ઓહ! કિચન માટેની જબરદસ્ત ટીપ્સ : આ 10+ ટીપ્સથી કિચનને હાઈજીન રાખો અને સાથે ડેકોરેટીવ પણ…

Image source

ઘર નાનું હોય કે મોટું પણ કિચન એક એવી જગ્યા છે જ્યાં સ્વાદની મહેક હોય છે. એટલા માટે કિચનને વ્યવસ્થિત રાખવું જરૂરી છે. વ્યવસ્થિત રાખવાની સાથે ડિઝાઈનર પણ બનાવી શકાય છે એ પણ અમુક આસન ટીપ્સથી! તો જાણીએ આજના આર્ટિકલમાં અદ્દભુત કિચન ડેકોર ટીપ્સ અને ખાસ કિચનને હાઈજીન રાખવા માટેની આસન ટીપ્સ..

અમે અહીં ડેકોરેટીવ કિચનના ફોટોઝ અપલોડ કર્યા છે જેનાથી તમને કિચનને કેવી રીતે ડીઝાઇન કરવું એ ખ્યાલ આવશે. એ સાથે એ પણ જાણી લઈએ કે કિચનને હાઈજીન રાખવા માટે ક્યાં પ્રકારના ગોલ્ડન રૂલ્સને ફોલો કરવા જોઈએ?

Image source

  • કિચન હાઈજીનના મામલામાં પહેલો રૂલ છે – હાથ ધોઈને જ કિચનમાં પ્રવેશ કરવો જોઈએ. હાથને સાફ કર્યા વગર કિચનમાં પ્રવેશ કરવાથી બેક્ટેરિયા ફેલાવવાની સંભાવના રહે છે. આ મામલામાં ડોકટરો વધુ જણાવતા કહે છે કે 25-30% બીમારી હાથ ન ધોવાને કારણે ફેલાય છે.

  • રસોઈને પૂરી રીતે પકાવવી એ પણ કિચન હાઈજીન રાખવાની અંદર જ આવે છે. ખાવાનું કાચું રહી જાય તો ફૂડ પોઈઝનીંગ થવાનું કારણ બની શકે છે.

  • અહીં એક બીજી વાત પણ ઘ્યાન રાખવા જેવી છે કે તૈયાર રસોઈને વારેવારે ગરમ કરીને ન પીરસવું જોઈએ. આવું કરવાથી ખોરાકમાં પોષ્ટિક તત્વોનું પ્રમાણ ઘટી જાય છે અને ખોરાક ખાવાલાયક રહતો નથી.

  • ફૂડને એવી રીતે મુકો જેનાથી જીવજંતુને સંપર્ક થાય નહીં અને એથી વિશેષ છે કે નિયમિત કિચનની સફાઈ થવી જરૂરી છે જેનાથી નાના જીવજંતુનું પ્રમાણ રહે નહીં.

  • બ્રેક ફાસ્ટ, ડીનર કે લંચ પછી તરત જ પ્લેટફોર્મને સાફ કરી લેવું જોઈએ. શક્ય હોય તો અઠવાડિયામાં એકવાર પ્લેટફોર્મને ગરમ પાણીમાં બેકિંગ સોડા ઉમેરી સાફ કરવું જોઈએ.

  • ખાદ્યચીજ બનાવવામાં આવતી વાસણ સામગ્રીને ઉપયોગ પછી સારી રીતે સાફ કરીને રાખવી જોઈએ. આપને વધુમાં એ પણ જણાવી દઈએ કે લાંબા સમય સુધી એ જ વાસણનો ઉપયોગ કરવાથી વાસણમાં ચોંટેલ અન્ય ખાદ્યચીજમાં બેક્ટેરિયા બને છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

  • કિચનમાં સૌથી વધુ વપરાતી ચીજ ચાકુ અને ખમણી હોય છે, જેની સારી રીતે અને એકવારના ઉપયોગ પછી તરત જ સફાઈ કરવી જરૂરી છે, જે તમને હાઈજીન કિચન રાખવામાં બહુ જ મદદ કરે છે.

  • નોન-વેજ બનાવ્યા પછી વાસણને સારી રીતે સાફ કરીને તેને તડકામાં સૂકવવા જોઈએ, જેથી વાસણમાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે. આ મુદ્દો પણ કિચનને હાઈજીન રાખવા માટે જરૂરી છે.

  • નિયમિત રીતે કિચનની અંદર વપરાતી કચરાપેટીને સાફ કરવી જોઈએ અને ખાસ તો સુકા અને ભીના કચરા માટે અલગ અલગ પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ કરવો જોઈએ. બહુ લાંબા સમય સુધી કચરાપેટીમાં કચરો ભરીને ન રાખવો જોઈએ.
  • રસોઈ બનાવ્યા પછી આસપાસની દીવાલો પર તેલ અને પાણીના છાંટા ઉડે છે, તો રસોઈ બની ગયા પછી તરત જ આસપાસની દીવાલોને સાફ કરી લેવી જોઈએ.

Image source

ફ્રીજમાં મુકેલ વસ્તુનો તરત જ ઉપયોગ ન કરો. મોટાભાગની ગૃહિણીઓ આ જ ભૂલ કરતી હોય છે અને પરિણામે કિચનમાંથી તૈયાર થતી રસોઈ ઘરના બીજા સભ્યો માંદગીમાં ધકેલાય છે.

એ સાથે જ અહીં અન્ય વાત એ પણ જાણવા જેવી છે કે ફ્રીજમાં જે વસ્તુને મુકવાની હોય તેને એર ટાઈટ ડબ્બાની અંદર મુકવી જોઈએ.

ખાસ કરીને કિચનની ગોઠવણ એવી રીતે હોવી જોઈએ જેનાથી દાળ-શાકના વઘારની ચિકાસને બહાર કાઢી શકાય અને કિચનને એકદમ હાઈજીન રાખી શકાય.

કિચનમાં ઉપયોગ કરવામાં આવતા કપડાના ટુકડા સાફ હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ. ખાસ કે વારેવારે એક જ કપડાને ધોઈને કિચનના ઉપયોગમાં ન લેવા જોઈએ.

કિચનને હાઈજીન રાખવા માટે નિયમિત રીતે એક એક વાસણની બહુ જ સારી રીતે સફાઈ કરી લેવી જોઈએ.

તો આ 15 ટીપ્સ એવી છે જે તમારા કિચનને એકદમ હાઈજીન રાખશે અને એથી વિશેષ માંદગીને દૂર રાખવામાં મદદ પણ કરશે. તો આ તમામ ટીપ્સને અત્યારે જ યાદ રાખી લો.

આશા છે કે ગૃહિણીઓને આજનો આર્ટિકલ ખુબ પસંદ આવ્યો હશે. તો આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

All Image Credit : merisaheli.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *