હવે ATM માં થી પૈસા ની સાથે-સાથે નીકળશે મોદક, Any Time Modak

અત્યાર સુધી તો આપણે સૌને એક ATM વિશે ખબર હતી જેમાંથી પૈસા નીકળે છે. મહારાષ્ટ્ર ના એક વ્યક્તિએ એવું એટીએમ બનાવ્યું છે જેમાં વિશેષ કાર્ડ નાખીને તમે ગણપતી નો પ્રસાદ મોદક પ્રાપ્ત કરી શકો છો. પુણે ના રેહવાસી સંજીવ કુલકર્ણી દ્વારા આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. આ એટીએમ નો અર્થ છે “એની ટાઈમ મોદક”.

આ મશીન ની એક એવી ખાસિયત છે કે આમાં નંબરો ના બટનોની જગ્યાએ સદાચાર અને ધાર્મિક શબ્દો લખેલા છે. આમાં ક્ષમા, દાન, સત્ય, સદાચાર, શાંતિ, ભક્તિ, પ્રેમ, જ્ઞાન, સ્નેહ, સુખ, નિષ્ઠા અને સમાધાન જેવા શબ્દો લખેલા છે. આ એટીએમ ( એની ટાઈમ મોદક) ને પુણે માં સ્થિત શંકર નગર માં બનાવવામાં આવ્યું છે.

મશીન નું આવિષ્કાર કરનાર સંજીવ કુલકર્ણીએ મશીન વિષે જાણકારી આપતા કહ્યું,” આ પણ એક એટીએમ છે જેનો અર્થ છે એની ટાઈમ મોદક. તમે એક વિશેષ કાર્ડ નો પ્રયોગ કરી આ મશીન માંથી મોદક પ્રાપ્ત કરી શકો છો. આ તકનીક અને સન્સ્કૃતિ ને એકસઠ લાવવનો પ્રયાસ છે.” મશીનમાં કાર્ડ ઉપયોગ કરતાની સાથેજ એક ડબ્બો બહાર નીકળે છે જેના ઢાંકણા પર ઓમ લખેલું આવે છે અને આની અંદર પ્રસાદ ના રૂપ માં તમને મળશે સ્વાદિષ્ટ મોદક.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

Leave a Comment