ઘરે આ રીતે બનાવો ગુજરાતી સ્વાદિષ્ટ ખાંડવી – જાણો ખાંડવી રેસિપી

બેસન ખાંડવીને ગુજરાતી ખાંડવી પણ કહેવામાં આવે છે કે જે ગુજરાતની એક સ્નૅક્સ ડિશ છે. તેને ત્યાંનાં લોકો ઘરે જ તૈયાર કરે છે અને સાંજનાં સમયે ચાની ચુસ્કીઓ સાથે ખાય છે. આ રોલ ટાઇપની ડિશ જોઈને લોકો સામાન્ય રીતે કન્ફ્યુઝ થઈ જાય છે કે તેને કેવી રીતે બનાવાય ? ઘણા લોકોને તેને ઘરે બનાવવું અશક્ય લાગે છે,

પરંતુ આપને જણાવી દઇએ કે આપ તેને ઘરે જ આસાનીથી કુકર કે કઢાઈમાં બનાવી શકો છો અને તે પણ વધુ મોટા ખર્ચા વગર. ખાંડવી પેટ માટે પણ સારી હોય છે. તેનાં સેવનથી પેટ હળવુ બન્યું રહે છે અને તે આસાનીથી પચી પણ જાય છે. આવો જાણીએ તેને બનાવવાની વિધિ :

INGREDIENTS

 • 1 કપ બેસન
 • 1/2 કિલો દહીં
 • 1 કપ પાણી મીઠું સ્વાદ મુજબ
 • 1/2 ચમચી હળદર
 • ચપટી ભર હીંગ
 • 1/2 ચમચી તેલ
 • 3 ચમચી રઈ
 • 2 ચમચી કરી પાંદડા
 • 5-6 કોથમીરના પાંદડા
 • 4 ચમચી ગરી

INSTRUCTIONS

 1. ગરીને કચડીને ઉપયોગ કરો.
 2. કોથમીર ઝીણી સમારેલી જ નાંખો.
 3. વધુ વાર સુધી કુક ન કરો. પેસ્ટને બહુ ગાઢું ન થવા દો.
 4. કુકિંગ દરમિયાન સમયનું ધ્યાન રાખો અને ડિશને પૂર્ણ ઍટેંશન આપો, નહિંતર તે બગડી શકે છે.

HOW TO PREPARE

1. એક મધ્યમ આકારનો વાટકો લો અને તેમાં દહીં નાંખો. સારીરીતે દહીંને હલાવી દો અને એક પેસ્ટ જેવું બનાવી દો.

All Image Source – https://goo.gl/Epim65

2. હવે તેમાં હળદર અને હીંગ પણ નાંખી દો અને સ્વાદ મુજબ મીઠું નાંખી દો.

3. તે પછી તેમાં બેસન નાંખો.

4. સતત હલાવતા રહો કે જેથી એક સ્મૂધ જેવું પેસ્ટ બની તૈયાર થઈ જાય અને તમામ સામગ્રીઓ પરસ્પર સારી રીતે ભળી જાય.

5. કઢાઈ ગરમ કરો અને આંચ મધ્યમ જ રાખો.

6. તૈયાર મિશ્રણને આ કઢાઈમાં નાંખો અને સતત હલાવતા રહો.

7. તેને હલાવવું ખૂબ જરૂરી છે, નહિંતર તેમાં ગાંઠો પડી શકે છે કે જે ડિશને બેકાર કરી શકે છે.

8. જ્યારે આ મિશ્રણ એક ગાઢું પેસ્ટ બનીને તૈયાર થઈ જાય, તો ગૅસ બંધ કરી દો.        

9. હવે આ મિશ્રણને સતત હલાવો અને ઠંડું થવા દો.

10. એક થાળીમાં હળવુંક તેલ નાંખો અને આ મિશ્રણને તેમાં રેડી દો.

11. મિશ્રણને સારી રીતે ફેલાવી દો અને 5 મિનિટ બાદ તેમે લાંબી અને પાતળી પટ્ટીમાં કાપી લો.

12. આ પટ્ટીને રોલ કરતા કાઢી લો. એવું કરતા ખૂબ સાવચેતી વર્તવાની જરૂર હોય છે.

13. હવે તેમને એક પ્લેટમાં મૂકી લો.

14. એક પૅનમાં તેલ ગરમ કરો, રઈ અને કરી પત્તા ભભરાવી દો અને તેમાં ખાંડવી પર સ્પ્રેડ કરી દો. બાદમાં ગરીને પણ નાંખી દો.

આ લો આપની મનપસંદ ખાંડવી તૈયાર છે. તેનો સ્વાદ ચટણી સાથે ચાખો.

NUTRITIONAL INFORMATION

 • ફૅટ – 94
 • પ્રોટીન – 4.5 ગ્રામ
 • કાર્બોહાઇડ્રેટ – 3.8 ગ્રામ
 • ફાયબર – 9.4 ગ્રામ

વાંચો :

જો આપની પાસે પણ કોઈ  રસપ્રદ વાનગી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર.  સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!