હાથ ધોવાથી ફકત કોરોના જ નહિ પણ બીજા ઘણા રોગો થી પણ સુરક્ષા મળે છે.

Image source

દર વર્ષે ૧૫ ઓક્ટોબરે વિશ્વ ભર માં ‘ ગ્લોબલ હેન્ડ વોશીંગ્ ડે ‘ એટલે કે વિશ્વ હસ્ત પ્રક્ષાલન દિવસ મનાવવામાં આવે છે. તેને ઉજવવાનો હેતુ હાથો ની સારી રીતે ધોવા ના ફાયદા અને મહત્વ વિશે જાગૃતતા ફેલાવવા નો છે. ઘણા ડોક્ટર જણાવે છે કે હાથ ન ધોવાના કારણો સૌથી વધારે રોગો થાય છે. હાથો દ્વારા જ ચેપ અને બેક્ટેરિયા સરળતાથી શરીર માં જતા રહે છે અને રોગો ઉત્પન્ન કરે છે. હવે કોરોના વાયરસ ને જ લઈ લો. આ રોગ પણ હાથ દ્વારા જ ફેલાય રહી છે. ચાલો જાણીએ હાથ ધોવાના ફાયદા વિશે અને અંતે હાથ ધોવાથી કોરોના ઉપરાંત બીજા કયા કયા રોગો થી સુરક્ષા મળી શકે છે.

કેમ હાથ ધોવું આટલું જરૂરી છે?

Image source

હાથ ધોવું એક દવા ની જેમ છે. જો તમે હાથ ને ન ધુઓ તો વાયરસ ના ચેપ અને બેક્ટેરિયા ના સંપર્ક માં આવી શકો છો, જેના લીધે તમે બીમાર પડી શકો છો અને દવાઓ ની જરૂર પડી શકે છે. પરંતુ જો તમે હંમેશા હાથ ધોતા રહેશો તો તમે બીમાર નહી પડો અને દવાની જરૂર પણ નહી પડે.

હાથ ન ધોવાને લીધે થતા રોગો.

Image source

  • કોરોના વાયરસ
  • ફેફસાં ને લગતી બીમારી
  • હિપેટાઇટિસ એ
  • ત્વચા સંબંધી રોગો
  • ફૂડ પોઈઝનિંગ
  • પેટ ના કીડા
  • હાથ, પગ અને મો ને લગતા રોગો

વિશેષજ્ઞ નું માનીએ તો હાથ સાફ કરવા માટે સાબુ અને પાણીથી ઓછા મા ઓછું ૨૦ સેકંડ સુધી હાથ ધોવા જોઈએ અને ત્યાર પછી એક સાફ કપડાં થી હાથો ને ધોઈ લેવા જોઈએ. તેનાથી હાથો દ્વારા ફેલાતી બીમારીઓ નો ભય લગભગ ના બરાબર થઈ જાય છે.

Image source

હાથો ને ક્યારે ધોવું જરૂરી છે.

Image source

  • ભોજન કર્યા પહેલા અને પછી હાથ સાબુ થી જરૂર ધોવા જોઈએ.
  • શૌચાલય નો ઉપયોગ કર્યા પછી હાથ ધોવા જરૂરી છે.
  • ધૂળ – માટી થી ભરેલી કોઈ પણ જગ્યા એ કામ કર્યા પછી સાબુ પાણી થી હાથ ધોઈ લો.
  • પ્રાણીઓ ને અડ્યા પછી પણ હાથો ને સાબુ પાણી થી ધોવું ખૂબ જ જરૂરી છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment