👉આ ત્રણ વિદ્યાર્થીનાં👨‍🎓 નામથી તો ગુજરાતની શાન વધી ગઈ…શું તમે ઓળખો છો?

                વેકેશનનું મોજીલું માહોલ હવે ખતમ થાવા આવ્યું છે અને પરિણામોની સીઝન શરૂ થઈ ચૂકી છે. તો આજે સવારે આઠ વાગ્યે ગુજરાત બોર્ડ ધોરણ ૧૦નું  પરિણામ જાહેર થયું જેની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તો આપ સૌ જાણવા માટે આતુર હશો જ કે કોણ છે વર્ષ ૨૦૧૮નું ગુજરાત ટોપર…?

                વર્ષ ૨૦૧૭માં કુલ ૭ લાખ વિદ્યાર્થીઓ એ ધોરણ ૧૦ની પરિક્ષા આપી હતી અને આ વર્ષે કુલ ૧૧,૦૩,૮૫૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૫,૮૮,૧૯૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે તથા ૫,૨૮,૬૮૯ વિદ્યાર્થીઓ અસફળ રહ્યા છે. જો કે ગુજરાત બોર્ડનું ઓવરોલ પરિણામ ૬૭.૫૦% છે જે વર્ષ ૨૦૧૭નાં પરિણામ ૬૮.૨૪% કરતાં થોડું જ નીચું છે.

                વર્ષ ૨૦૧૮માં કુલ વિદ્યાર્થીઓમાંથી છોકરાઓની સંખ્યા ૬,૮૫,૪૮૨ હતી જેમાંથી ૩,૧૪,૫૧૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે છોકરીઓની કુલ સંખ્યા ૪,૧૮,૩૯૨ હતી, જેમાંથી ૨,૫૩,૬૮૨ છોકરીઓ પાસ થઈ છે. એટલે કે છોકરાઓનું પરિણામ ૪૫.૮૮% અને છોકરીઓનું પરિણામ ૬૦.૬૩% છે. છોકરાઓનું ઘટતું જતું પરિણામ ચિંતાનો વિષય છે.

1)

તો બીજી તરફ ટોપર લિસ્ટમાં પણ છોકરીઓએ બાજી મારી લીધી છે. અને એ ઝળહળતું પરિણામ છે આ વખતે ગુજરાત બોર્ડમાં ચમકી રહ્યું છે, એ પરિણામ છે ‘સાલની હિલ ઈશ્વરભાઈ’ – તેણીએ કુલ ૬૦૦ માર્ક્સ માંથી ૫૯૪ માર્ક્સ મેળવી સફળતાનું શિખર સર કર્યું છે.

2)

તથા ૯૯% સાથે ઉત્તિર્ણ થઈ છે. સાથે બીજો ક્રમાંક મેળવ્યો છે લાગણી ‘ક્રિશી હિમાંશુકુમારે’, તેણીએ પણ ૬૦૦ માંથી ૫૮૯ માર્ક્સ મેળવી, ૯૮.૧૬% સાથે સફળતા મેળવી છે.

3)

તથા ત્રીજા ક્રમે છે ‘હિન્ગ્રાજીયે પ્રિયલકુમાર જીતુભાઈ’ જેમણે ૬૦૦ માંથી ૫૮૬ માર્ક્સ મેળવી ૯૭.૬૬% સાથે ઉત્તિર્ણ થયા છે. આ ત્રણેય વિદ્યાર્થીઓને આ સિદ્ધિ મેળવવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ.

તથા જે વિદ્યાર્થીઓને સફળતા મળી છે તેઓની કારકિર્દી ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામનાઓ અને જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ નથી થયા એ વિદ્યાર્થીઓ માટે જિંદગીના નવાં દ્વાર જરૂરથી ખુલશે…

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *