આ વર્ષે ગણેશ મહોત્સવ પર ભક્તો માટે Good News, આવી રીતે બચાવો પર્યાવરણ

Image Source

ગણેશ મહોત્સવના પવિત્ર અવસર પર ભક્તો ગણપતિ બાપ્પાને તેના ઘરે લાવે છે અને 10 દિવસ સુધી તેની પૂજા અર્ચના કરે છે.

ભક્તો માટે બાપ્પા ઘરે આવે તે સારા સમાચાર છે, તેમજ પર્યાવરણની ચિંતા કરનારા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. તમે વિચારતા હશો કે બાપ્પાના ઘરે આવવાના પર્યાવરણની ચિંતા કરનારા લોકો સાથે શું સંબંધ હોય? તમને જણાવી દઈએ કે આજથી 10 દિવસ પછી એટલે ચતુર્દશી તિથિએ જ્યારે ગણપતિની મૂર્તિનું વિસર્જન થશે, ત્યારે નદીઓના પાણીની સ્થિતિ કેવી હશે? આ મુંજવણ ખરેખર દર વર્ષે પર્યાવરણવીદો અને સરકારને રહે છે.

પરંતુ નાસિકના રહેવાસી 33 વર્ષીય તૃપ્તિ ગાયકવાડ તેના વિશે એક અલગ શરૂઆત કરી છે. ધ બેટરઇન્ડિયા ડોટ કોમની જાણ મુજબ, તૃપ્તિ છેલ્લા બે વર્ષથી તેની સંસ્થા સંપૂર્ણમના માધ્યમથી પધરાવવામાં આવેલ જૂની ફ્રેમો અને ખંડિત મૂર્તિઓને પાણીમાં જતી અટકાવી, તેનાથી ગરીબ બાળકો માટે રમકડા અને પક્ષીઓ માટે માળા વગેરે બનાવી રહી છે. તેણે તેના આ પ્રયાસથી અત્યાર સુધી લગભગ 2000 લોકોની મદદ કરી અને 10 હજાર ફ્રેમ પાણીમાં જતી બચાવી છે.

Image Source

તૃપ્તિ ગાયકવાડ તેના સંસ્થાના માધ્યમથી મૂર્તિઓની રિસાયકલનું કામ કરી રહી છે

તૃપ્તિ નું કહેવું છે કે, ” આપણી સંસ્કૃતિમાં વહેતા પાણીમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. પરંતુ આ ધારણા માટીની મૂર્તિઓ માટે હતી, જેને આપણે આધુનિક મૂર્તિઓ સાથે પણ જોડી દીધું. આજે ઘણા લોકો મૂર્તિઓની સાથે સાથે ફોટો ફ્રેમ ને પણ નદીમાં નાખવા લાગ્યા છે.”

કેવી રીતે શરૂઆત થઈ

વ્યવસાયે વકીલ તૃપ્તિએ વર્ષ 2019 માં એક વ્યક્તિને નદીમાં ભગવાનના ફોટો પધરાવતા રોક્યો, ત્યારબાદ તેને લાગ્યું કે જો સાચી રીતે સમજવામાં આવે, તો આપણે આવા ઘણા લોકોને રોકી શકીએ છીએ. તે કહે છે કે,” મે તેમને સમજાવ્યા કે તમે આ પેપર અને ફ્રેમના લાકડાને રિસાયકલ કરી શકો છો અને તે માની પણ ગયા. ત્યારે મને લાગ્યું કે જો આપણે, આ વસ્તુઓને રિસાયકલ કરવામાં લોકોની મદદ કરીએ, તો ઘણું સારું પરિણામ મળી શકે છે.”

તેણે તેમના મિત્રો સાથે આ વાત વિશે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મેસેજ મોકલ્યા. જેમાં એ માંગ કરવામાં આવી કે જેની પાસે પણ ખંડિત મૂર્તિઓ અને ફ્રેમ હોય તે અમને રિસાયકલ કરવા માટે આપો. 10 દિવસની અંદર તેમણે ઘણા લોકોનો સંપર્ક કર્યો. લોકો દ્વારા મળતા આ સામાનને તે ઘણી અલગ રીતે રિસાયકલ કરે છે.

Image Source

કેવી રીતે રિસાયકલ પ્રોસેસ થાય

ખંડિત મૂર્તિઓમાંથી પેહલા મશીન દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસને અલગ કરવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ નાના-નાના રમકડા બનાવવા માટે કરવામાં આવે છે. આ રમકડા ગરીબ બાળકોમાં વેચી દેવામાં આવે છે. ત્યારબાદ તેજ પ્લાસ્ટર ઓફ પેરિસમાં સિમેન્ટ ઉમેરી પ્લેટ બનાવવામાં આવે છે. જેને પક્ષીઓ માટે દાણા ચણવા અને પાણી પીવાના વાસણ રૂપે વાપરવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment