દાદીમા ના 11 રામબાણ ધરેલું ઉપચારો, જરૂર વાંચો – Part 2

ઘણીવાર ઘરના ઘરડાઓ પાસે થી બધી સમસ્યાઓ નો ઉપાય મળી જાય છે, જે રામબાણ નુસખા હોય છે. આમ જ કઈક નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, જેનો ઉપાય લાવવા માટે દાદીમા ના આ ૨૨ ઘરેલુ નુસ્ખા જ પૂરતા છે. જરૂર જાણો…. Part 2

1.પેશાબ માં બળતરા

તાજા કરેલા ને બારીક બારીક કાપી લો. ફરી તેને હાથોથી સરખી રીતે મસળી લો. કરેલા ના રસ ને સ્ટીલ કે કાચ માં વાસણ મા કાઢી લો. તેજ પાણી નો ૫૦ ગ્રામ નો ડોઝ બનાવી ને સવારે, બપોરે અને સાંજે પીવાથી પેશાબની બળતરા દૂર થઈ જાય છે.


Image by Kjerstin Michaela Noomi Sakura Gihle Martinsen Haraldsen from Pixabay

2. ફોલ્લીઓ

લીમડા ના કૂણાં કૂણાં પાન ને પીસીને ગાય ના માખણ માં પકવીને ફોડલી પર હળવા કપડાં ના આધારે બાંધવાથી ભયંકર, જૂના અને અસાધ્ય ફોડલીઓ પણ મટી જાય છે.


Image by Peggy und Marco Lachmann-Anke from Pixabay

3. માથાનો દુખાવો

સૂંઠ ને ખુબ જ બારીક પીસીને બકરી ના શુધ્ધ દૂધ મા ભેળવીને નાક દ્વારા વારંવાર ખેંચવાથી બધા પ્રકાર માં માથાના દુખાવામાં રાહત મળે છે.

4. પેશાબ માં ખાંડ

જાંબુ ની ગોટલી ને સૂકવીને તેને બારીક પીસી ને બારીક કપડાં થી ગાળી લો. દરરોજ ૩ વાર સવારે, બપોરે અને સાંજે તાજા પાણીની સાથે લેવાથી પેશાબ ની સાથે ખાંડ આવતી બંધ થઈ જાય છે. આ ઉપરાંત તાજા કરેલા નો રસ ૨ તોલા રોજ પીવાથી ઉપરોક્ત રોગ મા ફાયદો થાય છે.


Image by Kevin Amrulloh from Pixabay

5. મગજ ની નબળાઈ

મેહંદી ના બીજ ને બારીક પીસીને શુદ્ધ મધ સાથે ૩ વાર સવારે, બપોરે અને સાંજે લેવાથી મગજ ની નબળાઈ દૂર થાય છે અને યાદશક્તિ સારી થાય છે અને માથા નો દુખાવા માં પણ રાહત મળે છે.

6. આધાશીશી નો દુખાવો

૩ રતી કપૂર તથા મલીયાગીરી ચંદન ને ગુલાબ જળ સાથે ઘસીને નાક દ્વારા ખેંચવાથી આધાશીશી ના દુખાવામાં રાહત મળે છે.

7. લોહિયાળ જાડા

૨ તોલા જાંબુ ની ગોટલી ને તાજા પાણી સાથે પીસીને, ૪-૫ દિવસ સવારે ૧ ગ્લાસ પીવાથી લોહિયાળ જાડા બંધ થઈ જાય છે.તેમાં ખાંડ કે બીજી કોઈ વસ્તુ ઉમેરવી નહિ.

8. શરદી

૧ પાવ ગાય નું દૂધ ગરમ કરી ૧૨ દાણા મરી અને ૧ તોલા મિશ્રી ને પીસી ને દૂધ સાથે ભેળવીને સૂતી વખતે રાત્રે પી લો. ૫ દિવસ માં શરદી એકદમ સારી થઈ જશે અથવા ૧ તોલા મીશ્રી અને ૮ દાણા મરી તાજા પાણી માં પીસીને ચા ની જેમ પીઓ અને ૫ દિવસ સુધી નહાવું નહિ.

9. મંદાગ્નિ

આદુ ના નાના નાના ટુકડા કરી ને લીંબુ ના રસ સાથે ભેળવી ને તેમાં નામ માત્રા નું સિંધવ મીઠું નાખી ને કાચ ના વાસણ મા ભરી લો.૫-૭ ટુકડા રોજ ભોજન માં લેવાથી મંદાગ્નિ દૂર થાય છે.


Image by mohamed Hassan from Pixabay

10. પેટની વિકૃતિ

અજમા, મરી અને સિંધવ મીઠું આ ત્રણેને એક માં જ ભેળવીને ચૂર્ણ બનાવી લો. આ ત્રણે સરખી માત્રા મા હોવા જોઈએ. આ ચૂર્ણ ને રોજે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં ગરમ પાણી સાથે લેવાથી બધા પ્રકાર ની પેટની વિકૃતિ દૂર થાય છે.


Image by Thanantorn Sathuchat from Pixabay

11. જાડાપણુ દૂર કરવું

૧ લીંબુ નો રસ ૧ ગ્લાસ પાણી માં રોજે ભૂખ્યા પેટે પીવાથી જાડાપણુ દૂર થાય છે.આવું ૩ મહિના સુધી સતત કરવું જોઈએ. ઉનાળા અને ચોમાસાના દિવસો મા આ પ્રયોગ વિશેષ લાભદાયી છે.

ખાસ નોંધ : ઉપરોક્ત જણાવેલ દરેક ઈલાજ ઘરેલું ઈલાજ છે પરંતુ જરૂર લાગે તો ડોક્ટર ની સલાહ અચૂક લેવી 

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment