વાળ માટે ગ્લિસરીન: વાળ માટે કોઈ ટોનિક થી ઓછું નથી ગ્લિસરીન, રેશમી અને ચમકતા વાળ માટે આ રીતે લગાવવું

Image source

ગ્લિસરીન તે વાળ માટે સારા છે જે વાંકડિયા, જાડા અને ફિઝી હોય છે. ગ્લિસરીન નો ઉપયોગ કરવામાં જુદા જુદા પ્રકારો છે. જે તમારા વાળની સ્થિતિ પર આધારિત છે. અહી જાણો તેનો કેમ ઉપયોગ કરવો.

વાળને સંબંધિત એવી તમામ સમસ્યાઓ હોય છે, જેને દૂર કરવા માટે આપણે અલગ અલગ પ્રકારના ઘરેલુ નુસ્ખા અજમાવી એ છીએ. તેમાંથી અમુક કામ કરે છે અને અમુક કોઈ અસર કરતું નથી. જો તમારા વાળ નિર્જીવ, શુષ્ક અને ઝડપથી ખરી જતા હોય, તો બજારમાં સરળતાથી મળી આવતી ગ્લિસરીન આ સમસ્યાઓને ઓછી કરે છે.

જી હા, ગ્લિસરીન ફક્ત ચામડી માટે જ નહિ પરંતુ વાળની સમસ્યાને પણ દૂર કરવામાં માટે જાણવામાં આવે છે. ફક્ત તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે ઓછા જ લોકો જાણે છે. આજ અમે તમને સુંદર અને સ્વસ્થ વાળ મેળવવા માટે ગ્લિસરીન નો ઉપયોગ કરવો જોઈએ…

ગ્લિસરીન શું છે?

Image source

ગ્લિસરીન છોડ માંથી નીકળતું પ્રાકૃતિક તેલ પશુ ઉત્પાદનો અને પેટ્રોલિયમ માંથી બનાવવામાં આવે છે.જ્યારે હકીકતમાં આ સુગર આલ્કોહોલ છે, જે ચરબીની જેમ જોવા મળે છે. આ એક રંગવિહીન, પારદર્શી અને ગંધરહિત દ્રવ્ય છે, જેને ચામડી અને વાળની સંભાળ માટે ઉપયોગ કરવામાં આવે છે. તે હવા માંથી ભેજને ખેંચીને વાળને શુષ્ક થવાથી બચાવે છે.

શું ગ્લિસરીન તમારા વાળ માટે સારું છે?

Image source

ગ્લિસરીન તે વાળ માટે સારું છે જે વાંકડિયા, જાડા અને ફીઝી હોય છે. માન્યું કે આ બધા પ્રકારના વાળ માટે ફાયદાકારક હોય શકે છે. જો તમારા વાળ વધુ ખરે છે તો આ તેને રોકવામાં પણ મદદ કરે છે. આ ૨૪ કલાક સુધી ચામડીને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરી શકે છે. એટલા માટે આ ખોપરીમાં ભેજ પહોંચાડી ફોડલી થવાની સમસ્યા ને ઓછી કરે છે.

વાળ માટે ગ્લિસરીન નો ઉપયોગ કેવી રીતે કરવો.

Image source

ગ્લિસરીન નો ઉપયોગ કરવાની વિભિન્ન રીતો છે, જે તમારા વાળની સ્થિતિ પર આધાર રાખે છે. જો તમે ડાય માસ્ક કે હેર સ્પ્રે બનાવવા માંગો છો, તો તમારે શુદ્ધ ગ્લિસરીન ખરીદવાની જરૂર પડશે, જે ઘણી ઓનલાઇન રીટેઈલર્ , દવાની દુકાન અને બ્યુટી સ્ટોર પર ઉપલબ્ધ છે.

વાળ માટેનું કંડીશનર બનાવવાની રીત.

Image source

વાળમાં ગ્લિસરીન અને પાણીથી બનેલું કંડીશનર લગાવવાથી તેમાં ભેજ આવે છે, જેનાથી શુષ્ક વાળ મુલાયમ બને છે. નાહ્યા પછી મિશ્રણને વાળમાં લગાવો અને ૧૦ મિનિટ પછી સાદા પાણીથી માથાને ધોઈ લો. આને હંમેશા શેમ્પૂ પછી વાપરવું.

ખોડો દૂર કરવા માટે.

Image source

માથામાં ખોડો અને ખંજવાળને દૂર કરવા માટે ગ્લિસરીન અને ગુલાબને ભેળવો. નાહ્યા પછી રોજ થોડું હથેળી પર લઈને વાળના મૂળમાં સારી રીતે લગાવો. તમે ઇચ્છો તો આ મિશ્રણને કાંચ ની બોટલમાં ભરીને પણ રાખી શકો છો. નિયમિત પ્રયોગથી થોડા જ દિવસોમાં તમારા માથાની ફોડલીઓ દૂર થઈ જશે.

બે મોઢા વાળા વાળ માટે.

Image source

જો લાંબા સમય સુધી વાળને ટ્રિમ ન કરવો તો બે મોઢા વાળા વાળ ની સમસ્યા થવા લાગે છે. પરંતુ ગ્લિસરીન આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે મદદ કરી શકે છે. તેને કોઈપણ પ્રકારના આવશ્યક તેલ સાથે ભેળવીને વાળ મા લગાવો. તેનાથી વાળ મજબૂતીથી વધશે અને ને મોઢા વાળા વાળ ની સમસ્યા પણ દૂર થવા લાગશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *