઘરમાંથી હંમેશા ઉંદરો ભાગી જશે અને શાંતિથી સુઈ શકશો.

ઉંદર ભગાડવાના સરળ ઉપાય –

આપણામાંથી ઘણા લોકો એવા હોય છે, જે ઉંદરોને માર્યા વગર જ ઘરમાંથી ભગાડવા માંગે છે. એવામાં જો તમે પણ ઉંદર ભગાડવાના ઉપાય શોધી રહ્યા છો તો આજે અમે તમને જણાવીશુંઉંદરોથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો.

લાલ મરચું છે ઉપયોગી

લાલ મરચું ભારતીય મસાલાની શાન છે. તે ભોજન ને જેટલું સ્વાદિષ્ટ બનાવે છે, એટલું જ ભોજનનો દેખાવ વધારે છે, પરતુંઉંદરોને લાલ મરચું બિલકુલ પણ પસંદ નથી હોતું. એવામાં તમારા ઘરના જે ખૂણામાં ઉંદરો વધારે દેખાતા હોય છે, ત્યાં લાલ મરચું નો પાઉડર રાખી દેવો. આ પાવડરને જોઇને ઉંદરો તમારા ઘરના આંગણ માં પ્રવેશ કરતા પહેલા ૧૦ વાર જરૂર વિચાર કરશે અને બહાર ભાગી જશે.

પીપરમીન્ટનો ઉપયોગ –

ઘરમાંથી ઉંદરો ભગાડવાના સૌથી સરળ અને આસાન ઉપાય પિપરમીંટ છે. પિપરમીંટની ગંધ મનુષ્યને જેટલી આકર્ષિત કરે છે, એનાથી ઘણી વધારે નફરત ઉંદરો એની ગંધને કરે છે. એટલા માટે જો તમે ઘરના દરેક ખૂણામાં ખાસ કરીને તમારા ઘરના રસોઈ ઘરમાં પિપરમીંટ રાખી દેશો તો એની ગંધથી ઉંદર તરત જ ઘરની બહાર ભાગવા લાગશે..

ફુદીનાના પાંદડા –

ભારત દેશમાં ફુદીનાની ચટણી ને ખુબ જ પસંદ કરવામાં આવે છે, પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે ઉંદરો ને ફુદીના થી ખુબ જ નફરત હોય છે. ફુદીનો એના માટે ઘરમાં ફેલાયેલ આતંક ની બરાબર હોય છે. એટલા માટે ઉંદરોને ઘરમાંથી દૂર કરવા માટે ખૂણામાં અને રસોઈ ઘરમાં ફુદીના ના પાન અથવા ફૂલ કુટીને રાખી દેવા. એનાથી તે ક્યારેય ઘરમાં આવશે નહિ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment