હબ્બન ખીણ: સુંદર અને અદભૂત દ્રશ્યો ધરાવતી ખીણોમાં આવેલી આ ખીણ વિશે જાણો

Image Source

હિમાચલ પ્રદેશની સૌથી સુંદર અને સારી જગ્યા માંથી એક હબ્બન ખીણ છે, ચાલો આ ખીણ વિશે વિસ્તૃતમાં જાણીએ.

હિમાચલ પ્રદેશ તેની અલૌકિક સુંદરતાના કારણે વિદેશોમાં પણ સૌથી ઉત્તમ પ્રવાસ સ્થળ રૂપે પ્રખ્યાત છે. આ રાજ્યમાં એવા ઘણા સ્થળો છે જ્યાં ફરવા ગયા પછી પાછું ઘરે આવવાની ઈચ્છા થતી નથી. ચિતકુલ, બારોટ, લાંગજા અને પબ્બર ખીણ વગેરે સ્થળોએ ફરવાનો એક અલગ જ આનંદ છે. હિમાચલની ખીણોમાં રહેલ હબ્બન ઘાટી પણ કઈક એવીજ છે. પ્રાકૃતિક દ્રશ્યો થી પરિપૂર્ણ આ ખીણ તમારા માટે કોઈ સ્વર્ગથી ઓછી નથી. આ લેખમાં અમે તમને હબ્બન ઘાટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં પરિવાર, મિત્રો અને જીવનસાથી સાથે ક્યારેય પણ ફરવા માટે જઇ શકાય છે, તો ચાલો જાણીએ.

Image Source

સુંદર ખીણો

ચંદીગઢથી લગભગ 115 અને દિલ્હીથી 345 કિલોમીટરના અંતરે આવેલી હબ્બન ખીણ ઉતમ ખીણો તરીકે જાણવામાં આવે છે. ગાઢ જંગલો, જંગલી વૃક્ષો , જંગલી ફૂલ અને ઊંચા ઊંચા પહાડ વગેરેના દ્રશ્યોમાં પરિપૂર્ણ હબ્બન ખીણ એક અનોખો અનુભવ આપે છે. સમુદ્ર કિનારેથી લગભગ 3 હજારથી પણ વધારે ઊંચાઈ પર આવેલ ઘાટીમાં વરસાદ અથવા વરસાદ પછી અહી ફરવાનો એક અલગ આનંદ છે.

Image Source

ફ્રૂટ બાઉલ

જી હા, તમે સાચું સાંભળ્યું. હિમાચલ આ ઘાટી ફ્રૂટ બાઉલના નામથી પણ પ્રખ્યાત છે. ઝાડ પરથી ફળને તોડીને ખાવાનો એક અલગ જ આનંદ છે. સફરજનના બગીચા ઉપરાંત અખરોટ, નાસપતિ અને બબુગોશા વગેરે ફળો માટે આ ઘાટી પ્રખ્યાત છે. હબ્બનથી લગભગ 3 કિલોમીટરના અંતરે આવેલ આ બગીચામાં સ્થાનિક અધિકારીની અનુમતિ લઈને ફરવા માટે જઈ શકો છો.

Image Source

ટ્રેકિંગનો આનંદ માણો

જો તમે વાદીઓમાં ફરવાની સાથે ટ્રેકિંગનો પણ શોખ ધરાવો છો, તો પછી તમારે અહીં જરૂર જવું જોઈએ. લીલા જંગલો વચ્ચે ટ્રેકિંગ કરવાનો એક અલગ જ આનંદ છે. ચારે તરફ ચકલીઓનો કલબલાટ અમે ઠંડી હવા તમારું મન મોહી શકે છે. ખાસકરીને સવારમાં પ્રકૃતિના અદભૂત દ્રશ્યો જોવાનું ભલુશો નહિ.

Image Source

કેવી રીતે હબ્બન ઘાટી પહોચશો

હબ્બન ઘાટી જવા માટે તમે દિલ્લી અથવા ચંદીગઢથી પણ જઈ શકો છો. આ ઉપરાંત તમે સોલન અને રાજગઢ પહોંચી અહીંથી બસ અથવા ટેક્સી લઈને જઈ શકો છો. અહીં રોકાવા માટે ડોરમૈટ્રી વાળા રેસ્ટ હાઉસ અથવા સરકારી રેસ્ટ હાઉસમાં પણ રોકાઈ શકો છો. અહીં આવેલા નાના-મોટા ઢાબા અને દુકાનોમાં સારા ભોજનનો પણ આનંદ માણી શકો છો.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment