પ્રેગનન્સીમાં સ્વાસ્થ્ય સાથે ક્યારેય ના કરો સમજોતો, મહિલાઓને જરૂરથી આપો આ 7 સ્નેક્સ

ગર્ભાવસ્થા દરમ્યાન વધુ ભુક લાગવી સામાન્ય વાત છે. વારંવાર ભૂખ લાગે તો કઈ પણ ખાવાને બદલે એ જ ખાઓ જે તમારા બાળક માટે સેહતમંદ હોઈ. આવો જાણીએ પોષણથી ભરપુર સેહતમંદ સ્નેક્સ વિશે ..

image source

તાજા મોસમી ફળ –

તમારી પાસે હમેશા કોઈને કોઈ ફળ જરૂરથી રાખો. જયારે પણ તમને ભૂખ લાગે તેને ખાઈ લો. ફાઈબર અને પોષક તત્વોથી ભરપુર આ ફળોના સેવનથી તમારી ભુખ શાંત થઈ શકે છે અને તે સેહત માટે ફાયદાકારક પણ છે. તાજા અને મોસમી ફળો જ ખાઓ.

image source

ઓટમીલ –

સેહતમંદ ઉર્જા મેળવવા માટે તમે ઓટમીલ ખાઈ શકો છો. ઓટમીલ ખાવાથી તમને લાંબા સમય સુધી એનર્જી મળી રહે છે.

image source

સ્પ્રાઉટસ

સ્પ્રાઉટસ પોષણથી ભરપુર સ્નેક્સ છે. તેમાં આયરન અને ફાઈબર જોવા મળે છે. તમે સ્પ્રાઉટસનું સલાડ બનાવી કાચું પણ ખાઈ શકો છો અથવા તેને રાયતામાં પણ મેળવી શકો છો. આ સિવાય તમે તેના પરાઠા બનાવી ને પણ ખાઈ શકો છો.

image source

 ફળોની સ્મુદી

થોડી કેરી, પાકેલા પપૈયા, અનાનસ અથવા નાનું કેળું દહીંમાં મેળવી પીસી લો, આ રીતે તૈયાર કરેલી ફ્રુટ સ્મુદી સ્વાદીષ્ટ તો થાય જ છે, ઉપરાંત તાજગી પણ આપે છે.

image source

ચણા અથવા છોલે ચાટ

ચણા અથવા પ્રોટીન, આયરન, કેલ્શિયમ અને ઓમેગા 3 ફૈટી એસીડનો સારો સ્ત્રોત છે. ચણાને ઉબાળી તેમાં તાજા કાપેલા શાકભાજીઓ જેમકે કાકડી, ટામેટું, ડુંગળી, લીલી મરચી, શિમલા મિર્ચી અને ધાણાના પાન નાખી મેળવી લો. આ રીતે સ્વાદીસ્ટ સ્નેક્સ તૈયાર થઈ જશે.

image source

ઉપમા

ઉપમા માં પ્રોટીન અને ફાઈબર જોવા મળે છે, તેમાં સુજીનો ઉપયોગ કરી શકો છો. તેને અધિક પોષ્ટિક બનાવવા માટે તેમાં ઘણા પ્રકારની સબ્જીઓ મેળવી શકો છો.

image source

ખીર

ગર્ભાવસ્થા દરમ્યાન ક્યારેય પણ તમને મીઠું ખાવાની ઈચ્છા થાય તો પોષ્ટિક ડેઝર્ટ અથવા મીઠું એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે સુજી, ચોખા અથવા સાબુદાણા ની ખીર બનાવી શકો છો.

અગતિ ની નોંધ – ગર્ભાવસ્થા દરમ્યાન કોઇપણ આહારનું સેવન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment