લગ્ન સીઝનમાં બ્રાઈડને આપો ગિફ્ટમા આ મેકઅપ આઇટમ, જેનો તે સારી રીતે ઉપયોગ પણ કરી શકે

Image Source

લગ્ન સિઝન ચાલુ થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં દુલ્હન બનવા જઇ રહેલી પોતાની સખીઓને તમે આ makeup items ગિફ્ટમા આપી શકો છો.

ઓક્ટોબર પછી લગ્ન સિઝન ચાલુ થઈ જાય છે. તમારા પણ તેવા ઘણા મિત્રો હશે, જેમના લગ્ન હશે. આવા પ્રસંગે એક સમસ્યા થાય છે કે દુલ્હન ને ગિફ્ટમાં શું આપવું? જો તમે પણ આવી કોઈ ભેટ વિશે વિચારી રહ્યા છો, તો ધ્યાન રાખવું કે દુલ્હન ને કોઈ એવી ભેટ આપવી જે તે ઉપયોગમાં લઈ શકે.

તમે છોકરીઓ અને લગ્ન પહેલા આવી કેટલીક આઈટમ ગિફ્ટ કરી શકો છો, જે તેના ખૂબ જ ઉપયોગમાં આવી શકે. મેકઅપ કીટ થી લઈને નેઇલ પોલિશ અને લીપસ્ટીક કીટ આવી વસ્તુઓ તેના ઉપયોગમાં આવી શકે છે. ચાલો તો એવી કેટલીક items વિશે તમે પણ જાણી લો.

Image Source

મેકઅપ પેલેટ ગિફ્ટ કરો

હવે લગ્નના થોડા સમય પહેલાથી લઈને લગ્ન પછીના થોડા સમય સુધી તમામ યુવતીઓ અને મહિલાઓ થોડો મેકઅપ કરે છે. તમે તમારી સખીને એક સરસ મેકઅપ પેલેટ ગિફ્ટમાં આપી શકો છો. જેમાં હાઈ ઈમ્પેક્ટ આઈશેડો સાથે બ્લશ, કોન્ટૂર, હાઈલાઈટરનો સમાવેશ થાય છે. મેકઅપ કરતી વખતે આ ત્રણ વસ્તુઓ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારી સખીની મેકઅપ વેનિટીમાં ખાસ સ્થાન રાખશે. તમે મિસ ક્લેરી, સુગર, સ્વિસ બ્યુટી વગેરે જેવી બ્રાન્ડ્સમાંથી મેકઅપ પ્રોડક્ટ્સ શોધી શકો છો. તમે તમારા બજેટ મુજબ શ્રેષ્ઠ બ્રાન્ડ પસંદ કરી શકો છો.

અલગ શેડની નેલ પોલીશ

નેઇલ પોલિશ અને નેઇલ પેઇન્ટ એવી વસ્તુઓ છે, જે તમારી આંગળીઓને સુંદર બનાવે છે. ફક્ત દુલ્હન જ નહીં પરંતુ કોઈ પણ છોકરી નેઇલ પેઈન્ટ લગાવવાનું પસંદ કરે છે. તમારી દુલ્હનને જો નેઇલ આર્ટનો શોખ હોય તો તમે નેઇલ આર્ટ કીટ ગિફ્ટ કરી શકો છો. તમે નેઇલ પોલીશ કોમ્બો ઓનલાઈન પણ ખરીદી શકો છો અને બ્રાઇડને તમામ પ્રકારના વાઈબ્રન્ટ અને પેસ્ટલ રંગો ભેટમાં આપી શકાય છે. તમે 800 રૂપિયાથી શરૂ થતા નેઇલ આર્ટ પેલેટ ખરીદી શકો છો.

ફેસ રોલર સેટ

હવે લગ્નની તૈયારીઓમાં ઘણી ભાગદોડ હોય છે અને આ દરમિયાન બધો થાક ચહેરા પર દેખાઈ આવે છે. તમે તમારા ચહેરાના મસાજ માટે નવવધૂને ફેસ રોલર્સનો સેટ ગિફ્ટ કરી શકો છો. આ ફેસ રોલર્સ ચહેરામાં લોહીનું પરિભ્રમણ વધારે છે અને તેનાથી ચહેરાના સોજા પણ ઓછા થાય છે અને ત્વચા શાંત થાય છે. આ ગિફ્ટ આઇટમ તમારી સખી માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. જેડ રોલર સાથે ફેશિયલ ઓઇલ પણ આવે છે, જેને તમે કોમ્બો તરીકે ગિફ્ટ કરી શકો છો.

Image Source

મેકઅપ બ્રશ સેટ

દુલ્હન મેકઅપ તો કરવાની જ હોય, તો પછી તેને કઈક એવું આપવામાં આવે જે તેના ઉપયોગમાં આવી શકે. જો તમારે તમારી કોઈ સખી ને ગિફ્ટ કરવી હોય તો તેને કોઈ સારી બ્રાન્ડના મેકઅપ બ્રશ ગિફ્ટ કરી શકો છો. દરેક મેકઅપ પ્રોડક્ટ માટે અલગ-અલગ બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી એપ્લિકેશન લગાવવું સરળ બને છે. ફાઉન્ડેશન લગાવવાથી માંડીને બ્લશ અને આઈશેડો માટે અલગ-અલગ બ્રશ હોય છે. જો તમે આ ગિફ્ટ તમારી સખીને આપશો તો તેમને ખુબ જ પસંદ આવશે અને દર વર્ષે તેના ઉપયોગમાં પણ આવશે. તમે શુગર, હુડા બ્યુટી, મેક અને બ્રોનસન જેવી બ્રાન્ડના બ્રશ સેટ તેને ગિફ્ટ કરી શકો છો.

લિપસ્ટિક સેટ

લિપસ્ટિક એક એવો મેકઅપ સેટ છે જે દરેક મહિલાના પર્સમાં રહેલો હોય છે. એવી ઘણી બ્રાન્ડ છે જેમાં તમને અલગ-અલગ શેડ્સ ના લિપસ્ટિક બ્રાન્ડ મળી જશે. તમે તમારી દુલ્હનને લિપસ્ટિક શેડ્સ ગિફ્ટ કરી શકો છો, જેથી તે આવનારા સમયમાં તેનો સારી રીતે ઉપયોગ કરી શકે.

આ મેકઅપ આઇટમને તમે તમારી સખીઓને ગિફ્ટ કરશો, તો તેને ખૂબ પસંદ આવશે. અમને આશા છે કે તમને આ લેખ પસંદ આવ્યો હશે. આ લેખ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને ચોક્કસપણે જણાવો. આવા અન્ય લેખ વાંચવા માટે તમારી પોતાની વેબસાઇટ પર ગુજરાતી સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment