સ્કેમ ૧૯૯૨”મા હર્ષદ મહેતા નુ પાત્ર ભજવનાર પ્રતીક ગાંધીએ કહ્યું કે “સ્ટોક માર્કેટ ની દુનિયા જુદી જ છે, તેમા રોકાણ કરવુ આપણુ કામ નહી”

મિત્રો, હાલ લગભગ ત્રણ દાયકા પછી ‘બિગ બુલ’ હર્ષદ મહેતા ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. તેમના પરાક્રમો પર આધારિત વેબ સીરિઝ ‘સ્કેમ ૧૯૯૨’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને ચારેય તરફથી પ્રશંસા મેળવી રહી છે. આ વેબ સિરીઝના પ્રશંસાના કેન્દ્રમા વધુ એક ગુજરાતી પ્રતીક ગાંધી રહ્યા છે, કે જેમણે  ‘બે યાર’, ‘રોંગ સાઇડ રાજુ’ અને ‘ધૂનકી’ જેવી ફિલ્મો તથા ‘હું ચંદ્રકાંત બક્ષી’, ‘મોહનનો મસાલો’, ‘મારો પિયુ ગયો રંગૂન’ જેવા નાટકો કર્યા છે.

કેવી રીતે મળી આ સીરિઝ?

મે આ સીરિઝ માટે ઓડિશન આપ્યું હતું. ડિરેક્ટર હંસલ મહેતાએ મારી ગુજરાતી ફિલ્મો ‘બે યાર’ અને ‘રોંગ સાઈડ રાજુ’ જોઈ હતી. તેમણે મારુ થિયેટરનું કામ પણ જોયું હતું. આ બધી વાતો મારી તરફેણમા રહી હતી. તેમણે મારુ ઓડિશન પણ જોયું નહોતું. તેમણે માત્ર એટલું જ જોયું હતું કે હું આ પાત્ર માટે કેટલો તૈયાર છુ?

સીરિઝ માટે શું-શું તૈયારી કરવી પડી?

આ સીરિઝ દરમિયાન મે મારુ ૧૮ કિલો વજન વધાર્યું હતું. આ સીરિઝ પહેલા મારુ વજન ૭૧ કિલો હતુ અને આ સીરિઝ દરમિયાન મારુ વજન ૮૯ કિલો સુધી પહોંચી ગયું હતું. મારા માટે આ પાત્ર ઓન-સ્ક્રીન ભજવવુ ખૂબ જ રસપ્રદ હતુ. મે મારા આ પાત્રને કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર પ્રામાણિક રીતે સ્ક્રીન પર ભજવ્યુ છે. મે આ વેબ સીરિઝ માટે હર્ષદ મહેતાની બૉડી લેંગ્વેજ પર વિશેષ ધ્યાન આપ્યુ હતુ.

આ પાત્રના ફેમિલી કે અંગત લોકો ને મળ્યા ?

હુ તેમના પરિવાર ને તો મળ્યો નથી પરંતુ, તેમની આસપાસના લોકો સાથે મુલાકાત થઈ હતી અને તેમની પાસેથી હર્ષદ મહેતાના વ્યક્તિત્વ વિશે માહિતી મેળવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.

સીરિઝ પહેલા આ વ્યક્તિ વિશે ક્યારેય સાંભળ્યુ હતુ?

જ્યારે આ સ્કેમ થયો ત્યારે હું શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો એટલે આ અંગે મારી પાસે સામાન્ય માહિતી હતી.

આ વ્યક્તિ વિશેના તમારા અંગત મંતવ્ય શુ છે?

આ વ્યક્તિ એક એવો વ્યાપારી હતો કે જેને ફક્ત એક જ નશો હતો પૈસા કમાવવાનો. હું આ વ્યક્તિ વિશે એટલુ ખાસ્સું જાણતો ના હોવાથી તેના વિશે કઈ કહી ના શકુ.

આ સીરિઝ નો તમારો ફેવરિટ ડાયલોગ ?

‘સક્સેસ ક્યા હૈ? ફેલ્યોર કે બાદ કા નયા ચેપ્ટર’

તમે શેરબજારમાં રોકાણ કરો છો?

હું શેરબજાર મા રોકાણ નથી કરતો. એકાદવાર ખાલી જોવા માટે પાંચ-પાંચ શેર લીધા હતા. શેરમાર્કેટ એક અલગ જ દુનિયા છે અને તેમા સમજ્યા વગર કંઈ કરવાની જરૂર નથી. હું મારી આવક નો ૧૫ ટકા હિસ્સો ઇન્વેસ્ટ કરવા નો પ્રયાસ કરતો હોઉ છું. હું મ્યુચ્યુઅલ ફંડ્સ તથા એસ.આઈ.પી. જેવા સલામત રોકાણ કરતો હોઉં છું.

આગામી પ્રોજેક્ટ્સ કયા છે?

‘ભવાઈ’ નામક મારી હિંદી ફિલ્મ હાલ બનીને તૈયાર છે અને તેની રિલીઝ ડેટ ટૂંક સમય મા જ જાહેર કરીશું. બાકી કેટલીક સીરિઝ પર ચર્ચા અને નેરેશન ચાલે છે, જે ફાઈનલ થયા બાદ જાણ  કરીશું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *