વાળ ખરવાની સમસ્યા ને ઓછી કરો આ ઘરેલુ વાળ ના માસ્ક થી.

Image source

પોતાની મિત્ર સુનિતા ની સલાહ લઈ પૂનમ પોતાના ઘરેજ એક બ્યુટી પાર્લર ખોલી ખુબ સારી રીતે આ ધંધા ને ચલાવી રહી હતી. એક દિવસ મનમાં ને મનમાં પોતાની મિત્ર નો આભાર માનતી પૂનમ એક યુવતી ના વાળ કાપી રહી હતી. ત્યારે તેની ગ્રાહક અંજલિ એ પૂછ્યું દીદી, આજકાલ મારા વાળ ખૂબ જ ખરે છે, અમુક સરળ ઉપાય જણાવોને.

અંજલિ ની વાત સાંભળીને પૂનમે કહ્યું કે, વાળ ને ખરતાં રોકવાનો સૌથી સરળ ઘરેલૂ ઉપાય, વાળનું માસ્ક લગાવવાનું છે. આ વાળ ના માસ્ક ને તું ઘરે ખુબ જ સરળતાથી બનાવીને લગાવી શકે છે. ત્યારે અંજલિ ની મદદ કરવા માટે વાળ ને ખરતાં રોકવા વાળા વાળ નું માસ્ક જે બતાવ્યા, તે આ રીતે છે:

કેળાનું માસ્ક.

આ માસ્ક ને લગાવવાથી ન ફકત વાળ ખરતાં બંધ થાય છે પરંતુ માથા ના વાળ વધવામાં પણ મદદ મળે છે. કેળા ના પોષકતત્વો જેવા કે એન્ટી ઓક્સિડન્ટ અને પોટેશિયમ માથા મા ખરતાં આવ ને રોકી દે છે.

આ માસ્ક ને બનાવવા મટે તમારે જોઈએ.

  • બે સરખા પાકેલા કેળા
  •  બે મોટી ચમચી ઓલિવ તેલ
  •  એક મોટી ચમચી કોપરા નું તેલ
  • એક મોટી ચમચી મધ

Image source

લગાવવાની રીત.

કેળા ના માસ્ક ની બધીજ સામગ્રી ને એક બીજા સાથે ભેળવીને વાળ મા મૂળ થી લઈને માથા સુધી લાવતા આ માસ્ક ને લગાવો. હવે તમારા માથા ને ટુવાલ થી કે સારી શાવર કે કેપ થી ઢાંકી લો. માસ્ક લગાવ્યા ના ૫ મિનીટ પછી માથા ને હુફાળા પાણી થી ધોઈ ને સાફ કરી લો. માથા ને ત્યારબાદ ઈચ્છો તો શેમ્પૂ અને કંડીશનર થી સાફ કરી લો. જો તમારી પાસે આમાંથી કોઈ તેલ નથી તો બદામ ના તેલ નો ઉપયોગ પણ કરી શકો છો.

બદામ મધ નું માસ્ક.

આ માસ્ક ખરતાં વાળ ને તો રોકે જ છે, સાથેજ વાળ ની શુષ્કતા ને દૂર કરી તેને નરમ અને મુલાયમ કરવામાં પણ મદદ કરે છે.

વાળમાં ચમક લાવનારા આ માસ્ક ને બનાવવા માટે તમારે જોઈએ:

  • ૪ મોટી ચમચી મધ
  • ૧ ચમચી બદામ ની પેસ્ટ
  • ૨ મોટી ચમચી ક્રીમ / દહીં

માસ્ક બનાવવા અને લગાવવાની રીત:

સૌથી પહેલા બદામ ની પેસ્ટ બનાવવા માટે તમે ચાર પલાળેલી બદામ લઈને તેમાં અડધી ચમચી ગુલાબજળ ને ભેળવીને પીસી લો. હવે એક વાટકીમાં ક્રીમ કે દહીં ને સરખી રીતે મુલાયમ થાય ત્યાં સુધી ભેળવો. હવે તેમાં મધ અને બદામ ની પેસ્ટ ને ભેળવીને માસ્ક બનાવી લો. તૈયાર માસ્ક ને માથા ના વાળ પર મૂળ થી ધાર સુધી લગાવો. માસ્ક લગાવ્યા પછી માથા ને કોઈ ટુવાલ કે શાવર કેપ થી ઢાંકી લો. વાળ ની લંબાઈ મુજબ વધારે માં વધારે અડધો કલાક પછી માથા માંથી ઠંડા પાણીથી માસ્ક ને દૂર કરી શેમ્પૂ અને કનડીશનર લગાવીને માથું ધોઈ લો.

આમળા – ઈંડા નું માસ્ક.

આ માસ્ક તે સ્ત્રીઓ માટે સૌથી વધારે ઉપયોગી માનવામાં આવે છે જેના વાળ તૈલીય હોય છે. આવા વાળ સ્ત્રીઓ ને માસ્ક લગાવવાથી પોતાના વાળ વધુ તૈલીય થવાનો ભય રહે છે. પરંતુ આ માસ્ક ને લગાવવાથી તેમના વાળ વધારે તૈલીય નહિ થાય અને સાથેજ વાળ ખરવા ની પરેશાની થી પણ છુટકારો મળી જશે.

Image source

જરૂરી સામગ્રી:

  • ૨ આમળા
  •  ચપટી સિંધવ મીઠું
  •  ૧ ઈંડા ની લુગદી
  •  ૧ મોટી ચમચી પાણી

કેવી રીતે બનાવવું અને લગાવવું:

બને આમળા ધોઈને તેની પેસ્ટ બનાવી લો. હવે ઈંડા ની લુગદી કડક થાય ત્યાં સુધી ફેટી લો. હવે તેમાં બધીજ સામગ્રી ભેળવી ને માસ્ક બનાવી લો. આ માસ્ક ને વાળ ના મૂળ થી લઈને ધાર સુધી લગાવો અને ૨૦ કે ૩૦ મિનીટ પછી વાળ ને ચોખ્ખા પાણીથી ધોઈ ને શેમ્પૂ અને કંડીશનર થી સાફ કરી લો. આ માસ્ક થી તમારા તૈલીય વાળ ને પોષણ તો મળશે જ સાથે વાળનું ખરતાં વાળ પણ બંધ થઈ જશે.

આ બધા જ માસ્ક ની રીત ની નોંધ કરી અંજલિ તે સમયે ત્યાંથી જતી રહી. એક મહિના પછી અંજલિ એ તે માસ્ક ની સફળતા ની વાત સંભળાવીને, પૂનમ ને ઘણા આશીર્વાદ દીધા અને સાથેજ વધારે જાણકારી લેવાની વિનંતી કરી જે પૂનમે માની લીધું.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment