શું તમે જાણો છો? તમે જે જીન્સ પહેરો છો તે પાણી દ્વારા તૈયાર કરવામાં આવે છે ! ગુજરાત કંપનીએ તૈયાર કર્યું ઇકો જીન્સ વધુ જાણો…

પાણીનો બરબાદ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે જિન્સને પહેરો છો તેની પાછળ કેટલો પાણીનો બગાડ થાય છે? એક જીન્સને તૈયાર કરવા માટે દોરાની સફાઈ, ડિઝાઈન મેકિંગ, રંગ ચડાવવો અને પ્રક્રિયાઓ દરમિયાન એટલું પાણી ખર્ચ થાય છે કે આ એક ઈકોલોજિકલ ડિઝાસ્ટર માટે પૂરતું છે. પાણીની બરબાદીની સમસ્યાથી નિપટવા માટે ગુજરાતની અરવિંદ લિમિટેડે વોટર રિસાઈકલિંગ પ્રક્રિયા અપનાવી છે.

65% વોટરફ્રી જીન્સ

2014 માં કંપનીએ લક્ષ્ય રાખ્યું હતું કે તે ફ્રેશ વોટરનો ઉપયોગ બિલકુલ નહીં કરે. આ પહેલમાં કંપની સફળ થઈ અને 65 ટકા લક્ષ્ય મેળવી ચૂકાયું છે. બાકીના 35% પાણી સૂએઝનું હોય છે.

100 % પાણીનું રિસાઈકલિંગ

અરવિંદ લિમિટેડ ફ્રેશ વોટરનો ઓછામાં ઓછો ઉપયોગ કરે છે. કંપનીએ આ માટે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે 100 ટકા પાણી રી-સાઈકલિંગ કરે છે. આ ઉપરાંત જીન્સ બનાવવા માટે આસપાસના વિસ્તારોના સૂએઝ પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

2025 સુધી વોટર ફ્રી જીન્સનું લક્ષ્ય

2025 સુધીમાં આ જીન્સ વેચાણ માટે તૈયાર થઈ જશે. કંપનીના સસ્ટેનિબિલિટી હેડ અભિષેક બંસલનું કહેવું છે કે ડેનિમ જિન્સની અગ્રણ્ય કંપનીઓ આ પહેલ પર વિચાર કરી રહી છે.

યુરોપના ગ્રાહકો વધારે જાગૃત

અભિષેક બંસલે કહ્યું કે આ મામલે ભારતની કંપનીઓ ખૂબ પાછળ છે. યુરોપમાં કંપનીઓ આ દિશામાં કામ કરી રહી છે. કારણકે અહીં ગ્રાહકની બ્રાન્ડથી આ રીતની આશા રાખી રહ્યું છે. ત્યાંના ગ્રાહક પણ ખૂબ જ જાગૃત છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *