ઘરમાં નીકળેલા કોબ્રા પર દાદીની બહાદુરી પડી ભારે, આ જોઇને દરેક લોકો રહી ગયા દંગ

જો ભૂલથી પણ કોઈને સપનામાં સાપ દેખાઈ જાય તો તે બીકના માર્યા કંપી ઉઠે છે. જરા વિચારો, તમારી સામે કોબ્રા જેવો સૌથી ઝેહરીલો સાપ આવી જાય તો પછી તમે શું કરશો, લગભગ તો તમે બીકના માર્યા ભાગી જ જશો પરંતુ તેને પકડવાની કોશિશ તો ક્યારેય નહી કરો. સોશલ મીડિયા પર આ દિવસોમાં એક વિડીઓ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બુજુર્ગ મહિલા કોબ્રા જેવા ખતરનાક સાપની પુછડી પકડી તેને આરામથી દુર ફેંકી દે છે.

image source

આ વિડીઓને ટ્વીટર પર ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફીસ સુશાંત નંદાએ શેર કર્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સાફ નજર આવી રહ્યું છે કે એક બુજુર્ગ મહિલા રસ્સીની રીતે કોબ્રાને પકડી રહી છે અને તેને ઘસેટતી લઈ જઈ દુર ફેંકી દે છે. સુશાંત નંદાએ વિડીઓ શેર કરતા કેપ્શનમાં લખ્યું, દાદી, કોબ્રાના ઈલાજ માટે આ યોગ્ય રીત નથી.

સુશાંત નંદાએ આ વિડીઓ 26 મેં ના રોજ સવારે શેર કરી હતી, જેને અત્યાર સુધીમાં હઝારોથી પણ વધુ વ્યૂઅર્સ મળી ચુક્યા છે. સાથે જ હજારોથી પણ વધુ લાઈકસ અને હજારોથી પણ વધુ રી-ટ્વીટસ આવી ચુક્યા છે. જે આ વિડીઓ ને જોઈ રહ્યા છે તે દાદીની દિલેરી જોઈ હેરાન થઈ રહ્યા છે.

image source

આ વિડીઓને થોડા દિવસ પહેલા રેડિટ પર શેર કર્યો હતો, જ્યાંથી તેને ફેસબુક અને ટ્વીતર પર શેર કરવામાં આવી રહ્યો છે. આવો પહેલો વિડીયો નથી, આ પહેલા પણ એક વધુ વિડીયો વાયરલ થયો હતો, જ્યાં એક માણસને કોબ્રાને નવરાવતા જોવા મળ્યો હતો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment