અનેક પ્રકારના રોગોની એક જ દવા ‘સુંઠ’, જાણો તેના ચમત્કારિક ફાયદાઓ

સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે. આયુર્વેદમાં સૂંઠને વિશ્વભૈષજ (વૈશ્વિક ઔષધ)ની ઉપમા આપવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે જે સ્ત્રી સૂવાવડ બાદ સૂંઠનું સેવન કરે તેનું દૂધ પીનારું બાળક બળવાન બને છે. સૂંઠ શરીરનાં પાચનતંત્રની ક્રિયાઓ સુધારે છે. તે મનુષ્યની જીવનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હૃદય, મસ્તિષ્ક, રક્ત, સમગ્ર પાચનતંત્રના રોગો, વાયુના રોગો, સાંધાના રોગો, મૂત્રપિંડ વગેરે ઘણી ક્રિયાઓ અને અંગો પર ઔષધરૂપે અનુકૂળ પ્રભાવ પડે છે.

image source

સુંઠના ફાયદાઓ

  • એક સંશોધન મુજબ સૂંઠ મલેરિયા જેવી સમસ્યાઓ સાથે શરદી ઉધરસ માં પણ રાહત આપવાનું કામ કરી શકે છે એટલા માટે માનવામાં આવે છે કે સૂંઠ નો પ્રયોગ કરીને ઉધરસમાં થી રાહત મેળવી શકાય છે.
  • જો તમે રોજ પેટ સંબંધિત બીમારીઓ એટલે કે ગેસ અપચાથી પરેશાન રહો છો તો એવામાં આદુ અથવા તો સુંઠ નું સેવન કરવું લાભદાયક રહેશે. સૂંઠ હિંગ અને સંચળ મેળવી ને લેવાથી ગેસ ની સમસ્યા થી લાભ થાય છે.

image source

  • સૂંઠ પાચનક્રિયાને દુરસ્ત કરી વજન ઓછું કરવામાં મદદ કરે છે તેમના સિવાય તે રક્તમાં રહેલ શર્કરા નિયંત્રણ કરી પાચન સક્રિય કરે છે.
  • સૂંઠને દૂધમાં ઉકાળી ઠંડુ કરી પીવાથી હીચકી આવવાનું બંધ થઇ જાય છે.
  • સૂંઠ નું સેવન કરવાથી માથાના દુખાવા સિવાય માઈગ્રેશનના કારણે થતા દુખાવામા પણ રાહત મળે છે. સુકાયેલી આદુ અને પાણી નો લેપ બનાવીને લગાવવાથી આરામ મળે છે તેને સૂંઘવાથી છીક આવવા પર માથાના દુખાવામાંથી રાહત મળે છે.

image source

  • સૂંઠ નાંખીને પાણીને ઉકાળી ઠંડુ થયા બાદ પીવાથી જુની શરદી ગાયબ થઇ જાય છે.
  • શરીરમાં કોઇપણ પ્રકારનો દુખાવો થતો હોય તો સૂંઠ અને હિંગનો પાવડર ગરમ પાણીની સાથે પીવાથી લાભ થાય છે.
  • એક ચમચી સૂંઠનું ચૂર્ણની સાથે બે ચમચી ગોળ અને ત્રણ ચમચી ગાયનું ઘી સવાર-સાંજ જમતા પહેલાં લેવામાં આવે તો કાનમાં અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરુચિ અને ગર્ભાશયના દોષો દૂર થાય છે.

image source

  • જેમને ભૂખ ન લાગતી હોય તેવી વ્યક્તિઓએ પ્રાતઃકાળે નરણાકોઠે 15 ગ્રામ સૂંઠ+10 ગ્રામ અજમો ચૂર્ણ બે ચમચી જેટલા ગોળ સાથે લેવું જોઈએ.
  • સૂંઠને પાણીમાં ઘસી માથા પર લગાવવાથી આધાશીશી દૂર થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment