ગુજરાત ના ટોપ 17 ફરવા લાયક રમણીય સ્થળો, તો જાણી લો ગુજરાતના રમણીય સ્થળો વિશે

ગુજરાત ભારતની પશ્વિમે આવેલા મુખ્ય રાજ્યોમાંનું એક છે. ગુજરાત ઘણા સ્થાપત્ય ચમત્કારોનું ઘર છે અને તેમની જીવંત સંસ્કૃતિ, સમૃદ્ધ વારસા ઉપરાંત પ્રાકૃતિક પરિદ્દશ્યો અને સ્વાદિષ્ટ વાનગીઓ માટે પ્રખ્યાત છે. પોતાના આકર્ષણો ના લીધે ગુજરાતને ‘ધ લેન્ડ ઓફ લિજેન્ડસ ‘ પણ કહેવામાં આવે છે. ગુજરાત કળા, ઇતિહાસ, સંગીત અને સંસ્કૃતિનું એક આદર્શ મિશ્રણ રજૂ કરે છે. તેમના ઘણા આકર્ષણો ઉપરાંત ગુજરાત શુદ્ધ એશિયાઈ સિંહોનું એક માત્ર ઘર પણ છે. ગુજરાત કરછના મહાન રણથી સાતપુડાના પહાડો સુધી પ્રાકૃતિક સુંદરતાની રજૂઆત કરે છે. આ ઉપરાંત તે તેની ૧૬૦૦કિમી થી વધારે લાંબા કિનારા સાથે જ અમુક ભવ્ય પ્રાચીન ગુફા ચિત્રો, ઐતિહાસિક ભીત ચિત્રો, પવિત્ર મંદિરો, ઐતિહાસિક રાજધાનીઓ, વન્યજીવ અભયારણ્ય, સમુદ્રી કિનારાઓ, પહાડી રીસોર્ટ્સ અને આકર્ષક હસ્તશિલ્પ માટે પ્રખ્યાત છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત પ્રવાસની દૃષ્ટિ એ ખૂબ જ સંપૂર્ણ છે. આ રાજ્યમાં ફરવાલાયક અસંખ્ય પ્રવાસના સ્થળો છે, જ્યાં તમે મુસાફરી માટે જઈ શકો છો. ગુજરાત તેના ઘણા મંદિરો, વન્યજીવ અભ્યારણો અને સમુદ્રી કિનારો માટે પ્રખ્યાત છે. જો તમે ગુજરાતમાં ફરવાની યોજના બનાવી રહ્યા છો તો અમારા આ લેખને જરૂર વાંચો, અહી અમે તમને ગુજરાતમાં ફરવાના સ્થળો વિશે બતાવી રહ્યા છીએ.

ગુજરાતના પ્રવાસમાં ફરવા જેવા આકર્ષક સ્થળો –

ગુજરાત રાજ્ય પ્રવાસના આકર્ષણો થી ભરેલું છે. અહી અમે તમને ગુજરાતના અમુક એવા પ્રવાસના સ્થળો વિશે બતાવી રહ્યા છીએ જ્યાં તમારે એક વાર ચોક્કસપણે જવું જોઈએ.

૧. ગુજરાતના પ્રવાસમાં જોવા લાયક સ્થળ કાંકરિયા તળાવ-

કાંકરિયા તળાવ ગુજરાતમાં ફરવાલાયક સૌથી સારી જગ્યાઓમાં એક છે. તમને જણાવી દઇએ કે કાંકરિયા તળાવનું નિર્માણ સુલતાન કુતુબ – ઉદ્ – દીન એ વર્ષ ૧૪૫૧ માં કર્યું હતું. આ તળાવ અમદાવાદમાં આવેલું છે અને શહેરના સૌથી મોટા તળાવ માનું એક છે. અહી નગીના વાડી ખાતે ગ્રીષ્મકાલીન મહલ દ્વીપ બગીચો જોવા મળે છે, જે કાંકરિયા તળાવ ના મધ્યમાં છે. આ તળાવ પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે. અહી દરેક ઉંમરના લોકો માટે કંઇક ને કંઇક છે. બાળકો માટે પાર્ક, બગીચો, મનોરંજન કેન્દ્ર, હોડી, ક્લબ, ઝુ અને એક સંગ્રહાલય અહીંના મુખ્ય આકર્ષણો છે.

અહી આવેલું કાંકરિયા ઝુ 77 એકર ની. વિશાળ જમીન પર ફેલાયેલું છે અને તેમાં વાઘ, હથી, એનકોંડા, અજગર અને ઘણા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. કાંકરિયા તળાવ ની પાસે થતી બૈલૂન સફારી મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કરે છે. જો તમે ગુજરાતમાં ફરવાલાયક સારા સ્થળની શોધમાં છો તો કાંકરિયા તળાવ એક સારો વિકલ્પ છે.

૨. ગુજરાતનું મુખ્ય આકર્ષણનું સ્થળ કરછનું રણ

કરછ નું રણ એ ગુજરાતમાં ફરવાલાયક સૌથી સારા સ્થળોમાંનું એક છે. તમને જણાવી દઈએ કે કરછનું રણ ગુજરાતના કચ્છ શહેર માં ઉતર તથા પૂર્વમાં ફેલાયેલું છે અને વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ છે. જ્યારે તમે અહી ફરવા માટે જશો ત્યારે તેની સુંદરતાને જોઈને તમે ખુબજ આકર્ષિત થશો. જો તમે ગુજરાત ફરવા માટે જઈ રહ્યા હોય તો તમારે એકવાર કરછ જરૂર જવું જોઈએ, કેમ કે તેના વગર તમારો ગુજરાતનો પ્રવાસ અધૂરો છે. કરછનું રણ એક વિશાળ ક્ષેત્ર છે, જે થાર ના રણનો જ એક ભાગ છે. કરછના રણ નો મોટો ભાગ ગુજરાત રાજ્ય મા જ છે. જ્યારે તેનો કેટલીક ભાગ પાકિસ્તાનમાં પણ છે.

૩ ગુજરાતનું પ્રખ્યાત તીર્થ સ્થળ સોમનાથ –

સોમનાથ ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળો માંથી એક છે અને ફરવા માટે એક ખૂબ જ સારી જગ્યા છે. આ સ્થળ ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગ માનું એક છે. આ એક એવું શહેર છે, જે પૌરાણિક કથાઓ થી ઘેરાયેલું છે. સોમનાથ મંદિરોનુ શહેર છે જ્યાં ધર્મની મજબૂત સુગંધ છે. તમને જણાવી દઈએ કે અહીંના પ્રવાસ સાથે પણ ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. મંદિરો ઉપરાંત સોમનાથમાં સમુદ્રી કિનારો, સંગ્રહાલય અને બીજા આકર્ષણો પણ છે.

સોમનાથ મંદિર અને સોમનાથ સમુદ્ર અહી ફરવાની સૌથી સારી જગ્યાઓમાંથી એક છે. સોમનાથ ના મુખ્ય મંદિરોમાં ગીતા મંદિર, બાલુખા તીર્થ, કામનાથ મહાદેવ મંદિર અને સોમનાથ સંગ્રહાલય વગેરેનો સમાવેશ થાય છે. સોમનાથ ગુજરાતમાં ફરવાલાયક સૌથી સારા સ્થળો માનું એક છે. જો તમે ગુજરાત રાજ્યના પ્રવાસના સ્થળોની મુસાફરી કરવા જઈ રહ્યા છો તો તમારે સોમનાથ જરૂર જવું જોઈએ.

૪ ગુજરાતમાં ફરવા માટે પ્રખ્યાત સ્થળ ગીર નેશનલ પાર્ક –

ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં ફરવાની સૌથી સારી જગ્યાઓમાં એક છે. તમને જણાવી દઇએ કે આ એક વન્યજીવ અભયારણ્ય છે જેની સ્થાપનાનું મુખ્ય કારણ એશિયાઈ સિંહોનું રક્ષણ કરવાનું હતું. જણાવી દઈએ કે ગીર નેશનલ પાર્ક ને સાસણ ગીર નેશનલ પાર્ક ના નામે પણ જાણીતું છે. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં તાલાળા ગીર પાસે આવેલું છે. સરકારના વન વિભાગ, વન્યજીવ કાર્યકર્તાઓ અને એનજીઓ ના સહયોગથી ગીર નેશનલ પાર્કની વનસ્પતિઓ અને પ્રાણીઓને સરક્ષિત કરવામાં ખૂબ મદદ મળી છે. ગીર નેશનલ પાર્ક ને ૧૯૬૫માં સ્થાપવામાં આવ્યું હતું. જો તમે ગુજરાતમાં ફરવાલાયક સ્થળ ની શોધમાં છો તો તમારે એકવાર ગીર નેશનલ પાર્ક ફરવા માટે જરૂર જવું જોઈએ.

૫ ગુજરાતમાં પ્રખ્યાત ફરવાલાયક સ્થળ લક્ષ્મી વિલાસ પેલેસ –

લક્ષ્મી વિલાસ પેલેસ ભારતની સૌથી ભવ્ય રચના માનું એક છે. આ પેલેસ ગુજરાતમાં ફરવાલાયક સ્થળો માનું એક છે. લક્ષ્મી વિલાસ પેલેસ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું ખાનગી નિવાસસ્થાન હતું. આ મહેલ લગભગ 500 એકરના ક્ષેત્રમાં ફેલાયેલું છે, આ હજુ પણ વડોદરાના ગાયકવાડ ના શાહી પરિવારનું ઘર છે. અહી મહેલની પાસે આવેલ લીલાછમ બગીચા તેને વધુ આકર્ષિત બનાવે છે. અહી આવેલા પ્રવાસીઓ ક્યારેક ક્યારેક વાંદરાઓ અને મોરને જોઈ શકે છે.

અહી મેદાનમાં ગોલ્ફ કોષ પણ શામેલ છે. ઘણા સમય પહેલા એક નાનું પ્રાણીસંગ્રહાલય પણ આ ક્ષેત્રનો એક ભાગ હતો. જેમાંથી એક તળાવ બચેલું છે જેમાં કેટલીક મગરો મળી આવે છે. લક્ષ્મી વિલાસ પેલેસ નું નિર્માણ વર્ષ ૧૮૯૦ માં થયું હતું અને તેને પૂર્ણ થતાં લગભગ બર વર્ષ લાગ્યા હતા. તે સમયે આ મહેલ બનાવવાનો કુલ કિંમત  £180,000 હતો. તમે ગુજરાતમાં કોઈ આકર્ષક સ્થળે ફરવા માટે જવા માંગો છો તો લક્ષ્મી વિલાસ પેલેસ એક ઉત્તમ વિકલ્પ છે.

૬ ગુજરાતમાં બાળકોને ફરવાલાયક સારું સ્થળ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય –

જામનગરથી ૧૦ કિમી દૂર આવેલું ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ગુજરાતમાં ફરવાલાયક સારા સ્થળોમાંનું એક છે. તને જણાવી દઈએ કે આ અભયારણ્ય માં ૩૦૦ થી વધુ પ્રકારના પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્ય  વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ અભયારણ્ય તાજુ પાણી અને સમુદ્ર ની હાજરીને લીધે પક્ષીઓને આકર્ષિત કરે છે. મીઠા પાણીના તળાવો, ખારા પથારી, મેન્ગ્રુવ પ્રવાસી પક્ષીઓ ની જરૂરિયાત છે, જે અહી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્ય વર્ષ ૧૯૮૨માં બધા પ્રકારના પક્ષીઓ માટે એક સુરક્ષિત આશ્રયસ્થાન જાહેર કરાયું હતુ. જો તમે પક્ષી કે પ્રકૃતિ પ્રેમી છો તો તમારે આ પક્ષી અભ્યારણ્ય માં ફરવા માટે જરૂર જવું જોઈએ.

૭ ગુજરાતમાં મિત્રો સાથે ફરવાલાયક સ્થળ પોરબંદરનો કિનારો –

પોરબંદરના કિનારાને લોકપ્રિય રૂપે ચોપાટી રૂપે પણ જાણવામાં આવે છે. પોરબંદરનો સમુદ્ર કિનારો ભારતમાં સૌથી વધારે ફરવાલાયક સમુદ્ર કિનારા માંથી એક છે જે પોરબંદરમાં આવેલ છે. આ સ્થળે તમે તમારા પરિવાર સાથે મુસાફરી કરી શકો છો અને ખૂબ મજા કરી શકો છો. બાળકો અહી સ્કેટિંગ રીંગ ની મજા માણી શકે છે. અહી સમુદ્ર કિનારે એક હુજૂર પેલેસ આવેલું છે, જે અહી આવનારા પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. ગુજરાતનું મહત્વ બંદર અહી આવેલું છે અને રાજ્યના વ્યવસાયિક વિકાસમાં સમુદ્ર કિનારો ખૂબ જ ઉપયોગી છે. જો તમે ગુજરાતમાં ફરવાલાયક કોઈ શાંતિપૂર્ણ સ્થળની શોધ માં છો તો તમારે પોરબંદર માં કિનારે ફરવા માટે જરૂર જવું જોઈએ.

૮ ગુજરાતમાં પ્રવાસ સ્થળ મરીન નેશનલ પાર્ક –

મરીન નેશનલ પાર્કએ ગુજરાતમાં સ્થિર પ્રકારનો પહેલો પાર્ક છે. આ નેશનલ પાર્ક ગુજરાતમાં ફરવા માટે એક સારું સ્થળ છે. મરીન નેશનલ પાર્ક વિશાળ જગ્યામાં ફેલાયેલું છે અને આ ગુજરાત રાજ્યમાં પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ નેશનલ પાર્ક માં પ્રવાસીઓ શિયાળ, જંગલી બિલાડી, લીલો સમુદ્રી કાચબો, સાહી ગરુડ, ફ્લેમિંગો અને અન્ય ઘણા વન્ય જીવો ને જોઈ શકાય છે. આ ઉદ્યાન પક્ષી નિરીક્ષકો માટે સ્વર્ગ સમાન છે. અહી ઘણા પ્રકારના પક્ષીઓ પણ જોઈ શકાય છે.

૯ ગુજરાતના દર્શનીય સ્થળ જૂનાગઢ નો પ્રવાસ –

જૂનાગઢ ગુજરાત રાજ્ય નું મુખ્ય પ્રવાસ સ્થળો માંથી એક છે. રાજ્યની રિયાસ્તી રાજઘાની હોવાને લીધે આ ઘણા એતિહાસિક સ્મારકો નું કેન્દ્ર છે. જૂનાગઢ ગિરનારના પહાડો અને વિશ્વ પ્રસિદ્ધ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ની ખુબજ નજીક આવેલું છે. જૂનાગઢ ની મુસાફરે આવેલા પ્રવાસીઓ અહી શકરબાગ જુ વન્યજીવ સંગ્રહાલય, મહોબત મકબરા, ઉપરકોટ કિલ્લો, ગિરનાર ની ટોચ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જેવા પ્રવાસ સ્થળો ની મુલાકાત લઈ શકે છે. જે પણ પ્રવાસીઓ ગુજરાત રાજ્ય મા ફરવાનું સારું સ્થળ શોધી રહ્યા છે તેમને જૂનાગઢ ની મુલાકાત જરૂર લેવી જોઈએ.

૧૦ ગુજરાતનું આકર્ષિત સ્થળ સાપુતારા હિલ્સ સ્ટેશન –

પશ્ચિમ ઘાટમાં આવેલ સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લામાં એક વિચિત્ર નાનું હિલ્સ સ્ટેશન છે. જે તેના સુંદર લીલા જંગલો, પર્વતો અને ઘોઘ થી લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. સાપુતારા એ શહેરનું સૌથી પ્રિય પ્રવાસ સ્થળ છે. આ સ્થળ ઉપર  ઈકો પ્રેમીઓ, વન્યજીવ ઉત્સાહીઓ અને સાહસિક રમતોને પસંદ કરનારા લોકો માટે સ્વર્ગ સમાન છે.

આ ક્ષેત્ર મા આદિવાસી લોકો સાપો ની પૂજા કરે છે. આ જગ્યા શાનદાર ટ્રેકિંગ માર્ગ અને હરિયાળી થી ભરેલી છે. જ્યાં આવીને પ્રવાસીઓને એક અદ્ભુત શાંતિની પ્રાપ્તિ થાય છે. જો તમે ગુજરાતમાં ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારે સાપુતારાની મુલાકાત જરૂર લેવી જોઈએ.

૧૧ ગુજરાતનું મશહૂર ધાર્મિક સ્થળ દાંતા અંબાજી –

દાંતા અંબાજી ગુજરાતનું એક ખુબજ સુંદર પ્રવાસ સ્થળ છે જે તેના તીર્થાટન અને ધાર્મિક પ્રવાસ માટે જાણીતું છે. જણાવી દઈએ કે આ સ્થળ પર ઘણા સુંદર મંદિરો છે, જે તેની વાસ્તુ શિલ્પ થી મંત્રમુગ્ધ કરી દે છે. આ સ્થાન મુખ્ય રૂપે દેવી અંબા ની પૂજા સાથે જોડાયેલું છે, અને અંબા મંદિર જેવા વિવિધ મંદિરો તેની પૂજા સાથે સંકળાયેલ છે. આ સ્થાન માનવજાત ની ઉત્પત્તિ રૂપે માન્યતાઓ સાથે પૂજા ના સુંદર સ્થાનો સાથે જોડાયેલું છે.

આ સાથેજ આ સ્થળ દેવતાઓ અને પ્રકૃતિ વચ્ચે જોડાણ પણ દર્શાવે છે. અહી આવેલો ગબ્બર નો ડુંગર જે સીતા દેવીની પૌરાણિક કથા સાથે જોડાયેલ છે. ગબ્બર નો ડુંગર એક સુંદર પ્રવાસ સ્થળ છે જે ૯૯૯ સિડીની ટોચ પર આવેલું છે. અહી આવેલું કૈલાશ ડુંગર એક સુંદર સ્થળ છે જ્યાંથી પ્રવાસીઓ સૂર્યાસ્ત નો સુંદર દ્રશ્ય જોઈ શકે છે.

૧૨ ગુજરાતનું પ્રખ્યાત પ્રવાસ સ્થળ પાટણ –

પાટણ ગુજરાત રાજ્ય નું એક મુખ્ય પ્રવાસ સ્થળ છે જે રાણી ની વાવ માટે જાણીતું છે. રાણી ની વાવ ને યુનેસ્કો ની વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પાટણ ભારતનું એક નવું પ્રવાસ કેન્દ્ર છે જે દૂર દૂરથી પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. પાટણ મધ્ય યુગ કાળમાં લગભગ ૬૫૦ વર્ષો સુધી રાજ્યની રાજધાની રહી છે. પાટણ અને અહીંના લોકોમાં શીખવા અને વિકાસ માટે ખૂબજ સકારાત્મક દ્રષ્ટિકોણ છે. આ શહેર તેની સુંદરતાથી દરેકનું મન જીતી લે છે. પાટણનું તેનું એક ઐતિહાસિક અને ભૂતકાળ માં પૂરા તત્ત્વ વિદો ની શોધનું એક ભાગ રહ્યો છે.

પાટણમાં ઘણા મંદિરો, દરગાહ અને જૈન મંદિર પણ છે જો તમે ગુજરાતમાં કોઈ ધાર્મિક સ્થળ ની મુસાફરી કરવા માંગો છો તો તમારે પાટણને તમારા લીસ્ટ મા શામેલ કરવું જોઈએ.

૧૩ ગુજરાતમાં ફરવાલાયક સુંદર સ્થળ વડોદરા –

વડોદરા ગુજરાતમાં ફરવાલાયક એક ખુબજ સારું સ્થળ છે. તમને જણાવી દઈએ કે અહી તમે શાનદાર વાસ્તુ કળા ના ઘણા નમૂનાઓ જોઈ શકો છો. અહી વડોદરા મરાઠા નેતા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા નું એક અનુકુળ સ્મારક છે, જેમણે આ શહેર ને એક શેક્ષણિક, ઔદ્યોગિક અને વાણિજ્યક કેન્દ્ર બનાવવા માટે એક સપનું જોયું હતું. આ શહેર માં નવરાત્રીનો તહેવાર ખુબજ ધૂમધામથી મનાવવા માં આવે છે. ભારતનું કોઈ પણ શહેર નવરાત્રીનો તહેવાર આટલા ઉત્સાહ થી નથી મનાવતું જેટલું કે વડોદરા મનાવે છે. આ સાથેજ અહી આવેલું લક્ષ્મી વિલાસ પેલેસ મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત પણ વડોદરા મા બહુ બધા પૌરાણિક સ્મારકો આવેલા છે જેને તમે જોવા જઈ શકો છો.

૧૪ ગુજરાતનું પ્રવાસી સ્થળ ગાંધીનગર પર્યટન –

ગાંધીનગર ગુજરાત રાજ્ય ની રાજધાની છે અને એક પ્રવાસ સ્થળ પણ છે. ગાંધીનગર પ્રવાસીઓને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, સુંદર મંદિર અને શાંત વાતાવરણ પ્રદાન કરે છે. ગાંધીનગર મા આવેલું અક્ષરધામ મંદિર દેશના સૌથી સુંદર મંદિરો માનું એક છે. આ ઉપરાંત અહીંના બીજા આકર્ષણોમાં ચિલ્ડ્રન પાર્ક અને વિશિષ્ટ રૂપથી નિર્મિત એક સ્ટેપવેલ છે. ગાંધીનગરમાં હનુમાનજી મંદિર અને બ્રમ્હાણી મંદિર જેવા પવિત્ર ધાર્મિક સ્થળો પણ છે. ભલે આ મંદિરો વધુ પ્રખ્યાત નથી પરંતુ આ પ્રવાસીઓને શાનદાર અનુભવ આપે છે.

૧૫ ગુજરાતમાં જોવાલાયક પ્રખ્યાત સ્થળ ગિરનાર

ગિરનાર ગુજરાતમાં આવેલા લીલાછમ પહાડો છે. જે ગુજરાતના મુખ્ય પ્રવાસ સ્થળ માં શામેલ છે. આ સ્થળ ધાર્મિક ગતિવિધિઓ માટે એક કેન્દ્ર અને ટ્રેકર્સ માટે એક સ્વર્ગ સમાન છે. અહી પ્રવાસીઓ ટ્રેકિંગ કરી શકે છે અને પહાડોનું શાનદાર દ્રશ્ય જોઈ શકે છે. અહી દાતાર શિખર હિંદુઓ અને મુસ્લિમો બંને દ્વારા પવિત્ર માનવામાં આવે છે. આ ઉપરાંત અહી આવેલું નેમિનાથ મંદિર અને મેરવાસી મંદિર જેવા પવિત્ર મંદિર છે કે જૈન સમુદાયના મુખ્ય છે.

આ સ્થળનું એક બીજું મુખ્ય આકર્ષણ ગિરનાર પરિક્રમા મહોત્સવ છે. આ પરિક્રમા મહોત્સવ દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની વચ્ચે હોય છે. આ મેળામાં હિંદુ અને જૈન શ્રદ્ધાળુ ઓ, મોટી સંખ્યામાં એકત્રીત થાય છે. ગુજરાતનું ઉચ્ચતમ બિંદુ માઉન્ટ ગિરનાર 1069 મીટરની ઊંચાઈએ આવેલું છે.

૧૬ ગુજરાત પ્રવાસમાં ફરવાલાયક સ્થળ રાજકોટ –

રાજકોટ ગુજરાતનું એક નાનું પરંતુ મુખ્ય શહેર છે. રાજકોટ ગુજરાતમાં ફરવાલાયક સૌથી સારી જગ્યાઓમાં ની એક છે કેમ કે આ શહેર વાસ્તુકલા અને ઐતિહાસિક મહત્વના સ્થળોથી ભરેલું છે. તેના સ્થળો ઉપરાંત આ શહેર ઓટોમોબાઇલ ઉધોગ, હસ્તશિલ્પો ઉદ્યોગ અને કપડાં ઉદ્યોગ માટે એક જરૂરી કેન્દ્રના રૂપે પણ કાર્ય કરે છે. રાજકોટનું નામ ભારતના સૌથી સાફ શહેર માં શામિલ છે અને આ વિશ્વનું ૨૨ મુ સૌથી ઝડપથી વિકસીત થતું શહેર પણ છે. જો તમે એક વાસ્તુશિલ્પ અને ઇતિહાસ પ્રેમી છો તો તમારે રાજકોટની મુસાફરી જરૂર કરવી જોઈએ.

૧૭ ગુજરાતનું જોવાલાયક સ્થળ ચાંપાનેર પાવાગઢ

વિશ્વમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની અભિજાત યાદીમાં સમાવેશ થવાને લીધે પુરાતત્વીય પાર્ક ગુજરાતમાં સૌથી વધારે જોવાતા સ્થળો માંથી એક છે. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક પોતાનામાં ઘણા બધા ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ રાખે છે. આ પાર્કમાં શાનદાર વાસ્તુશિલ્પ ના ઘણા ચમત્કાર રહેલા છે.જેમાં હિંદુ અને ઈસ્લામિક બંને ધર્મની ડીઝાઇન શામિલ છે. આ સ્થળની સૌથી ખાસ વાત એ છે કે પાવાગઢના પહાડને હિમાલય નો એક ભાગ માનવામાં આવે છે જેને મૂળરૂપે રામાયણ મહાકાવ્યમાં હનુમાન દ્વારા લંકા લઈ જવામાં આવ્યો હતો. તમારા હદયસ્પર્શી ઇતિહાસ ની સાથે આ સ્થળ ગુજરાતમાં ફરવા માટેની સૌથી સારા સ્થળો માનું એક છે.

મિત્રો આપ ને આપેલ માહિતી કેવી લાગી એ કોમેન્ટ કરી ને જરૂર જણાવજો અને 1 લાઈક અને શેર કરી ને દરેક સુધી જરૂર પોહચડજો 

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Comment