હવે ગૂગલ મેપ બતાવશે કયા એરિયા માં છે કોવિડ ના દર્દી, ટ્રાવેલિંગ દરમિયાન મળશે રાહત..

કોવિડ-19 જેવી મહામારી સામે લડવા માટે ગૂગલ સતત ઘણા પ્રયત્ન કરી રહ્યું છે. હવે આ સમય માં કંપની ‘ કોવિડ લેયર’ નું નવું ફીચર જોડી રહી છે. ગૂગલ નું કહેવું છે કે આ ફીચર ની મદદ થી યુસર જે એરિયા માં ટ્રાવેલ કરશે ત્યાં કોવિડ ના દર્દી વિશે ની જાણકારી આપશે. એટલે કે તે એરિયા માં કોવિડ ના કેટલા કેસ છે તે વિશે જાણકારી આપશે.

Image Source

જોકે, ગૂગલ એ આ ફીચર ને રિલીસ કરવાની જાહેરાત ની તારીખ હજી સુધી કહી નથી. ગૂગલ એ ટ્વિટ કરી ને આ જાણકારી આપી છે. એવું માનવામાં આવે છે કે ગૂગલ એપ નું નવું અપડેટ એન્ડ્રોઇડ અને આઈઓએસ ના યુસર માટે આ સપ્તાહ માં મળી શકે છે.

આ રીતે કામ કરશે કોવિડ લેયર ફીચર

ગૂગલ એ તેના બ્લોગ પોસ્ટ માં કહ્યું છે કે ગૂગલ મૅપ પર જ્યારે યુસર મૅપ ઓપન કરશે, ત્યારે તેમને લેયર બટન માં COVID-19 INFO ફીચર મળશે. જેવુ જ તમે આ ફીચર પર જશો. આ મૅપ કોવિડ ની સ્થિતિ પ્રમાણે બદલાઈ જશે. તે ક્ષેત્ર પ્રતિ 1,00,000 લોકો પર સાત દિન ના પ્રમાણે સરેરાશ બતાવશે. અને તે પણ બતાવશે કે મામલા વધે છે કે ઘટે છે.

ગૂગલ તેમા કલર કોડિંગ ફીચર પણ જોડશે. જે યુસર ને એક એરિયા ના નવા કેસ ની ડેસ્ટીની તોડવામાં મદદ કરશે. ટ્રેન્ડિંગ મૅપ ડેટા તે બધા જ 220 દેશ અને ક્ષેત્ર નું કંટ્રી લેવલ બતાવશે, જે ગૂગલ મૅપ સપોર્ટ કરશે. સાથે જ શહેર, રાજ્ય અને દેશ પ્રમાણે પણ ડેટા ઉપલબ્ધ હશે.

ગૂગલ વિભિન્ન સોર્સ થી એક વિશેષ ક્ષેત્ર માં કોવિડ-19 ના કેસ નો ડેટા પ્રાપ્ત કરશે. જેમા જોન્સ હોકીનસ, વિકિપીડિયા, ન્યુયોર્ક ટાઇમ્સ પણ શામેલ થશે. આ સોર્સ સાર્વજનિક સ્વાસ્થ્ય સંગઠન જેવાં કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, સરકારી સ્વાસ્થ્ય મંત્રાલય, રાજ્ય અને સ્થાનીય સ્વાસ્થ્ય એજન્સિ અને હોસ્પિટલ થી ડેટા પ્રાપ્ત થશે.

દેશ માં કોવિડ-19 ની સ્થિતિ

Image Source

છેલ્લા 6 દિવસ થી કોરોના ના કેસ માં રાહત મળી છે. તે દરમિયાન નવા કેસ ના દર્દી જલ્દી થી સજા થઈ રહ્યા છે.

દેશ માં અત્યાર સુધી માં 57 લાખ 30 હજાર 184 કેસ આવી ચૂક્યા છે. 46 લાખ થી વધુ લોકો ઠીક થઈ ચૂક્યા છે. જ્યારે 91 હજાર થી વધુ ની મોત થઈ ગઈ છે. આ આકડા covid19india.org દ્વારા મળ્યા છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment