ઉમંગોની ઉત્તરાયણ…. ઉડશે દરેકનું મન💕

મકરસંક્રાંતિના પર્વની હવે થોડા દિવસજ બાકી છે પતંગ અને દોરીની ખરીદી માટે જમાલપુર, રાયપુર, ખાડીયા ને દિલ્હી દરવાજા ખાતે કતલની મોડી રાત સુધી લોકોની ભારે ભીડ રહી હતી વેપારીઓ પાસે પૂરતો સ્ટોક હોવાની વાત બજારમાં ફેલાતા લોકો સસ્તી પતંગો ખરીદવા વેપારીઓ સાથે ભાવને રકઝલ કરી મજા ઉઠાવતા જોવા મળતા હતા.

લોકોએ વિવિધ નાસ્તા બજરમાં મોડી રાત સુદેહે કતલની રાતે ગરમાગરમ નાસ્તાની જયાફત ઉડાવી હતી. કતલની રાતને ધ્યાનમાં રાખીને આ વિસ્તારોમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. મકરસંક્રાતિ પૂર્વની રાત એટલે કતરલની રાત કહેવાય છે. મોડી રાત સુધી ખરીદી કરે છે છતા ઉત્તરાયણના દિવસે યુવાનો વહેલી પરોઢે ઉઠી પતંગ ચગાવવાનો આનંદ માણતા હોય છે.

પતંગ બજારમાં છેલ્લા બે દિવસમાં ભાવમાં રૂ. 100થી 200 રૂનો વધારો થઈ ગયો છે. કેટલાક વેપારીઓ કહે છે કે બજારમાં પૂરતો સ્ટોક છે. પરંતુ હોલસેલ વેપારીઓએ કાચો માલ તૈયર નહી કરી ભાવ વધારી રહ્યા છે. ગમે તે હોય પરંતુ પતંગનો જોશ લોકોમાં એટલો હોય છે કે લોકો મોં માંગી કિમંત આપીને પણ પોતાની મનગમતી પતંગો અને દોરા ખરીદી લે છે

આજે તો સૌ કોઈ અગાશીમાં જ રહેતા હોય તેવુ વાતાવરણ ચારેબાજુ દેખાશે. એ કાપ્યો… એ કાપ્યો.. અને લપેટ .. લપેટના ગુંજન સાથે વાતાવરણ ગૂંજી ઉઠશે.તલપાપડી… ઉંધિયુ…. જલેબી. … ની પાર્ટી પણ અગાશીમાં જ થઈ જશે. પતંગ તો તમે ભારતમાં કંઈ પણ ઉડાવી શકો છો., પણ ઉત્તરાયણની મજા તો તમને ગુજરાતમાં જ માણી શકો છો… હેપી ઉત્તરાયણ.

આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *