ફોટોનો જબરો શોખ છે આ છોકરાને – બધા ફોટા મોટા સેલિબ્રિટીઓ સાથે જ હોય છે – જરા અંદર ફોટો ખોલીને તો જુઓ…

ભાઈબંધ – દોસ્ત – ફ્રેન્ડ ગમે તે કહો. પણ આ યુવાનની તોલે દોસ્તીમાં કોઈ ન આવે. કારણ કે આ યુવાનના બધા ફ્રેન્ડ કોઈ સામાન્ય માણસ નથી. મોટી સેલીબ્રીટીઓ સાથે તેના સંપર્ક છે. એમ, આ સંપર્કને વધુ મજબૂત બનાવતું એક કારણ છે – “ફોટો ક્લિક કરવાનો શોખ” છે. જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું.

ચાલો, આજના આર્ટીકલમાં તમને લઈ જાય એક એવા યુવાન પાસે જેના શોખને આખી દુનિયા સલામ કરે છે.

ફોટાની વાત કરીએ તો, નામી સેલીબ્રીટી સાથે પર્સનલી ફોટા ક્લિક કરવાનો શોખ હોય તેવા ઘણા લોકો હોય છે. એવી રીતે એક યુવાન એવો છે જેને બધા ફોટોમાં વચ્ચે આવવું વધુ પસંદ આવે છે. કોઇપણ સેલીબ્રીટી સાથે એ ફોટો ક્લિક કરવામાં શરમાતો નથી. ઉપરાંત તેના પોઝીટીવ એટીટ્યુડને કારણે ઘણા લોકોના દિલ જીતી લીધા છે.

આપણને જે સપના આવતા હોય તેવું એ રીયલ લાઈફમાં કરે છે. બોલીવૂડની બ્યુટીફૂલ અભિનેત્રી અને મોડેલો સાથે પણ તેને બિન્દાસ્ત ફોટો ક્લિક કરાવેલા છે. ઇનસ્ટાગ્રામમાં “Unseen Friend” એકાઉન્ટ નામનો આ છોકરો સેલિબ્રિટી સાથે જીવવાના સપનાને રીયલ લાઈફમાં પણ માણી રહ્યો છે. આ એકાઉન્ટનો એડમીન તે પોતે જ છે. સાથે સેલિબ્રિટીઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી વાર જોવા મળે છે. આ યુવાન છોકરાના પ્રોફાઇલની એકાઉન્ટની વિઝીટ લેવામાં આવે તો મોટાભાગના ફોટો સેલિબ્રિટીઓ સાથે લીધેલા જોવા મળશે.

તમે પણ ફોટોને ધ્યાનથી તપાસો તો ખબર પડશે. આ છોકરો ફોટામાં ક્યાયને ક્યાય તો દેખાતો જોવા મળશે જ. જેવા ફોટો ક્લિક કરે કે તરત જ પ્રોફાઈલ પર પોસ્ટ કરવામાં આ યુવાન માસ્ટર છે. ઘણા સેલિબ્રિટી સાથે તેના ફોટો છે જે તમે અહીં જોઈ શકો છો.

જુઓ, આ તસવીરો જે ઉપર લખેલ વાતને સાચી ગણવવામાં મદદ કરશે. ફોટોશોપ અને ફોટાના અદ્દભુત શોખ રાખનાર આ વ્યક્તિને નિહાળીએ તસવીરમાં…,

(૧) રહેના હૈ તેરે ઘર મેં

આ તસવીરમાં પણ આ યુવાન પાછળ ખૂણામાં નજરે પડે છે. પણ ખૂણો મહત્વનો નથી, તસવીરમાં આવવું એ મહત્વનું છે!!!

(૨) કવર શૂટ

નાના લેવલની નહીં પણ બોલીવૂડમાં મોટું નામ ધરાવનાર જેકલીન સાથે કવર ફોટો શૂટમાં પણ આ યુવાન નજરે પડે છે. જેકલીન ભલે હોટ લૂકમાં દેખાતી હોય પણ આપણા ભાઈ પણ કાંઈ કમ નથી!!

(૩) ઓલોમ્પિક ગેમ્સની તૈયારી વખતે

રમતમાં જીત મળે કે હાર એ તો પછીની વાત છે પણ રમવું જરૂરી છે. એવી રીતે આ યુવાન આ તસવીરમાં ખુદની એનર્જી બીજાને આપતો હોય એ રીતે નજરે પડે છે. દમ લગાઓ….દમ..

(૪)  બર્થડે અને દિવાળીનું પ્રિ-સેલિબ્રેશન

આ તસવીરમાં જેટલી પણ સેલિબ્રિટી દેખાય છે એ બધા આ યુવકના ખાસ મિત્રો છે. એટલે તો ફોટોના આશિક બધા સાથે પાર્ટી વખતે અને દિવાળી સેલિબ્રેશન વખતે પણ હાજર રહ્યા હતા. તસવીરમાં બધા અનલિમિટેડ એન્જોય કરતા જોવા મળે છે.

(૫) મેરા ચાંદ કબ આયેગા??

વિરાટ અને અનુષ્કાને એમ છે કે માત્ર અમે બંને જ ફોટો ક્લિક કરાવી રહ્યા છીએ. પણ જ્યાં સુધી પાછળ બેઠેલ યુવાન હાજર હોય ત્યાં સુધી આ વિચાર પૂર્ણ થાય ખરો!! એક તસવીરમાં ત્રણ વ્યક્તિઓનો જબરદસ્ત પોઝ આવી ગયો છે.

(૬) લ્યુડો ગેમ રમી લીધા પછીની તસવીર

લ્યો કરો વાત!! આ નવાબના ચહેરા પર ગેમ રમી લીધા પછીની હાર નજરે પડે છે. કારણ કે ફ્રી ટાઈમ મળે તો કંઈક તો કરવું ને..પણ ફોલો ક્લિક કરવાનું ભૂલવાનું નહીં.

(૭) રણવીર સિંહ અને દીપિકાની લગ્ન રશમમાં પણ દેખાયો આ યુવાન

આઉટડોર તો ઠીક પણ દીપિકા અને રણવીરના શાહી લગ્નમાં પણ વચ્ચે ઘુસી ગયા છે. એ દરમિયાનની તસવીર પણ તમે જોવો. છે ને, બિન્દાસ્ત મોજ કરતો હોય એવો ફોટો.

(૮) ઓહ!! આપણે બચી ગયા

સલમાન સાથે ફોટો ક્લિક કરાવવો હતો પણ સલમાનભાઈ તો છે ખતરો કે ખિલાડી. હદયના ધબકારા વધી ગયા ફોટો ક્લિક કરવાના ચક્કરમાં..

(૯) સચિન તેંડુંલકર સાથે હોય તો ઘરમાં પણ હેલ્મેટ પહેરવું પડે..

માત્ર બોલીવૂડ જ નહીં પણ ક્રિકેટમાં પણ યુવાનને દિલચસ્પી લાગે છે. આ ફોટો ધ્યાનથી જોવો એટલે ખબર પડી જશે. સચિન સાથે આ યુવાન હેલ્મેટ પહેરીને બેઠેલો નજરે પડે છે.

(૧૦) wowww!! યે હૈ ઓટોવાલા

દીપિકા સાથેના આ ફોટોમાં તમને એ યુવાન દેખાય છે. પણ ઓટો કોણ ચલાવે છે એ નક્કી કરવું મુશ્કેલ છે. એટલે તો ભાઈ આટલા સીરીયસ મૂડમાં છે.

આ ટોપ ૧૦ એવી તસવીર છે જે ફોટોના જબરા શોખને જાહેર કરે છે. ટીવી એડ હોય કે ક્રિકેટ મેચ, મુવી હોય કે આલ્બમ સોંગ એ કોઈ જ મહત્વ નથી. બસ, ફોટોમાં ક્યાંયને ક્યાંય મારો ફોટો આવવો જોઈએ. એવું અમે નહીં પણ આ યુવાનનું કામ દર્શાવે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *