આ હેરપેક છે ખરતા વાળની સમસ્યાનો ઉકેલ, સસ્તો અને ટીકાઉ

પ્રદૂષણ અને બદલાતી જીવનશૈલીના કારણે વાળને ઘણું નુકસાન થાય છે. જો વાળની સંભાળ ન રાખવામાં આવે તો વાળ ખરવા, ડેંડ્રફ, ડ્રાય હેર, સ્પિલ્ટ એન્ડ્સ વગેરે જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જરૂરી નથી કે હેલ્ધી હેર માટે તમે પાર્લર પાછળ રૂપિયા ખર્ચ કરો કે મોંઘી પ્રોડક્ટ્સ વાપરો. કિચનમાં રહેલી મેથી જ તમારા વાળની દરેક સમસ્યાને દૂર કરશે.

મેથી દૂર કરશે સમસ્યાઓ

મેથીમાં પ્રોટીન, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, નિકોટિન એસિડ અને લેસીથિન હોય છે. આ તત્વો વાળની મજબૂતી અને ચમક વધારવામાં ઉપયોગી છે. આના ઉપયોગ માટે સૌપ્રથમ ગરમ પાણીમાં મેથીના દાણાને આખી રાત પલાળો. અને પછી વાળની સમસ્યાને અનુરુપ હેરપેક બનાવો.

ખરતાં વાળ માટે હેર માસ્ક

જો તમે વાળને ખરતાં અટકાવવા માગો છો તો આખી રાત પલાળી રાખેલી મેથીના દાણાની પેસ્ટ બનાવી લો. આમાં નારિયેળનું તેલ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. હવે આ હેર માસ્કને 30-40 મિનિટ સુધી લગાવી રાખો. પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછો એકવાર આ ઉપાય કરવાથી વાળ ઝડપથી ઉગશે.

ડેંડ્રફ માટે હેર માસ્ક

આખી રાત પલાળી રાખેલી મેથીના દાણાને દહીં સાથે ક્રશ કરી લો. આ પેસ્ટને વાળ પર લગાવી રાખો. એક કલાક રાખ્યા બાદ વાળને શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં બેવાર આ હેર માસ્ક લગાવવાથી જલ્દી ફરક જોવા મળશે.

સ્કાલ્પની ડ્રાયનેસ દૂર કરવા

વાળની ખોવાયેલી ચમક પાછી લાવવા અને સ્કાલ્પની ડ્રાયનેસ દૂર કરવા માટે આખી રાત પલાળી રાખેલી મેથીના દાણાની પેસ્ટ બનાવી લો. આમાં ઈંડાનો પીળો ભાગ મિક્સ કરીને અડધો કલાક માટે વાળ પર લગાવો. પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. મહિનામાં ઓછામાં ઓછી બે વાર આ હેર માસ્ક લગાવવાથી પરિણામ મળશે.

ALL IMAGE CREDIT : GOOGLE IMAGE

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *