તમારા જુના દેખાતા લહેંગાને આ રીતે આપો સ્ટાઇલિશ લુક

Image Source

લહેંગો જૂનો થઈ ગયો છે અને તેને પહેરવાનું મન થતું નથી, તો તેમા નાના નાના બદલાવ કરી તમે તેને નવો લુક આપી શકો છો.

ઇન્ડિયન ટ્રેડિશનલ આઉટફિટમાં સાડી અને સલવાર સુટ પછી સ્ત્રીઓ સૌથી વધારે લહેંગા પહેરવાનું પસંદ કરે છે. તેથી દરેક સ્ત્રીના કબાટમાં એક લહેંગો તો હોય જ છે. જોકે, લહેંગા પહેરવાનો પ્રસંગ ઘણો ઓછો આવે છે કેમકે તે એક પાર્ટી વર અને ફેસ્ટિવલ આઉટફિટ છે, તેથી ઘણીવાર તો વર્ષો સુધી લહેંગાને ફક્ત કબાટની અંદર જ રાખેલો રહે છે. આવી સ્થિતિમાં લહેંગાની ડિઝાઇન પણ જુની થઈ જાય છે અને તેનું ફીટીંગ પણ પહેલાં જેવું રહેતું નથી.

દેખીતી રીતે લહેંગા મોંઘા હોય છે તેથી તે કોઈને આપવાનું મન પણ થતું નથી. આવી સ્થિતિમાં તમે જૂના લહેંગામા થોડો ઘણો ફેરફાર કરી તેને નવો લુક આપી શકો છો. કોઇપણ સારા લોકલ ફેશન ડિઝાઇનરને તમે તમારો જૂનો લહેંગો આપી તેને ફરીથી બનાવી શકો છો.

ચાલો આજે અમે તમને જણાવીએ કે જૂના લહેંગાને નવો લુક આપવા માટે તમે શું કરી શકો છો-

Image Source

શર્ટ સાથે લહેંગો પેહરો

આજકાલ ઘણી બોલિવૂડ અભિનેત્રીને લહેંગા સાથે શર્ટને જોડી દેતી જોવા મળે છે. આ લુક સારો પણ લાગે છે અને તેને કોઈપણ પાર્ટીમાં કેરી કરી શકાય છે. જો તમારી પાસે કોઈ જુનો લહેંગો છે, તો તમે તેને કોઈ પ્લેન સોલીડ કલરવાળા શર્ટ સાથે પેહરી શકો છો. તેમ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન જરૂર રાખો.

  • જો તમે ભારે વર્ક વાળા લહેંગાની સાથે શર્ટ પહેરી રહ્યા છો તો તમારે સાદો શર્ટ પહેરવો જોઈએ.
  • તમારે કલર કોમ્બિનેશન પર પણ ધ્યાન આપવું જોઈએ. ક્યાંક એવું ન બને કે તમે લાલ લહેંગાની સાથે પર્પલ શર્ટ પેહરી લો.
  • લહેંગાની સાથે શર્ટ પહેરી રહ્યા છો તો ઘરેણા ની પસંદગી પણ ધ્યાનથી કરો કેમકે ઈન્ડો વેસ્ટન લુક પર હેવી ઘરેણા સારા લાગતા નથી.

Image Source

લહેંગા ને સાડી લુક આપો

તમારે તમારા લહેંગાને થોડો અલગ અંદાજ આપવા માટે તેના ઉપર સાડીને સ્ટાઇલિશ લૂકમાં ડ્રેપ કરી શકો છો. આજકાલ આ લુકનો ઘણો ટ્રેન્ડ છે. ખાસકરીને જો તમારી પાસે બ્રોકેડ અથવા સિલ્કનો લહેંગો છે, તો તેની ઉપર મેચ કરતી કોઈ સિલ્કની સાડીને તમે પેહરી શકો છો.

લહેંગાની ઉપર સાડી પેહરવાના ઘણા અંદાજ છે. પરંતુ સૌથી શ્રેષ્ઠ એ છે કે તમે લહેંગાની અડધી સાઈડમાં સાડી પેહરો અને સોલ્ડર પ્લેટ્સ બનાવી લો. આ લુક કેરી કરવો પણ સરળ છે અને દેખાવમાં પણ ખૂબ સારો લાગે છે.

Image Source

નવા બ્લાઉઝ સાથે મિક્સ અને મેચ કરો

તમારા લહેંગા ને નવો લુક આપવા માટે તેના બ્લાઉઝ અને દુપટ્ટાને બદલી નાખો. આજકાલ લહેંગાની સાથે અલગ કલરના દુપટ્ટા અને ચોલી પેહરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ અહી તમારે કલર કોમ્બિનેશન પર ધ્યાન આપવું પડશે. તમે ઇચ્છો તો સ્ટાઇલિશ સ્ટાઈલ લૂકના બ્લાઉઝ ડિઝાઇનને પસંદ કરી શકો છો અથવા લહેંગાને ક્રોપ ટોપ, શોર્ટ કુર્તી અથવા અનારકલી ડ્રેસ સાથે કેરી કરી શકો છો.

લહેંગાને નવો લુક આપવા માટે તમે મેચિંગ ની જેકેટ અથવા ટોપી પણ ડિઝાઇન કરી શકો છો. આ રીતે તમારા જૂના લહેંગા નવા લાગશે.

Image Source

લહેંગા મા નવા લટકન લગાવો

તમે લહેંગામાં નાના નાના ફેરફાર કરીને પણ તેને નવો લુક આપી શકો છો. તેના માટે તમે લહેંગાની સાઈડમાં લગાવેલા લટકનને બદલી શકો છો. એટલુંજ નહિ, તમે આ લટકન પર તમારું નામ લખાવી તમારા માટે પર્સનલાઇઝડ લહેંગા તૈયાર કરી શકો છો.

લહેંગાની સાથે આજકાલ વિવિધ પ્રકારની એક્સેસરીઝ કેરી કરવાનો ટ્રેન્ડ છે.

લહેંગા સાથે મેચિંગ બેલ્ટ ક્લબ કરવો એ આ ટ્રેન્ડ નો ભાગ છે અને તેને મહિલાઓ ઘણી વધારે પસંદ કરે છે. તમે ઇચ્છો તો તમારા જૂના લહેંગાની સાથે બેલ્ટ કલબ કરી શકો છો.

આ ઉપરાંત, લહેંગાની સાથે મેચિંગ વેસ્ટ બેગ કેરી કરવાનો ટ્રેન્ડ પણ આજકાલ ઘણો જોવા મળી રહ્યો છે. તમે તમારા જૂના લહેંગાને નવો લુક આપવા માટે આ રીતનો ફેરફાર પણ કરાવી શકો છો.

Image Source

બોર્ડર બદલો

જો તમારી પાસે બોર્ડર વાળો લહેંગો છે, તો તમે તેના પર લાગેલા બ્રોકેડને બદલી શકો છો અથવા તમે તેના પર બ્રોડ ગોટા વર્ક પણ કરી શકો છો. આજકાલ આ રીતના વર્ક લહેંગા પર ઘણું જોવા મળી રહ્યું છે.

આ રીતે તમે તમારા જૂના લહેંગા ને નવો લુક આપી શકો છો અને કોઈપણ તીજ તેહવાર અથવા પાર્ટીના પ્રસંગે તેને કેરી કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment