24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ – ભારતમાં માત્ર ત્રણ જગ્યાએ જ મળે છે

હવે, સેલિબ્રેશન માત્ર કેક કાપીને થાય એવું રહ્યું નથી. કારણ કે સેલિબ્રેશન માટે હવે બજારમાં મળે છે ‘સોનાનો આઈસ્ક્રીમ.’ આવું સાંભળીને ઘણાખરાને વિશ્વાસ આવે નહીં. પરંતુ આ એકદમ સાચી વાત છે. જો તમને ખુશી હદથી વધારે હોય તો તમે પણ ઓર્ડર કરી શકો છો ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ. “જૈસી ખુશી વૈસી પાર્ટી..”

ચાલો, જાણીએ આજના આર્ટીકલમાં એકદમ હટકે માહિતી. જે જાણીને તમે  પણ અચરજમાં પડી જશો. જી હા, હવે બજારમાં ઉપલબ્ધ છે સોનાનો આઈસ્ક્રીમ. આવું ઇન્ડીયન માર્કેટમાં પહેલીવાર નથી બન્યું કે, સોનાના વરખવાળી કોઈ આઇટેમ મળતી હોય. આ પહેલા પણ છોલે ભટુરે અને ઢોસાની ડીશ આ રીતે મળતી હતી. એ પછી હવે આઈસ્ક્રીમમાં પણ આ ટ્રેન્ડ આવી ગયો છે.

MAILMASTER __Subject: Travel section, Valentine’s DayTravel section, Valentine’s Day, Mithai On 2014-02-04, at 1:52 PM, Gutteridge, Adam wrote: Travel section, Valentine’s DayTravel section, Valentine’s Day, Mithai These are sweets from India prepared out of Milk products, sugar and aromatic ingredient dreamstime_l_4527058.jpg

આગળના સમયની વાત કરીએ તો જયારે સોના-ચાંદીના વરખવાળી આઈટેમને ખવાઈ કે નહીં? એ પ્રશ્ન શરૂઆતી દૌરમાં ઉદ્દભવતો હતો. પણ વૈજ્ઞાનિકોએ આ ખાદ્યચીજને આરામથી ખાઈ શકાય એમ જણાવ્યું ત્યારથી ગોલ્ડ અને સિલ્વર પ્લેટેડ આઇટેમ ખાવામાં સામાન્ય બની ચુકી છે. ખાસ તો આ આઈસ્ક્રીમ જ્યારથી ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે ત્યારથી ઘણા લોકો તેને  ફેવરીટ આઈસ્ક્રીમ તરીકે જાહેર કરી રહ્યા છે.

આ ન્યુ એડીશન ટ્રેન્ડનો ૨૪ કેરેટ ગોલ્ડ આઈસ્ક્રીમ મુંબઈના  Huber & Holly આઈસ્ક્રીમ પાર્લરમાં મળે છે. તમે તસવીરમાં પણ નિહાળી શકો છો કે, આઈસ્ક્રીમમાં ગોલ્ડ હોવાને કારણે કેટલો સરસ મજાનો દેખાઈ રહ્યો છે. સાથે કોનની ડીઝાઇન પણ સુપર્બ લાગી રહી છે. હાલમાં ૨૪ કેરેટ સોનાવાળો આઈસ્ક્રીમએ લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે.

તાજેતરમાં કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ અપલોડ કરી હતી. જેમાં આ સોનાના પરતવાળી આઈસ્ક્રીમનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટમાં કંપનીએ ફોટા સાથે કેપ્શનમાં થોડી જાણકારી પણ દર્શાવી હતી કે, “બધા કહે છે ચમકતું બધું સોનું નથી હોતું. પરંતુ આ મામલામાં આ વિવાદ કરવો મુશ્કેલ છે. માઈટી મિડાસ ૧૭ અવિશ્વસનીય તત્વોમાંથી બનેલ છે. જેમાં ૨૪ કેરેટ સોનાની પન્ની સૌથી ઉપર છે. આ આઈસ્ક્રીમ પાર્લરમાં બધું ઉપલબ્ધ છે. આજ તમારું સોનું ઠીક કરી લો!!”

  • આ આઈસક્રીમ બનાવવા માટે કઈ વસ્તુ વપરાય છે?

Huber and Holly નામના આઈસ્ક્રીમ પાર્લરમાં આ પ્રકારનો ૨૪ કેરેટ સોનાનો આઈસ્ક્રીમ આસાનીથી મળી જાય છે. હા, એ વાત પણ છે કે, આ આઈસ્ક્રીમની કિંમત સામાન્ય આઈસ્ક્રીમ કરતા તો ધણી વધારે હશે પણ ખુશીનો માહોલ હોય, કોઈને પાર્ટી આપવી હોય અથવા સ્પે. વ્યક્તિની સાથે આઈસ્ક્રીમ પાર્લરમાં ગયા હોય ત્યારે વાત કંઈક અલગ છે!! આ આઈસ્ક્રીમ પાર્લરના આઉટલેટ માત્ર ત્રણ સીટીમાં જ છે. જેમાં મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદનો સમાવેશ થાય છે. માઈટી મિડાસ ૧૭ પ્રકારની અલગ-અલગ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. આ આઈસક્રીમમાં બદામ, બ્રાઉની, ન્યુટ્રીપ્રાલીન, હેઝલનટ બોલ્સ, ફ્યુઝ, બેલ્ઝીયમ ચોકોલેટ આઈસ્ક્રીમ, ગોલ્ડન ચોકલેટ આઈસ્ક્રીમની સાથે 24K સોનાની પરત સૌથી ઉપર હોય છે. એ સાથે હજી તો ઘણું બધું આ આઈસક્રીમમાં ઉમેરવામાં આવે છે.

  • સેલિબ્રિટી પણ આવે છે અહીં આઈસક્રીમ માટે..

સોશિયલ મીડિયા ન્યુઝ પર આ આઈસ્ક્રીમનો ચારેતરફનો દબદબો જોવા મળે છે. એ સાથે સેલિબ્રિટીઓ પણ અહીં આવીને આ આઈસ્ક્રીમનો સ્વાદ માણે છે. લાસ્ટ યર અહીં શિલ્પા શેટ્ટી ગોલ્ડ પ્લેટેડ આઈસક્રીમને અજમાવતી હોય તે રીતે જોવા મળી હતી. શિલ્પાએ એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં એ હોંગકોંગમાં વિદેશી મીઠાઈ પર સોનાની પરખવાળી સ્વીટને અજમાવવા હોય તેવું દેખાઈ રહ્યું હતું.

જો તમે ઈન્ટરનેટની મદદથી ત્યાં જાવ તો આ ગોલ્ડ આઈસ્ક્રીમ લગભગ ૧૦૦૦રૂ. ની આજુબાજુના ભાવમાં મળી જાય. તો પહેલા નક્કી કરી લો ટેસ્ટ કરવો છે કે નહીં??

આ છે આઈસ્ક્રીમની નવી જાત, જેનાથી તમે કોઈને ઈમ્પ્રેસ કરી શકો છો. પણ એક વાત યાદ રાખવી કે આઈસ્ક્રીમની કિંમત પ્રમાણે વધુ કોઈને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરવી નહીં!!

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

1 thought on “24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ – ભારતમાં માત્ર ત્રણ જગ્યાએ જ મળે છે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *