ગીર નેશનલ પાર્ક ફક્ત સિંહ માટે જ નહીં, પરંતુ બીજી વસ્તુઓ માટે પણ પ્રખ્યાત છે, ચાલો જાણીએ

આમિર ખાન તેના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા ગીર નેશનલ પાર્કમાં ગયો હતો. જાણો કે આ રાષ્ટ્રીય ઉદ્યાન શા માટે પ્રખ્યાત છે.

Image Source 

તમે ગીર નેશનલ પાર્ક વિશે તો સાંભળ્યું જ હશે. ગુજરાતનું તે ગૌરવ જ્યાં સિંહ, ચિતા અને દુનિયાભરના પ્રાણીઓ રહેલા છે. ગીર નેશનલ પાર્કમાં ઘણી બધી વિશેષતાઓ છે. ત્યારે જ તો આમિર ખાન અને કિરણ રાવએ તેમના લગ્નની વર્ષગાંઠ ગીર નેશનલ પાર્કમાં વિતાવી છે. અહીં તેમણે ત્રણ દિવસની વાઈલ્ડ લાઈફ સફારી અને પ્રકૃતિની વચ્ચે કેટલાક મનોહર પળો વિતાવ્યા.

ભારતમાં તેમ તો ઘણા મનમોહક સ્થળ છે, પરંતુ આજે અમે તમને ગીર નેશનલ પાર્ક વિશે કેટલીક જાણકારીઓ આપવા જઈ રહ્યા છીએ. ગીર નેશનલ પાર્ક ગુજરાત માં આવેલ છે અને અહીં એશિયાના પ્રખ્યાત સિંહ રહેલા છે. ગીર નેશનલ પાર્ક દુનિયાના કેટલાક એવા નેશનલ પાર્કમાંથી એક છે જ્યાં વન્યપ્રાણીના સંરક્ષણનું કામ ખૂબ સારી રીતે થાય છે.

ગીર નેશનલ પાર્ક શા માટે પ્રખ્યાત છે?

Image Source

ગીર નેશનલ પાર્કમાં દુનિયાભરના પ્રખ્યાત એશિયાટીક સિંહોનું ઘર છે. અહી કુલ ૫૨૩ એશિયાટિક સિંહ છે અને આ કારણે જ દુનિયાભરથી લોકો ગીર આવે છે. તમને જણાવી દઈએ કે તે સિંહ દુનિયાભરની ઘણી વિલુપ્ત થનારી પ્રજાતીઓમાંથી એક છે અને તેનું સરક્ષણ જ ગીર નેશનલ પાર્ક નો મુખ્ય ઉદ્દેશ છે.

ગીર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે?

Image Source

આ આખો વિસ્તાર ૧૪૧૩ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને તે વેરાવળ અને જુનાગઢ ની વચ્ચે આવેલુ છે. આ જંગલ સાથે કોઈ છેડછાડ કરવામાં આવ્યા નથી અને અહીં સિંહ સિવાય ઘણા પ્રાણીઓ અને પક્ષીઓની પ્રજાતીઓ જોવા મળી શકે છે.

ગીર નેશનલ પાર્કમાં તમે કઈ રીતે જઈ શકો છો?

Image Source

અહીં જતા પહેલા તમારે બુકિંગ કરાવવું પડશે. અહીં જો તમે જંગલ સફારી કરવા ઈચ્છો છો તો તે ફક્ત સફારી પરમીટથી થાય છે જેને અગાઉ થી બુક કરાવી પડે છે.

તેના માટે તમે ગીર ઓનલાઇન પરમીટ બુકિંગ સિસ્ટમ નો લાભ લો. અહીંથી બુકિંગ માટે તમારે આ લિંકની મુલાકાત લેવી પડશે.

https://girlion.gujarat.gov.in/GirJungleTrailBooking.aspx

જો પરવાનગી નહિ લીધી હોય તો શું થશે?

Image Source

જો તમે અહીં જવા માટે બુકિંગ પરમીટ નથી લીધી તો તમે દેવલીયા સફારી પાર્ક’માં પણ સિંહ જોઈ શકો છો. તે ખૂબ પ્રાણીસંગ્રહાલય જેવું હશે, જ્યાં સિંહ તો દેખાશે પરંતુ તે સ્ટેજ પર દેખાતા સિંહ જેવા હશે.

સફારીનો ચાર્જ શું છે?

ગીર નેશનલ પાર્કમાં સફારીનો ચાર્જ ૮૦૦ રૂપિયાથી શરૂ થઈને ૭૦૦૦ સુધી શરૂ થઈ શકે છે. અહી, અઠવાડિયાના દિવસો પ્રમાણે ચાર્જ અલગ અને સપ્તાહ પર અલગ હોય છે.જો તમારે કોઈ માર્ગદર્શિકા લેવો છે તો તેનો ચાર્જ અલગ રહેશે.(નોંધ: કદાચ ચાર્જ બદલાયેલ હોય શકે છે)

સફારી સિવાય શું જોવા લાયક છે ?

ગીર નેશનલ પાર્કમાં સફારી સિવાય ઘણું બધું જોવા લાયક છે, પરંતુ સફારી જ સૌથી અલગ અનુભવ રહેશે, પરંતુ તમે પાસે જ નળસરોવર તળાવ અને અભ્યારણો જોઈ શકો છો. તે ગીરનો જ ભાગ છે અને આ સદીમાં દુનિયાભરની પક્ષીઓની પ્રજાતિઓ ઉપલબ્ધ છે, તેની સાથે જ, કરછનું નાનું રણ છે જ્યાં તમને ઘણા પ્રાણીઓ મળશે અને તે ઘણું મનમોહક સ્થળ છે. આ ઉપરાંત ફ્લેમિંગો આયર્લેન્ડ પણ ગીર નેશનલ પાર્ક ની પાસે આવેલુ છે.

તે ત્રણેય સ્થળ ખૂબ મનમોહક છે અને જો તમે ગીર જાઓ તો ઓછામાં ઓછા ત્રણ દીવસની યોજના જરૂર બનાવો.

ગીર નેશનલ પાર્ક ક્યારે ન જઈ શકો?

ગીર નેશનલ પાર્ક ૧૬ જૂનથી ૧૫ ઓક્ટોમ્બર સુધી દર વર્ષે બંધ રહે છે. અહીં જવાનો સૌથી સારો સમય ડિસેમ્બરથી માર્ચ સુધીનો હોઈ શકે છે. પરંતુ યાત્રીઓ એપ્રિલ અને મે મહિનામાં પણ આવે છે, જોકે, તે સમયે ઘણી ગરમી હોય છે પરંતુ તે સમયે પણ ઘણા સિંહ તમને દેખાશે અને ફોટોગ્રાફી માટે તે સારો સમય રહેશે.

તો હવે તમે જાણી ગયા હશો કે ગીર નેશનલ પાર્ક ની ખાસિયત શું છે. તમારી આગામી યાત્રામાં આ પાર્કમાં ફરવા જરૂર જાઓ. આવા જ અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.

#Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *