લો બોલો, હવે બાર્બી નો જમાનો ગયો બજારમાં આવ્યો નવો ઢીંગલો જે દેખાય છે સેમ ટુ સેમ તૈમુર જેવો..😍

સૈફીનાના છોટે નવાબનો જ્યારથી જન્મ થયો છે ત્યારથી લઇને તે સતત ચર્ચામાં છે. પહેલા તેનું નામ અને હવે તેની નાની-નાની હરકતો લોકોને તેની તરફ આકર્ષે છે. ક્યારેક તૈમૂર ઘોડેસવારી કરતો જોવા મળે છે તો ક્યારેક પોતાની નાની બહેન ઇનાયા સાથે રમતો નજરે પડે છે.

જો કે બોલીવુડમાં એવા ઘણા સ્ટાર કિડ્સ છે પરંતુ તૈમૂરની લોકપ્રિયતા સૌથી વધુ છે. તે વાતનો અંદાજ તમે તેના પરથી લગાવી શકો છો કે બજારમાં તૈમૂરના નામના સૉફ્ટ ટૉય્ઝ પણ આવી ચુક્યા છે.

તૈમુરની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તેના જેવા દેખાવના રમકડાં બજારમાં મળતા થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એક તસવીર પર વિશ્વાસ મૂકીએ તો કેરળમાં ‘તૈમુર ઢીંગલા’ વેચાય છે. ટ્વિવટર યુઝર અશ્વિની યાર્દીએ આ તસવીર ટ્વીટ કરી છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂરના નાનકડા નવાબ તૈમૂરને કોઇ ઓળખની જરૂર નથી. તે જન્મની સાથે જ ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો છે. પોતાની ક્યૂટનેસથી સૌકોઇનું દિલ જીતનાર તૈમૂલ અલી ખાન બોલીવુડના ફેવરીટ સ્ટાર કિડ્ઝમાંથી એક છે.

તાજેતરમાં જ કૉફી વિથ કરણમાં દિકરી સારા સાથે આવેલા સૈફે પોતાના લાડલા તૈમૂરને લઇને એક રસપ્રદ ખુલાસો કર્યો છે. સૈફે જણાવ્યું કે તૈમૂરની એક તસવીરની કિંમત 1500 રૂપિયા છે જે બોલીવુડના કોઇપણ સુપરસ્ટારની તસવીર માટે મળતી કિંમત કરતાં પણ વધુ છે.

આ ઉપરાંત સૈફે તેમ પણ જણાવ્યું મોટી રકમથી વેચાતી તસવીરોની લિસ્ટમાં જ્યાં તેમનો લાડલો ટૉપ પર છે તો તે પોતે લાસ્ટ છે. સૈફે જણાવ્યું કે તેને આ રેટ વિશે તેમના સસરા રણધીર કપૂરે માહિતી આપી હતી, જેને સાંભળીને તે પોતે પણ દંગ રહી ગયો હતો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ ‘ફક્ત ગુજરાતી’ લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો.. આભાર..

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi Nandargi.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *