પૌત્રને ભણાવતા હતા અને એવું બન્યું કે દાદા-દાદી ગુજરાતીની જેમ કરોડપતિ બની ગયા..

કોઈ શિક્ષક ભણાવતા-ભણાવતા અમીર બન્યા છે? નહીં ને..પરંતુ એક દાદીન ઈ કિસ્મત એવું ખુલી કે એ કરોડપતિ બની ગયા. ભણાવતા-ભણાવતા તે અમીર થઇ ગયા. ચાલો, જાણીએ આજના આર્ટીકલમાં આ વાત કે શું છે આખી કહાની? એવું તો શું બન્યું કે દીકરાના દીકરાને ભણાવતા-ભણાવતા દાદી પૈસાવાળા બની ગયા. તો આ આર્ટીકલને અંત સુધી વાંચજો જેથી તમે પણ આખી કહાની જાણવા મળે.

હમણાં 3 એપ્રિલના દિવસે કેનેડામાં રહેતા એક કપલે ૧૦ લાખ કેનેડાઈ ડોલર જીત્યા. એટલે કે ભારતીય કરન્સી મુજબ કહીએ તો ૫ કરોડ ૧૬ લાખ જેટલા રૂપિયા થાય. આટલી મોટી રકમ દાદીએ દીકરાના દીકરાને ભણાવતા-ભણાવતા જીતી હતી.

ઇનામ જીત્યા છે એ કપલનું નામ છે નિકોલ પેડનોલ્ટ અને રોજર લારોક. વાત એમ છે કે, આ દાદા-દાદી તેના છોકરાના છોકરાને હોમવર્ક કરાવી રહી હતી ત્યારે તેને ૨૦૧૮ના વેલેન્ટાઇન ડેના દિવસે ખરીદેલ એક લોટરીની ટીકીટ દેખાઈ, જે તેને વેલેન્ટાઇનના દિવસે ખરીદી હતી. આ લોટરીમાં કપલે ૧૦ લાખ કેનેડાઈ ડોલર જીત્યા હતા. આ જીતેલ પૈસાને લોટો-ક્યુબેક સંગઠને ૩ એપ્રિલના દિવસે કપલને આપ્યા હતા. લોટરીની ડેટ પૂરી થવાની થોડી જ વાર હતી કે લોટરીએ કિસ્મત ચમકાવી દીધા.

છોકરાને હોમવર્ક કરાવતા-કરાવતાં દાદા-દાદીને મળેલ લોટરીએ તેને કરોડપતિ બનાવી દીધા. આ આટલી મોટી રકમથી તે બંનેનું ગઢપણ પણ શાંતિથી અને સારી રીતે વિતાવી શકે છે. એટલે તો લોટરીની રકમ એવી રકમ બની કે દાદા-દાદીનું જીવન અને પાછળની છેલ્લી જિંદગી સુધરી ગઈ. આમ પણ કહેવાય છે ને કોઈ હાથમાંથી લઈ જાય પણ કિસ્મતમાંથી ન લઇ જાય. એટલે આ દાદા-દાદીને પણ એવું જ બન્યું કિસ્મતમાં કરોડપતિ થવાનું લખ્યું હતું અને એ થઈને જ રહ્યું.

ઉપરની તસવીરમાં તમે જોઈ શકો છો વૃદ્ધ કપલ તેના છોકરાના છોકરાને હોમવર્ક કરાવે છે અને એ જ ની:સ્વાર્થ ભાવને કારણે દાદા-દાદી કરોડપતિ બની ગયા. કુદરતની રચના બધી સેટ કરેલી જ હોય છે અને સમય આવે એટલે એ થયા વગર રહેતું નથી.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.


Author : Ravi Gohel

Leave a Comment