છોકરીઓને પણ મળ્યા છે છોકરાઓ જેવા જ આ ૬ અધિકાર જેમાં કોઈ ના કહી શકે નહીં…

૨૬ ઓગસ્ટના દિવસે ‘વૂમેન ઇક્વીલીટી ડે’ સેલીબ્રેટ કરવામાં આવે છે  છતાં પણ ભારત દેશમાં મહિલાને પૂરૂષ કરતા સહેજ નીચેના સ્તરે માનવામાં આવે છે. મહિલાને પુરુષ જેટલું જ માન-સમ્માન મળે એ કારણે જ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૧૯૭૩થી સતત આ દિવસને સેલીબ્રેટ કરવામાં આવી રહ્યો છે.

ભારતમાં અત્યારે તો મહિલાના અધિકાર અને હક્ક માટે ઘણી યોજના બનાવવામાં આવી છે પણ અમુક જ્ઞાતિ અને સમાજે બનાવેલ જુદાપણાનો દ્રષ્ટિકોણ સ્ત્રીને હજુ પણ પાછળ રાખવા ઈચ્છે છે. આજના લેખના એવી જ માહિતી છે, જે વ્યક્તિના મનમાં સ્ત્રી પ્રત્યેનો વિચાર પણ ખરાબ છે એવા લોકોને જાણકારી આપવા માટે જ આ લેખ તૈયાર કરેલ છે.

તો એ પણ જાણી લો સ્ત્રી પાસે એવા ક્યાં અધિકાર છે જે પુરૂષ જેવા જ છે. મહિલાઓ પુરૂષની જેમ જ રહી શકે છે કારણ કે તેની પાસે પણ પુરૂષ સમકક્ષ જ અધિકાર છે.

મહિલાઓ પાસે પણ છે આ અધિકાર :

(૧) સમાજ, રીત-રીવાજ જે ગણો તે એ બધું માણસ દ્વારા સર્જિત કરવામાં આવ્યું છે. કોઇપણ સ્ત્રી કોઇપણ જ્ઞાતિની હોય તેને સમગ્ર રીતે ખુદની જિંદગી જીવવાનો અધિકાર છે. પતિ-પિતા કે અન્ય કોઈ વ્યક્તિ કોઇપણ સ્ત્રીને જીવનમાં આડરૂપ થઇ શકે નહીં.

(૨) અમુક ઘરમાં સ્ત્રીને વધુ બંધી હોય છે પણ પુરૂષોની માફક સ્ત્રી ગમે ત્યારે બહાર અથવા તેના મિત્રો સાથે ફરવા બહાર જઈ શકે છે.

(૩) એક પિતા માટે છોકરો કે છોકરી એકસમાન હોય છે. જેટલો હક છોકરાનો હોય છે એટલો જ હક છોકરીનો પણ હોય છે. પ્રોપર્ટીના હિસ્સામાં પણ આ નિયમ લાગુ પડે છે.

(૪) મહિલાએ જીવનમાં શું કરવું અને શું ન કરવું એ માટે કોઈ ઠેકેદાર નથી. મહિલા તેના જીવનના નિર્ણય સ્વતંત્ર રીતે ખુદ પોતે જ લઇ શકે છે. જેમ પુરૂષ પોતાના મનનું ધાર્યું કરતો હોય છે, એ સ્ત્રી પણ ફોલો કરી શકે છે.

(૫) ખાસ કરીને લગ્નના કિસ્સામાં છોકરીના જીવન પર પરિવાર કે પછી પિતા હક જમાવતા હોય એવું સામાન્યપણે જોવા મળે છે. આ વાત છોકરીની મંજુરીથી થતી હોય તો અલગ વાત છે બાકી દરેક છોકરી લગ્નનો નિર્ણય તેની જાતે લઇ શકે છે.

(૬) મહિલાઓના કપડાને લઇ ઘણી ટીપ્પણીઓ થતી હોય છે, આ ટીપ્પણીમાં એવું જ છે કે જેમ પુરૂષ બિન્દાસ્ત બધી પ્રકારના કપડા પહેરી શકે એ રીતે મહિલાઓ પણ તેની પસંદગીના કોઇપણ પ્રકારના કપડા પહેરી શકે છે.

આ છ મુદ્દાઓ એવા છે, જે દર્શાવે છે કે પુરૂષોને જેટલા અધિકાર મળ્યા છે એટલા જ અધિકાર એક મહિલાને પણ હોય છે. પણ ખાસ અગત્યની વાત એ કે, હક અને અધિકાર એ બધું પછીની વાત છે પણ ઘર-પરિવાર, સમાજ કે પછી મિત્રો બધાને અનુકુળ થઈને રહીએ તો માન-સમ્માનમાં વધારો થાય છે પછી એ સ્ત્રી હોય કે એક પુરૂષ.

આવા જ માહિતીસભર લેખ વાંચવા માટે જોડાયેલા રહેજો “ફક્ત ગુજરાતી ફેસબુક” પેજ સાથે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel    

Leave a Comment