ગુજરાતમાં જામનગર ની કચોરી ખુબ જ પ્રખ્યાત છે, તો ચાલો આજે આપણે સૂકી કચોરી ની રેસિપી જાણીએ

સૂકી કચોરી એક લાજવાબ સુકો નાસ્તો છે જેમાં મેંદાનું બનેલું બહારનું પડ ખૂબ જ ક્રિસ્પી હોય છે અને અંદર મસાલાનું એક ચટપટું મિશ્રણ હોય છે. સામાન્ય કચોરી થી ઊલટું, તેની અમુક અઠવાડિયા થી લઈને મહિનાઓ સુધી રાખી શકાય છે અને તમે કોઈપણ સમયે તેને ખાઈ શકો છો.આ રેસિપીમાં સ્વાદિષ્ટ મસાલો બનાવવા માટે પીસેલા ગાંઠિયા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તમે તેના બદલે ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો.

 • પૂર્વ તૈયારીનો સમય: ૧૦ મિનિટ
 • રાંધવા નો સમય: ૩૫ મિનિટ
 • કેટલા લોકો માટે: ૧૬ કચોરી

બહારના ક્રિસ્પી પડ માટેની સામગ્રી:

 • ૧ ૧/૨ કપ મેંદો
 • ૩ ૧/૨ ચમચી તેલ
 • મીઠું

મસાલો બનાવવા માટે:

 • ૧/૨ પાપડી ગાંઠીયા કે સેવ કે શેકેલો ચણાનો લોટ
 • ૧/૨ ચમચી ખજૂર આમલીની ચટણી
 • ૧/૪ ચમચી હળદર પાવડર
 • ૧૧/૨ ચમચી લાલ મરચું પાવડર
 • ૧/૨ ચમચી ગરમ મસાલા પાવડર
 • ૧/૪ મરી, કરકરી પીસેલી
 • ૧/૨ ચમચી આમચૂર પાવડર
 • ૧ ચમચી તલ
 • ૧ ચમચી સૂકા ધાણા ના બીજ
 • ૧ ચમચી વરિયાળી
 • ૧/૨ ચમચી ખસખસ
 • ૧/૪ કપ કાજુ (મોટા મોટા ટુકડામાં કાપેલા)
 • ૧૦ – ૧૨ કિસમિસ
 • ૨ ચમચી બદામ (મોટા મોટા ટુકડામાં કાપેલી)
 • ૨ ચમચી દળેલી ખાંડ
 • મીઠું
 • ૧ ચમચી+ તળવા માટે

રીત:

 • ગાંઠીયા કે સેવને મિક્સરમાં કરકરું પીસી લો કે ચણાના લોટને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.

Image Source

 • એક કડાઈ માં મધ્યમ તાપે એક ચમચી તેલ ગરમ કરો. તેમા પીસેલા ગાંઠીયા, ખજૂર આમલીની ચટણી, ખાંડ અને મીઠું સિવાય મસાલા ની બધી જ સામગ્રી નાખો. 30 સેકન્ડ સુધી ધીમા તાપે શેકી લો.

Image Source

 • તેમા પીસેલા ગાંઠીયા, ખજૂર આમલીની ચટણી, ખાંડ અને મીઠું નાખો. સરખી રીતે ભેળવીને એક મિનિટ સુધી શેકી લો. ગેસ બંધ કરીને તેને ચાર થી પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો. કચોરી માટે સુકુ અને મસાલેદાર ભરવાનું મિશ્રણ તૈયાર છે.

Image Source

 • એક વાટકીમાં, મીઠું અને ૩૧/૨ ચમચી તેલ લો અને સરખી રીતે ભેળવી લો. જરૂરિયાત મુજબ ગરમ પાણી નાખો અને થોડો કઠણ પરંતુ નરમ લોટ બાંધી લો.

Image Source

 • લોટને ૧૬ સરખા ભાગમાં વહેંચી લો અને આ બધામાંથી એક લૂઓ બનાવી લો અને તેને પાટલી ઉપર રાખો. તેને ત્રણ ચાર ઇંચ વ્યાસવાળી નાની પૂરીના આકારમાં વણી લો.

Image Source

 • પુરી ની વચ્ચે એક બે ચમચી મિશ્રણ રાખો. મિશ્રણ ને ચારે બાજુ થી વીટાળીને તેને કિનારીથી બંધકરો અને દડાનો આકાર આપો.

Image Source

 • એક કડાઈમાં ધીમા તાપે તળવા માટે તેલ ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં પાંચ થી છ કાચા દડા નાખો અને ધીમા તાપે આછા ભૂરા રંગના થાય ત્યાં સુધી તળો. આ રીતે બધી કચોરી તળી લો.

Image Source

 • ક્રિસ્પી અને મસાલેદાર સૂકી કચોરી તૈયાર છે. તેને એમ જ કે લીલી ચટણી સાથે પીરસો. તમે તેને એક ડબ્બામાં પંદર દિવસ માટે ઓરડાના તાપમાને રાખી શકો છો.

Image Source

સલાહ અને વિવિધતા:

 • જો ગાંઠિયા ન હોય તો અડધો કપ શેકેલો ચણાનો લોટ લઈ શકો છો.
 • બહારના પડને ક્રિસ્પી બનાવવા માટે અને સરખી રીતે પકાવવા માટે કચોરીને.ધીમા તાપે તળો. મધ્યમ કે ઊંચા તાપે તળવાથી બહાર ના પડ પર પરપોટા બનશે અને અંદરથી કાચી રહેશે.
 • જો તમે ગાંઠિયા નો ઉપયોગ કરી રહ્યા હોય તો ધ્યાન રાખવું કે તેમાં પહેલેથી જ મીઠું હોય છે તેથી સ્ટેપ-૨ માં ખૂબ વધારે મીઠું ન નાખવું.
 • પીસેલી ખાંડ ના બદલે ગરમ પાણીમાં ૩ ચમચી ગોળ નાખો.

સ્વાદ: થોડું ગળ્યું, ક્રિસ્પી અને મસાલેદાર

પીરસવાની રીત:

સૂકી કચોરી એક સ્વાદિષ્ટ નાસ્તો છે જે કોઈ પણ મીઠાઈ સાથે કે લીલી ચટણી કે આમલીની ચટણી સાથે સારી લાગે છે

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *