હંમેશા માટે પાર્ટનરને તમારા પ્રેમમાં ડૂબાડવા માટે આ વાતો જીવનની ઔષધી ગણાય છે..

લગ્ન પછીનું જીવન બંને માટે એક-એક જીવવાનું નહીં પણ ‘એક થઈને’ જીવવાનું હોય છે. એકબીજાની ખુશીનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. દિલથી દિલની વાતને સમજવાની અને સાથ નિભાવતા જિંદગી પસાર કરવાની હોય છે. પણ એ માટે પતિ-પત્નીએ સાથે મળીને એકબીજામાં ઓળઘોળ થવાનું હોય છે. હેપી મેરેજ લાઈફ રાખવા માટે બંનેએ સાથે મળીને જીવનના અમુક ગોલ ફિક્સ કરવાના હોય છે.

(૧) એકબીજાના સપનાને મહત્વ આપવું જોઈએ

લગ્ન પછીની લાઈફ દિવસે દિવસે જીવવા લાયક હોય છે પણ એ માટે પહેલા એકબીજાને સમજતા થઇ જવું પડે છે. સૌથી મહત્વની વાત એ છે કે, પાર્ટનરના સપનાને મહત્વ આપવું જોઈએ. જીવનસાથી એકબીજાના સપનાને પૂર્ણ કરવા માટે મદદરૂપ રહે તો જીવનમાં વધુ રસ પડે છે. પતિ અને પત્નીનો મોરલ સપોર્ટ પણ મંઝીલ મળ્યાની અનુભૂતિ કરાવે છે.

જીવનસાથીના ગોલ કે જે ખુદ માટે પહેલેથી સેટ કરીને રાખ્યા છે. તેને પૂર્ણ કરવા માટે પણ પાર્ટનરના સપોર્ટની જરૂર પડે છે. એ પણ યાદ રાખો કે સ્ટ્રગલ તમેદરમિયાન બંનેને થોડી રકજક પણ થાય છે એ જ સફળતા મળ્યા પછી પોઝીટીવ થઇ જાય છે. એકબીજાને મહત્વ આપવું એ મજબૂત સંબંધ બનાવવાની નિશાની છે. તો વિશ્વાસ સાથે એકબીજાને મહત્વ આપતા રહો.

(૨) ફાઈનાન્શીયલ કેપેસીટીનો ખ્યાલ રાખવો

લગ્ન પછી કપલ્સ શરૂઆતી દૌરમાં એકબીજાને ખુશ કરવા માટે ઘણો ફાલતું ખર્ચ કરી નાખે છે. ટ્રાવેલિંગ પણ એ વાતમાં સામેલ થઇ જાય છે. ધીમે-ધીમે આ આદત રોજીંદા જીવનનો હિસ્સો બની જાય છે. તેનાથી કોઈના કોઈ કારણે બજેટ પર અસર કરે છે. એવામાં પૈસા પ્રશ્ન બની જાય એવું પણ બને છે. તો એ વખતે ખાસ યાદ રાખો કે કેપેસીટી મુજબનો ખર્ચ કરવો જોઈએ. થોડા અંશે સેવિંગ્સ પર ધ્યાન દેવું જરૂરી છે, કારણ કે આ સમયમાં પૈસાનું સ્થાન ભગવાનની તુલનામાં ગણવામાં આવે છે.

(૩) સાથે બેસીને ગોલ સેટ કરો

બંને પાર્ટનર એકબીજા સાથે ખુલ્લા મનથી વાત કરે તો જીવનના અમુક પ્રશ્નો સોલ્વ થઈ જાય. આવનારા બે-પાંચ વર્ષ માટે લાઈફનું પ્લાનીગ પ્રોપર સેટ કરી શકાય છે જેનાથી ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન પડે. એ પ્લાનીગમાં ફેમેલી પ્લાનિંગ, આઉટ ઓફ સીટી માટેનું પ્લાનિંગ, કે સકસેસ માટેનું પ્લાનિંગ વગેરે હોઈ શકે.

(૪) સામસામા માર્ગદર્શક બનો

કોઈ વાત કે કાર્ય કરવા પર એકબીજાને સજેસન આપતા રહેવું જોઈએ. જે એકબીજાની સમજદારી કેળવવા માટે જરૂરી છે. અમુકવાર કોઈ વાતમાં ‘પર્સનલી ડીસીસન’ એવું નામ આપીને ભવિષ્યમાં મોટી આફત આવે તેવા કાર્ય ખૂદ કરીએ છીએ ત્યારે પાર્ટનર માર્ગદર્શક બને તો સારૂ રહે છે.

જીવન તો જીવવા માટે મળે છે પરંતુ આપને તેને વેડફી નાખીએ છીએ. જીવનમાં અમુક સમય આવે છે જેમાં પાર્ટનર સાથે વધુ સમજદાર બનવાની જરૂર પડે છે. એ સમજદારી પતિ કે પત્ની સાથે જીવનની સમજદારી હોય છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *