દાદીમા ના 11 રામબાણ ધરેલું ઉપચારો, જરૂર વાંચો – Part 1

ઘણીવાર ઘરના ઘરડાઓ પાસે થી બધી સમસ્યાઓ નો ઉપાય મળી જાય છે, જે રામબાણ નુસખા હોય છે. આમ જ કઈક નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, જેનો ઉપાય લાવવા માટે દાદીમા ના આ ૨૨ ઘરેલુ નુસ્ખા જ પૂરતા છે. જરૂર જાણો…. Part 1


Image by Ulrike Mai from Pixabay

1. કાનનો દુખાવો

કાંદા કાપીને તેના રસ ને કપડા વડે કાઢી લો. પછી તેને ગરમ કરી ને ૪ ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો દૂર થઈ જાય છે.


Image by Sammy-Williams from Pixabay

2. દાંત નો દુખાવો

હળદર અને સિંધવ મીઠાં ને પીસીને, તેને શુદ્ધ સરસવ ના તેલ મા ભેળવી ને સવાર સાંજ દાંત પર ઘસવાથી દાંત નો દુખાવો દૂર થાય છે.

3.દાંતો ના છિદ્રો

કપૂર ને બારીક પીસી ને દાંત પર આંગળી થી લગાવો અને તેને ઘસો. છિદ્રોને સારી રીતે સાફ કરી લો. પછી છિદ્રો નીચે કપૂર ને થોડી વાર દબાવીને રાખવાથી દાંતો નો દુખાવો ચોકકસ પણે દૂર થઈ જાય છે.


Image by RachelBostwick from Pixabay

4. બાળકોના પેટ ના કીડા

નાના બાળકો ના પેટ મા કીડા હોય તો સવાર અને સાંજે કાંદા ના રસ ને ગરમ કરી ૧ તોલું પીવાથી કીડા અવશ્ય મરી જાય છે. ધતુરા ના પાન નો રસ કાઢી તેને ગરમ કરીને ગુદા પર લગાવવાથી નાના કૃમિ થી રાહત મળે છે.

5. ગિલ્ટી નો દુખાવો

કાંદા કાપીને તેને ગરમ કરી લો. ત્યારબાદ ગૌમૂત્ર ભેળવીને નાના એવી ટીકરી બનાવી લો. તેને કપડાના આધારે ગીલ્ટી પર લગાવવાથી ગિલ્ટી નો દુખાવો તેમજ ગિલ્ટી દૂર થાય છે.

6. પેટના અળસિયા અને કીડા

એક મોટી ચમચી બિન ના પાન નો રસ અને મધ ને સરખી માત્રામાં ભેળવી ને સવાર, બપોર અને સાંજે પીવાથી અળસિયા અને કીડા ૪ – ૫ દિવસ માં પેટ ની બહાર નીકળી જાય છે.


Image by nguyen nghia from Pixabay

7. નાના બાળકો ના જાડા – ઊલટી

પાકેલા દાડમ ના કુનાકુના દાણા ના રસ ને ગરમ કરી સવારે, બપોરે અને સાંજે ૧-૧ચમચી પીવાથી બાળકો ની ઊલટી બંધ થઈ જાય છે.


Image by Renate Köppel from Pixabay

8. કબજિયાત દૂર કરવા માટે

એક મોટા કદ નું લીંબુ લઈ તેને કાપી ને આખી રાત ઝાકળ મા રહેવા દો. પછી સવારે એક ગ્લાસ ખાંડ ના શરબત માં એ લીંબુ ને નીચોવીને અને થોડી માત્રામાં સંચળ નાખીને પીવાથી કબજિયાત દૂર થાય છે.


Image by Bruce Emmerling from Pixabay

9. આગ થી દાઝી જાવ ત્યારે

કાચા બટાકા ને પીસી ને તેનો રસ કાઢી લો. ત્યારબાદ બળેલી જગ્યા પર તે રસ લગાવવાથી રાહત મળે છે. આ ઉપરાંત આમલી ની છાલ બાળી ને તેનું બારીક ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને ગાય ના માખણ માં ભેળવીને બળેલી જગ્યા પર લગાવવાથી રાહત મળે છે.

10. કાનની ફોલ્લી

લસણ ને સરસવ ના તેલ મા સાંતળી ને એ તેલ ના ૨-૨ ટીપાં સવાર, બપોર અને સાંજે કાનમાં નાખવાથી કાનની ફોલ્લી વહી જાય છે અથવા બેસી જાય છે અને દુખાવો દૂર થાય છે.


Image by Anastasia Gepp from Pixabay

11. કુકુર ખાંસી

ફટકડી ને લોઢી ઉપર શેકી ને બારીક બારીક પીસી લો. ત્યારબાદ ૩ રતી ફટકડી ના ચૂર્ણ માં સરખા ભાગે ખાંડ ભેળવીને સવારે, બપોરે અને સાંજે લેવાથી કૂકુર ખાંસી મટી જાય છે.

ખાસ નોંધ : ઉપરોક્ત જણાવેલ દરેક ઈલાજ ઘરેલું ઈલાજ છે પરંતુ જરૂર લાગે તો ડોક્ટર ની સલાહ અચૂક લેવી 

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment