લીલા મરચાનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે, તેના માટેની આ સરળ 10 કિચન હેક્સ જાણો

Image Source

લીલા મરચા ખાદ્યપદાર્થોનો સ્વાદ પણ વધારી શકે છે અને જો તેને દરેક રસોડાની જરૂરિયાત કહેવામાં આવે તો તે કઈ ખોટું નથી. હા, ઘણાં લોકો મરચું ઓછું ખાવાનું પસંદ કરે છે, પરંતુ છતાં પણ તેઓ સ્વાદ માટે લીલા મરચાનો ઉપયોગ કરી જ લે છે. જો તમને લીલા મરચા સંબંધિત કેટલીક સરળ રીતો વિશે કહેવામાં આવે તો તમને કેવું લાગશે? આજે અમે તમને એવા જ હેક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ભોજન બનાવવા, ખાવા, લીલા મરચાને સ્ટોર કરતી વખતે, કાપવા અને ખરીદતી વખતે કાળજી લેવા સાથે સંબંધિત છે અને આવા કેટલાક હેક્સ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે

Image Source

૧. મરચુ કાપતી વખતે તમારા હાથમાં બળતરા થશે નહીં:

ઘણીવાર તમે જોયું જ હશે કે જો તમારે વધારે મરચાં કાપવા પડે તો હાથમાં બળતરા થવા લાગે છે અને ઘણા લોકોને તેનાથી દિવસભર સમસ્યા રહે છે. તેને રોકવા માટે તમે ફક્ત એક જ સરળ ઉપાય અજમાવી શકો છો, કે મરચા કાપતા પહેલા તમારા હાથમાં થોડું તેલ લગાવો. તે કોઈપણ તેલ લગાવી શકો છે અને તે ખૂબ વધારે લગાવવાનું નથી પરંતુ માત્ર થોડું લગાવવાનું છે. તમારી ત્વચા તેને ટૂંક સમયમાં શોષી લેશે. તેનાથી મરચાના કેપ્સાસીન સંયોજનથી રાહત મળે છે અને મરચાથી થતી બળતરા બંધ થઈ જાય છે.

Image Source

૨. મરચાને શેકીને ખાઓ:

તમે લીલા મરચાને સીધા ૧૦-૨૦ સેકન્ડ ગેસ પર રાખી શેકી શકો છો. જો તેમ કરો છો, તો મરચાનો સ્વાદ વધારે સારો આવે છે. તમે ઇચ્છો, તો તેને કોઈપણ પ્રકારના લીલા મરચા સાથે અજમાવી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે તેને ધીમા તાપે થોડી સેકન્ડ માટે કરવાનું છે કારણ કે જો તમે તાપ વધારશો તો તે બળી શકે છે. તેને થોડીક સેકન્ડ શેકવાથી બળવાની ગંધ પણ આવતી નથી, પરંતુ ભોજનમાં તેનો સ્વાદ ખૂબ સારો આવે છે. તે શેકેલા ટમેટાની જેમ જ તેનો સ્વાદ બદલી નાખશે.

Image Source

૩.ત્વરિત લીલા મરચાંનું અથાણું:

જો તમારા ઘરમાં ભોજનની સાથે અથાણું ખાવાની પરંપરા છે તો તમે ત્વરિત મરચાનું અથાણું પણ બનાવી શકો છો-

૧૦૦ ગ્રામ લીલુ મરચું, ૨ ચમચી સરસવનું તેલ, ૧ ચપટી હિંગ, ૧/૪ ચમચી સરસવના દાણા, ૧ ચમચી લાલ મરચું પાવડર, ૧ ચમચી લીલા ધાણા પાવડર, ૧ ચમચી હળદર, ૧ ચમચી શેકેલા જીરુંનો પાવડર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી વરિયાળીનો પાઉડર, ૧/૪ ચમચી મરી, ૧/૨ ચમચી સંચળ, ૧ ચમચી આમચૂર પાવડર, ૧ ચમચી શેકેલા તલ.

સૌ પ્રથમ લીલા મરચાને સાફ કરીને વચ્ચેથી કાપી લો. હવે તમે એક વાસણ ગરમ કરી અને તેમાં સરસવનું તેલ ઉમેરો. જ્યારે સરસવનું તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં હીંગ ઉમેરો. ત્યારબાદ સરસવના દાણા નાખી લીલું મરચું ઉમેરો. તેને ૨ મિનિટ સુધી શેકીને તેમાં બધા સુકા મસાલા ઉમેરો. આ બધાને સરખી રીતે મિક્સ કર્યા પછી તમારે તેને બે મિનિટ સુધી ઢાંકીને ધીમા તાપે પકાવવાનું છે. ત્યારબાદ તમે તેને ગરમાગરમ અથવા ઠંડુ જેવી રીતે ઈચ્છો તેમ ખાઈ શકો છો.

Image Source

૪. લીલા મરચાને મહિનાઓ સુધી આવી રીતે સંગ્રહ કરો:

સૌ પ્રથમ તમે લીલા મરચાની દાંડી કાઢીને તેને ધોઈને સારી રીતે સુકવી લો અને પછી કરકરુ પીસીને તેને કોઈ ટ્રે મા ક્લિંગ ફિલ્મ કે નોર્મલ બટર પેપર ઉપર નાના નાના કદમાં રાખી દો. ત્યારબાદ ઉપરથી પોલીથીન અથવા બટરપેપર ઢાંકીને થોડા કલાક ફ્રીઝરમા રાખો અને પછી તેને સામાન્ય હવાચુસ્ત બરણીમાં ફ્રીજમાં સંગ્રહ કરો.

Image Source

૫. આ સુકા મરચાનો ઉપયોગ કરો:

જો તમારું મરચુ સુકાઈ ગયું હોય તો તમે તેનાથી ચીલી પાવડર બનાવી શકો છો જે પાસ્તા, મેગી વગેરેમાં ખૂબ કામ આવશે. તેને દાંડી કાઢીને તમે તેને સરખી રીતે પીસી લો. આ પાવડર તમારી ઘણી નવી વાનગીઓને ચટાકેદાર બનાવવાનું કામ કરી શકે છે. ખાસકરીને સૂપ, પાસ્તા, મેગી, બર્ગર જેવી વસ્તુઓ માટે તે ખૂબ સારું બની શકે છે.

Image Source

૬. સિરકા વાળુ મરચુ:

જે રીતે સિરકા વાળા કાંદા ખૂબ સારા લાગે છે તેવી જ રીતે સિરકા વાળા મરચાનો સ્વાદ પણ ખૂબ સારો હોય છે. તમે ફક્ત એક વાસણમાં થોડા ગરમ મસાલા સૂકા શેકો જેમકે ૩-૪ કાળા મરી , એક તમાલપત્ર વગેરે. તેમાં થોડું પાણી નાખીને તેને ઉકાળી લો. તેને ચાળીને લીલા મરચા પર નાખો અને ઉપરથી ૧ કપ સિરકો નાખી હવાચુસ્ત બરણીમાં બંધ કરી ૨૪ કલાક માટે તેમજ રેહવા દો. આ રીત તમે સિરકા વાળા કાંદા માટે પણ ટ્રાઈ કરી શકો છો. તેનાથી ફ્લેવર અને સ્વાદ ખૂબ સારો આવશે.

Image Source

૭. ચિલી ફ્રાઈ:

તમે સૌથી પહેલા તમારા લીલા મરચાને સાફ કરો અને પછી થોડા તેલ સાથે વચ્ચેથી ચીરો પાડી તેને ફ્રાઈ કરો. આ પ્રક્રિયામાં ફક્ત ૨ મિનિટ લાગશે અને ત્યારબાદ તમે તેને લીંબુ અથવા મીઠાની સાથે ખાઈ શકો છો.

Image Source

૮. શાકભાજીમાં સ્લાઈસ કરેલ લીલુ મરચુ નાખો:

ઘણા લોકોને તે સમસ્યા હોય છે કે શાકભાજીમાં ખૂબ નાના-નાના મરચા કાપીને નાખે છે અને જો તે વધારે તીખું થઈ ચૂક્યું હોય તો પણ તેને સહેલાઈથી શાકભાજીમાંથી કાઢી શકે છે.

Image Source

૯. હંમેશા મરચાનો તેની દાંડી કાઢીને જ સંગ્રહ કરો:

મરચાને સંગ્રહ કરવાનો આપણો ઉદ્દેશ એ હોય છે કે લાંબા સમય સુધી સારા રહે અને તેના માટે તમને એક નાની ટિપ્સ કામ આવી શકે છે. તમારે માત્ર એ કરવાનું છે કે મરચાની દાંડી કાઢીને જ તેને સંગ્રહ કરો. આ રીત લાંબા સમય સુધી તેને તાજી રાખી શકાય છે.

Image Source

૧૦. લીલુ મરચુ ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખો:

લીલુ મરચુ ખરીદતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે જો મરચામાં કોઈપણ જગ્યાએ બ્રાઉન સ્પોટ દેખાય અથવા તેમાં કરચલી દેખાય તો તે તાજા નથી અને તમે તેને ખરીદો નહિ.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય, તો તેને શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે તમારી ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “લીલા મરચાનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે, તેના માટેની આ સરળ 10 કિચન હેક્સ જાણો”

Leave a Comment