ગુજરાતનું સ્ટ્રીટફૂડ😋 મેનુ દુનિયાભરમાં વખણાય છે. 😋દાબેલી, ખાંડવી કે ભજીયાની શું વાત કરવી…!! અને એક કપ ‘ચા’

 

ભારતનું બહુ મોટું ક્ષેત્રફળ છે, છતાં ખૂણે ખાચરે બધે ફરીને આવો પણ ‘ગુજરાત’ જેવું ક્યાંય થાય જ  નહીં. ગુજરાતની શાન અનોખી છે. ગુજરાતનાં લોકોની રહેણીકરણી મોજીલી છે. એકદમ મસ્ત મજાની લાઈફ જીવવામાં ગુજરાતીનું સ્થાન હંમેશાં મોખરે છે. આવી વાતો તમે બધે જ સાંભળી કે વાંચી હશે પરંતુ તેની પાછળનું કારણ ખબર છે???

નહીં ને…!!  તો આજે માહિતી મેળવવાની સાથે એક સફર ગુજરાતની પણ કરીએ. પછી તમે જ કહેશો “વાહ ભ’ઈ વાહ…શું વાત છે!!” ગુજરાત અમુક વાનગીથી પણ પ્રખ્યાત છે. ભારતનાં એકએક ખૂણે ગુજરાતી સમાજ વસે છે. પછી ભલે એ કોઈ પણ જાતી કે જ્ઞાતિ કોઈ પણ હોય. વિદેશોમાં પણ ગુજરાતી લોકોનું વિશેષ માન છે.

અહીંથી વધુ આગળ વાત કરીએ તો, ગુજરાત નકશાની અંદર તો સરસ મજાનું દેખાય જ છે. પરંતુ રીયલમાં એથી વધુ મસ્ત છે. ગુજરાતમાં ખાવાના શોખીન માટે તો મજા પડી જાય છે. જ્યાં પણ જાઓ ત્યાંની પ્રખ્યાત ટેસ્ટફૂલ વાનગી માણવાની મજા કંઈક ઔર છે. સ્ટ્રીટફૂડમાં ખાખરા, ફાફડા, ઢોકળા, દાબેલી, સુરતી લોચો, ખમણ ને’ ચા જેવું વગેરે અને વગેરેની નામયાદી છે. ગુજરાતની આ વાનગીની ઓળખ દુનિયાનાં છેડે સુધી પ્રચલિત છે.

એવી જ રીતે અમદાવાદની સાબરમતી જેલ પાસેના મેથી ભજીયા – આહાહાહા..શું વાત કરવી તમને!!!  માત્ર ૪૦ રૂ. માં આ ભજીયા પ્લેટ – એ પણ ગરમા ગરમ. એકદમ વ્યાજબી ભાવમાં ભરપુર નાસ્તો કરવાની મજા લેવાં અહીં જ જવું પડે. ભજીયાનો સ્વાદ કાયમી યાદ રહી જાય. એમાં પણ બહારનાં રાજ્યમાંથી આવતા લોકો એકવાર અહીંના ભજીયા ખાય તો હંમેશાં સ્વાદને યાદ રાખશે.

ભજીયા તો પ્રખ્યાત છે જ પણ ગાઠીયાની વાત પણ કાંઈ થાય..!!! એથી પણ ચડિયાતી ગાઠીયા જલેબી ડીશ. ગુજરાતનું કોઈ પણ એવું શહેર કે ગામડું નહીં હોય જ્યાં ભજીયા અને ગાઠીયા ન મળતા હોય. સવારમાં ગુડ મોર્નિંગની સાચી શુભ શરૂઆત અહીંથી જ થાય છે. લાજવાબ સ્વાદ, ગાઠીયા – જલેબીનાં સંગમનો. સ્વાદનાં શોખીનો તો રાજી થઇ જાય.

એટલે જ કહેવાય કે, “ગાઠીયા- ભજીયા અમારી જાન છે, અમથું થોડું ગુજરાતનું માન છે!!”

એ જ રીતે કચ્છ વિસ્તારની દાબેલી બહુ વખણાય છે. સ્ટ્રીટફૂડનાં લીસ્ટમાં આ દાબેલીનું સ્થાન હટકે છે. દાબેલી સાથે ઢોકળા અને ખાંડવી પણ એ મેનુમાં આવી જાય. આ ત્રણેય આઈટેમનો ટેસ્ટ ન કરીએ એવું બનતું હશે કાંઈ!! પેટભર જમ્યા જેમ જ નાસ્તો કરવો પડે તો જ સંતોષ થાય. એટલે જ ગુજરાતની વાત થાય નહીં. ગુજરાતની હરીફાય શક્ય જ નથી.

બધા લીસ્ટમાં રાજા કહેવાય એવી વસ્તુ એટલે ‘ચા’. એક કપ ચા ની અસર શું છે? એ જાણવા તો કોઈ ગુજરાતીને જ મળવું પડે. સવારની આંખ ખુલે કે ‘ચા’ અને જયારે સુવાના સમયે આંખ બંધ કરવાની વખતે પણ ‘ચા’. ખરેખર ‘ચા’ ને ઇન્ટરનેશનલ એવોર્ડ આપવો જોઈએ. ગુજરાતી લોકોની જાન એટલે ‘ચા’. ગુજરાતમાં ‘ચા’ ની સલાહથી તો મહેમાન ગતિ મણાય છે.

સ્ટ્રીટફૂડમાં આ બધી નાસ્તાડીશ જગ વિખ્યાત બની ગયેલ છે. જેની સરખામણી શક્ય જ નથી. એ રીતે ગુજરાતનાં અને સ્પેશિયલ ગુજરાતી માટેનું એક માત્ર પેઇઝ એટલે “ફક્ત ગુજરાતી”. જેને લાઇક કરવાનું ભૂલતા નહીં.

#Author : Ravi Gohel

Leave a Comment