હેયર સ્ટાઈલ ભલે કરો પણ આ પહેલા સલાહ વાંચી લો નહીતર વાળ ખરવા લાગશે..

કંઈક અલગ અને ખુબસુરત દેખાવવાના ચક્કરમાં અલગ-અલગ હેયર સ્ટાઈલ બનાવતા હોઈએ છીએ. વાળને જલ્દી સારા અને સ્ટાઈલીશ બનાવવા જઈએ છીએ અને બને છે ઉલટું કે, વાળને ડેમેજ કરી દઈએ છીએ. નવી-નવી સ્ટાઈલને અજમાવીને તમે સુંદર તો દેખાઈ શકો છો. પરંતુ વાળ કુદરતી ખુબસુરતી ગુમાવી દેશે. કારણ કે, વાળની ત્વચા એકદમ નાજુક હોય છે, જેને કારણે વાળની જરા પણ તકલીફથી કાયમી માટે સાવ ખરાબ કરી શકે છે.

હેયર સ્ટાઈલ વારેવારે ચેન્જ કરવાની અને પાર્ટી-ફંક્શનમાં જતી વખતે હેયર સ્ટાઈલને બનાવવી એ વાળને ખરાબ થવાનું એક કારણ બની શકે છે. પરંતુ શું તમે ક્યારેય હેયર સ્ટાઈલની સાઈડ ઈફેક્ટ વિશે વિચાર કર્યો છે? હા, આજ તમને એવા જ મુદાની ચર્ચા જણાવવાના છીએ. તો આ આર્ટીકલને ખાસ મહિલાઓ ધ્યાનથી વાંચે અને સાથે અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

  • હેયર સ્ટાઈલથી થતું નુકસાન  – રૂક્ષ વાળ

હેયર સ્ટાઈલ માટે સ્ટ્રેટનીંગ પહેલો ઓપ્શન બને છે. જેને આપણે હવે લોકલ લાઈફમાં સામેલ કરી દીધું છે. પરંતુ સ્ટ્રેટનીંગથી વાળ રૂક્ષ બની જાય છે. એકદમ સુકાયેલા હોય તેવા બેજાન વાળ બની જાય છે. સ્ટ્રેટનીંગ દરમિયાન વપરાતા કેમિકલથી વાળને લાંબા સમયે બહુ નુકસાન થાય છે. વાળનું નેચરલ ઓઈલ ઓછું થઇ જાય છે, જેને કારણે વાળ એકદમ શુષ્ક સ્થિતિમાં આવી જાય છે.

  • હેયર સ્ટાઈલથી આ પણ એક નુકસાન થાય છે – વાળ ખરવા લાગે છે

હેયર સ્ટાઈલ બનાવવા માટે આપણે વાળને ફીટ અને રબરથી અલગ-અલગ રીતે બાંધીએ છીએ. જેના કારણે વાળની જડ નબળી પડે છે અને વાળ ખરવાની સમસ્યા ઉદ્દભવે છે. મોટી ઉંમર થતા માથા પર ઉગતા વાળનો વિકાસ પણ ઓછો થઇ જાય છે અને ટાલીયાપણું ચોખ્ખું દેખાય છે.

  • વાળના ગ્રોથને સાવ ઓછો કરી નાખે છે

કાયમી વાળને બાંધીને રાખીએ એવી હેયર સ્ટાઈલ બનાવવાના શોખીનો માટે ખાસ આ વાત જાણવા લાયક છે. વધુ સમય સુધી વાળને બાંધેલી સ્થિતિમાં રાખીએ તો વાળનો ગ્રોથ ઓછો થઇ જાય છે. વાળની રૂટ્સમાં આવતો પરસેવો સુકાય નથી શકતો જેને કારણે વાળનો ગ્રોથ થઇ શકતો નથી.

  • વાળ પાતળા થઈને તૂટવા લાગે છે

સ્ટ્રેટનીંગથી વાળ પાતળા થઇ છે અને એ સાથે વાળમાં ઘુંચ બનતા કાંસકાનો ઉપયોગ કરીએ ત્યારે વાળ તુટવા લાગે છે. મુખ્ય વાત તો એ કે, વાળ એકદમ પાતળા થઇ જાય છે. પાતળા વાળ તૂટવાની સમસ્યા વધુ કરે છે.

આ સિવાય કેમિકલયુક્ત શેમ્પૂ, ક્રીમ, જેલ વગેરે સારા વાળને ખરાબ કરી શકે છે. તો હેયર સ્ટાઈલ બનવાના શોખીનો ખાસ આ જાણી લે. આ એક એવું કારણ છે જે સામાન્ય કોઈને માનવામાં ન આવે પરંતુ આ એક સત્ય વાત છે જેને કારણે વાળને નુકસાન થાય છે અને લાંબા સમયે વાળ એકદમ ડેમેજ થઇ જાય છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment