રક્ષાબંધન ૨૦૧૯ : ૧૫ ઓગષ્ટ – જાણો રાખડી બાંધવા માટેનો શુભ સમય…

ભાઈ બહેનનો પવિત્ર તહેવાર ૨૦૧૯ની સાલમાં ૧૫ ઓગસ્ટના દિવસે છે. આ વર્ષમાં ૧૫મી ઓગસ્ટ એટલે કે ‘સ્વતંત્રતા દિવસ’ અને ‘રક્ષાબંધન’ બંને એક જ દિવસે છે. આ વર્ષ રક્ષાબંધનમાં તિરંગાના કલરની રાખડીનું વેચાણ વધુ થઇ શકે એમ છે. રાખડીમાં પણ તિરંગાના ત્રણ રંગ જોવા મળે એમ છે.

એ સાથે તમને આજના લેખમાં એ વિગત જણાવવાની છે કે, રક્ષાબંધનના દિવસે બહેન તરફથી ભાઈને બાંધવામાં આવતી રાખડી માટેનો યોગ્ય સમય કયો છે?

બપોરમાં રાહુકાલને છોડીને આખા દિવસનો સમય શુભ છે. બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધીને લાંબી ઉંમર અને પ્રગતિ થાય એવા શુભકામના સાથે રાખડી બાંધશે.

ચાલો, તમને એ સાથે રક્ષાબંધનના દિવસનું શુભ મૂર્હત પણ જણાવી દઈએ…

રાહુકાળના સમયને ૧:૩૦ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી છે. એટલે આ સમયને બાદ કરીને આખા દિવસને શુભ ગણવામાં આવે છે.  રાહુકાળના સમયને છોડીને આખા દિવસ દરમિયાન રાખડી બાંધી શકાય છે.

૧૯ વર્ષ પછી રક્ષાબંધન ૧૫ ઓગસ્ટના દિવસે આવી..

ઉત્થાન જ્યોતિષ સંસ્થાનના નિર્દેશક પંડિત દિવાકર ત્રિપાઠી જણાવે છે કે, આ વર્ષે રક્ષાબંધન ૧૫ ઓગસ્ટ ગુરૂવારના દિવસે મનાવવામાં આવશે એવું ૧૯ વર્ષ પછી થઇ રહ્યું છે. આવું ૨૦૦૦ની સાલમાં ૧૫મી ઓગસ્ટના દિવસે બન્યું હતું. ૧૯ વર્ષ પછી ફરીથી ૧૫મી ઓગસ્ટ એટલે કે ‘સ્વાતંત્ર્ય દિન’ અને ‘રક્ષાબંધન’ એકસાથે આવી એવું બન્યું છે.

“ફક્ત ગુજરાતી”નું ફેસબુક પેજ તમારા માટે અવનવી માહિતી લઈને આવતું રહેશે. તો તમે આ પેજ સાથે જોડાયેલા રહેજો.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *