હવે નેલપોલિશ સુકવવા નહિ કરવી પડે મેહનત- અજમાવો આ સહેલા ઉપાયો💅

સ્ત્રીઓ ઘણીવાર હાથને સુંદર અને આકર્ષિત દેખાવા માટે રંગબેરંગી નેલપોલિશ લગાડે છે. નેલપોલિશ કોઈપણ સ્ત્રીના હાથની સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે. પરંતુ એ લગાડ્યા પછી સૌથી મોટી સમસ્યા છે એને સુકાવાની. તેને સુકવામાં વધારે સમય લાગે છે અને જો લગાડ્યા પછી જો કાંઈ કામ આવી જાય તો ડર જેવું લાગે છે, કેમ કે લગાડ્યા પછી એ સુકાઈ નહિ ત્યાં સુધી એનો ફેલાવાનો ડર રહે છે

અને ફેલાવાથી તેનો દેખાવ બગડી જાય છે ક્યારેક સ્ત્રીઓ કોઈ પાર્ટીમાં ગયા પહેલા અથવા ગયા પછી તરત પહેલા જલ્દી જલ્દીમાં નેલપોલિશ લગાડે છે. પરંતુ એને સૂકવવાની તો મોટી સમસ્યા છે. પરંતુ હવે તમારે ગભરાવાની જરૂરત નથી કેમ કે, આજે આ લેખન દ્વારા અમે તમને નેલપોલિશ સુકાવાના સેહલા અને ઘરેલુ નુસ્ખા કહી રહ્યા છીએ.

૧.ફૂંક મારીને સૂકવવી

આ તો દરેક સ્ત્રીઓ ક્યારેક ને ક્યારેક કર્યું જ હશે. ફૂંક મારીને સૂકવવાની કળા તો દરેક સ્ત્રીમાં હોય છે. આમ સ્ત્રીઓ નેલપોલિશ લગાડીને મોઢાથી ફૂંક મારીને સુકાવે છે. આ સૌથી સહેલો ઉપાય છે.

૨.વધારે ઘાટી ન લગાડો

જો તમે ક્યાંક જઈ રહ્યા છો અને તમારે નેલપોલિશ લગાડવી છે તો કોશિશ કરો કે વધારે જાડી કે બે થી ત્રણ વાર નેલપોલિશ ન લગાડો કેમ કે, જો તમે બે-ત્રણ વાર નેલપોલિશ લગાડશો તો તેને સુકાવામાં વધારે સમય લાગશે એટલે નેલપોલિશનું એક જ પડ લગાવો જેનાથી એ ફેલાશે પણ નહિ અને સુકાઈ પણ જલ્દી જશે અને સાથે સાથે તમારા હાથ સુંદર પણ દેખાશે.

૩.હેર ડ્રાયર છે સૌથી કામની વસ્તુ

આ તો બધાને જ ખબર છે કે હેર ડ્રાયર વાળને સુકાવાનો સૌથી સહેલો અને કામનો ઉપાય છે પરંતુ શું તમને ખબર છે કે આ નેલપોલિશ ને પણ સહેલાઇ થી સુકાવી શકે છે. હેર ડ્રાયર થી નીકળેલી ગરમ હવા તમારી નેલપોલિશને સહેલાઈથી સુકાવી દેશે. એટલે જો તમે ઉતાવળમાં હોવ અને નેલપોલિશ લગાડી હોય તો પોતાનું હેર ડ્રાયર તૈયાર રાખો.

૪.ઠંડુ કે બરફનું પાણી પણ છે ઉપયોગી

ઘણી સ્ત્રીઓની આદત હોય છે કે નખ ને અડીને જોવે છે કે નેલપોલિશ સુકાણી છે કે નહિ. અને એનાથી જ નેલપોલિશ ફેલાય ને ખરાબ થઇ જાય છે એટલે જ તમે એમ ન કરો. નેલપોલિશ ને અડીને તપાસ કરવી એના કરતા તમે તમારી આંગળીઓને ઠંડા બરફના પાણીમાં બોળી દયો. એનાથી તમારી નેલપોલિશ ફેલાયા વગર કે ખરાબ થયા વગર સુકાઈ જશે. પરંતુ ધ્યાન રાખો કે આંગળીઓને રગડી ની ઘસો નહિ, જેનાથી તમારી નેલપોલિશ ખરાબ થઇ શકે છે.

૫.પારદર્શક નેલપોલિશનો કરો ઉપયોગ 

તમારી પાસે હંમેશા એક પારદર્શક નેલપોલિશ રાખો અને નેલપોલિશ લગાડીને તરત તેના ઉપર પારદર્શક નેલપોલિશ જરૂર લગાડો એ તમારી નેલપોલિશ સૂકવવામાં મદદ કરશે અને તમારી નેલપોલિશ જલ્દી સુકાશે. આના સિવાય આ વાપરવાથી તમારી નેલપોલિશને વધારે ચમક મળશે, આનાથી તમારી આંગળીયો અને હાથ વધારે આકર્ષિત ને સુંદર લાગશે.

નેલપોલિશ લગાડવી દરેક સ્ત્રીઓનો શોખ હોય છે, પરંતુ આના ફેલાવાથી તમારી આંગળીઓ ખરાબ લાગશે અને સાથે તમારી નેલપોલિશ લગાડવાની મેહનત પર પણ પાણી ફરી વળશે. પરંતુ આ ઉપાયોનો ઉપયોગ કરી સહેલાઈથી તમારી નેલપોલિશ ખરાબ થવાથી બચાવી શકો છો.

બી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ !

ALL IMAGE CREDITS : GOOGLE IMAGES

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

AUTHOR: ADITI NANDARGI

Leave a Comment