ડુંગળીના અધધ ફાયદાઓ, જલ્દીથી જાણી લો ફાયદામાં રહેશો

ભોજન સાથે સલાડના રૂપમાં ખાવામાં આવતી કાચી ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે. કાચી ડુંગળીમાં સલ્ફર તત્વ અને જરૂરી વિટામીન હોય છે જે શરીરના બધા રોગોને દૂર કરે છે. કાચી ડુંગળીને સેંડવિચ, સલાડ કે પછી ભેલ વગેરેમાં ઉપરથી નાખીને ખાઈ શકાય છે. જો તમને ડર છે કે આ ખાવાથી મોઢામાં વાસ આવશે તો તમે બ્રશ કરી લો. આવો જાણીએ ડુંગળી ખાવાના સ્વાસ્થ્યવર્ધક લાભ.

image source

  1. ખૂબ તડકામાં જઈને આવીએ ત્યારે ક્યારેક નાકમાંથી નસકોરી ફૂટીને લોહી નીકળવાની તકલીફ થાય છે. આ તકલીફમાં પણ ડુંગળી લાભ આપે છે. નસકોરી ફૂટે ત્યારે જો કાચી ડુંગળી કાપીને એ સૂંઘવામાં આવે તો લોહી વહેતું રોકાય છે.
  2. કેન્સર જેવી ખતરનાક બીમારીથી બચવા માટે રોજ કાચી ડુંગળીનું સેવન કરો. જેમા રહેલા સલ્ફર શરીરમાંથી કેન્સરના સેલ્સ ખતમ કરવા માટે મદદરૂપ થાય છે. કાચી ડુંગળી કેન્સર માટે બેસ્ટ માનવામાં આવે છે.

image source

  • ઉનાળામાં જેમ શરીરની ગરમી વધે છે એમ શરીરમાં ઍસિડિટી અને પિત્તનું પ્રમાણ પણ વધતું જાય છે, જેના લીધે છાતીમાં બળતરા, ખાધા પછી પેટમાં અનઇઝી લાગવું, ખાટા ઓડકાર આવવા જેવી અનેક સમસ્યાઓ થાય છે, અને આ સમસ્યાઓનું નિવારણ કાંદાથી લાવી શકાય.
  • હેર ગ્રોથ માટે ડુંગળીનું તેલ ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે. કાંદામાં રહેલો સલ્ફર વાળને ખરતા અટકાવી નવો ગ્રોથ આપે છે. ડુંગળીનો રસ પણ વાળમાં લગાવી શકો છો.

image source

  • ખરાબ ખાણીપીણી અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણથી ખાસ કરીને લોકો કિડની સ્ટોનની સમસ્યાથી પીડાય છે. જેના માટે રોજ બે ચમચી ડુંગળીનો રસ પીઓ જોઇએ. જેનાથી કિડનીમાં પથરીની સમસ્યાથી હંમેશા માટે રાહત મળે છે.
  • વિટામિન એ, સી અને ઈથી ભરપૂર એવી ડુંગળી નિયમિત ખાવાથી ચહેરા પર આવતી વૃદ્ધત્વની નિશાનીઓ એટલે કે કરચલીઓને પણ દૂર રાખી શકાય છે. કાંદામાં રહેલું વિટામિન સી સ્કિનને ચમકદાર બનાવવા માટે ખૂબ મહત્વનું છે.
  • કાંદામાં રહેલું સલ્ફરનું પ્રમાણ તેને ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી બનાવે છે. શરીરમાં જ્યારે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય ત્યારે ડુંગળી ખાવાથી એ ટ્રીટમેન્ટ ઝડપી થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *