શું તમારા વાળ પણ Curly અને Dry છે તો આજે જ અજમાવી જુઓ આ હેર ઓઇલ..

આમ તો આ તેલ બધા જ પ્રકાર ના વાળ માટે લાભદાયી છે. પણ હલકા ઘૂંઘરાળું વાળ માટે આ તેલ જાદુ નું કામ કરે છે. આ તેલ માં વધુ પ્રમાણ માં વિટામિન e હોય છે. જે વાળ ને hydrate કરે છે.

ઘૂંઘરાળું અને જાડા વાળ કોઈ વરદાન થી ઓછા નથી હોતા. પણ તેને સંભાળવું કોઈ આસન કામ નથી. આવા વાળ નું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી બની જાય છે નહીં તો વાળ રુક્ષ થઈ જાય છે. જ્યારે પણ વાળ માં તેલ લગાવાની વાત આવે તો તેની પસંદગી સારી ગુણવત્તા જોઈ ને જ કરવી.

ચાલો જાણીએ ઘૂંઘરાળું વાળ માટે કયું તેલ વાપરી શકાય છે.

નારિયેળ નું તેલ

Image Source

આમ તો આ તેલ બધા જ પ્રકાર ના વાળ માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે. પણ ઘૂંઘરાળું વાળ માટે આ તેલ જાદુ છે. આ તેલ માં વધુ પ્રમાણ માં વિટામિન e  હોય છે. અઠવાડિયા માં એક થી બે વાર હલકા હાથે આ તેલ થી માલિશ કરવી. અને પછી શેમ્પૂ થી ધોઈ નાખવું.

ગુલાબ નું તેલ

 

 

Image Source

તમે આ તેલ નો ઉપયોગ તમારા વાળ ના સ્કેલ્પ માં કરી શકો છો. તે તમારી ડ્રાય સ્કેલ્પ ને moisturize કરે છે. ખોડા નો નાશ થાય છે. તમે આ તેલ ને અઠવાડિયા માં એક વાર લગાવી શકો છો. તમે શેમ્પૂ કર્યા પહેલા પણ તેલ લગાવી શકો છો. અને પછી વાળ ધોઈ નાખવા.

બદામ નું તેલ

Image Source

બદામ ને આપણે એક સુપરફૂડ તરીકે જાણીએ છીએ. તે વાળ માટે તેમં જ ત્વચા માટે ખૂબ જ સારું ગણાય છે. એટલે જ તમે તમારી માટે સારી ગુણવત્તા વાળુ બદામ નું તેલ ખરીદો. આ તેલ ને તમે શેમ્પૂ કર્યા પછી વાળ માં લગાવી શકો છો. પરંતુ આ તેલ નો ઉપયોગ ત્યારે જ કરવો જ્યારે તમે ઘર માં હોવ.

ઓર્ગન તેલ

Image Source

આ તેલ માં વિટામિન e અને f બંને હોય છે. જે વાળ ને uv  કિરણ થી બચાવે છે. પરંતુ તમે આ તેલ નો ઉપયોગ ઘણી સમસ્યા ના નિવારણ માટે કરી શકો છો. આ તેલ થી નિયમિત્ત રૂપ થી માલિશ કરવા થી વાળ ની ચમક વધે છે. સાથે જ વાળ સ્મૂધ બને છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment