આદુ- બદલતા હવામાન માં ઘણા રોગો થી દુર રાખે છે, ઉપયોગ કરતાં પેહલા રાખો આ સાવચેતી.


Image by congerdesign from Pixabay

આયુર્વેદ મુજબ આદુ એક એવી ઔષધિ છે, જે ખાવામાં સ્વાદ વધારવા ની સાથે ધણી બીમારીઓ દૂર રાખવામાં પણ પુરતુ મદદરૂપ છે. ચાલો આવો જાણીએ બદલતા હવામાન માં તમારા પેટ ફીટ રાખવા ઉપરાંત આદુ સ્વાસ્થ્ય માટે કેવું વરદાન છે.

પેટ ના રોગોને મટાડે છે આદુ

ખોરાક પચાવવા માં મુશ્કેલી આવે તો આદુ ને પીસીને તેના રસને ધી અથવા મધ સાથે લેવું જોઈએ. ધણી વાર યોગ્ય રીતે પચે નહિ તો પેટમાં ગેસ ના લીધે છાતીમાં દુખવું, ભારેપણું, ચક્કર , એસિડિટી અને ઝાડા જેવી સમસ્યા થાય છે. આદુના સેવનથી પાચનક્રિયામાં સુધારો થાય છે. આદુ, કાળા મરી અને નાનીપીપળી નો પાઉડર સમાન પ્રમાણમાં ભેળવીને બે ગ્રામ ગોળ સાથે મિક્સ કરો. તેના સેવન થી ફેફસા અને પેટના રોગોની સારવાર માં લાભ થાય છે. ખોરાકની પેહલા જો આદુ નું સેવન સિંધવ મીઠા ની સાથે કરવામાં આવે, તો ભુખ પણ વધે છે.

માથા ના દુખાવા માં રાહત અપાવે

માથાનો દુ:ખાવો થાય ત્યારે આદુનો પાઉડર અથવા તેના રસને ગરમ પાણી માં ભેળવીને હળદર સાથે માથા પર લેપ કરવાથી લાભ મળે છે. શિયાળા ની ઋતુ માં પેટ અથવા દાંત માં દુ:ખાવો થાય ત્યારે આદુને ચાવીને ખાવાથી તાત્કાલિક લાભ મળે છે. દાંત ના દુ:ખાવા માં આદુને લવિંગ ની સાથે ચાવીને ખાવું જોઈએ.


Image by Tumisu from Pixabay

કમર માટે ફાયદાકારક

કમર ના દુખાવા માં આદુ , ત્રિફલા અને ગોળ ની સાથે ભેળવીને સેવન કરવું જોઈએ.

Image by Anastasia Gepp from Pixabay

સાંધા નો દુ:ખાવો

આદુ માં એક એન્ટી-ઇફ્લેમેટરી ગુણ હોય છે. જે સંધિવા એટલે સાંધાના દુખવા માં રાહત આપે છે. જૂના સાંધાના દુઃખાવા માં આદુનો રસ, અશ્વગંધા પાવડર, શૈલકી પાવડર, હળદર નો પાવડર સમાન સમાન પ્રમાણમાં ભેળવીને મધની સાથે સેવન કર્યા પછી ગરમ દૂધ, ચા અથવા ગરમ પાણી પીવાથી સાંધાના દુઃખાવા માં લાભ મળે છે.

શરદી, ઉધરસ, તાવ માં ફાયદાકારક

ઉધરસ, તાવ, ગળામાં ખરાશ, ગળુ બેસી જવું જેવી સ્થિતિ માં આદુને પીસીને ધી અથવા મધ સાથે લેવું જોઈએ. હેડકી આવે ત્યારે આદુના રસ નું સેવન મધ અથવા તુલસી ની સાથે કરવું. શ્વાસ ના રોગીને મધની સાથે તેનો રસ આપવાથી કફ પાતળો થાય છે, જેનાથી આરામ મળે છે.

આદુની ચા

ખાસ કરીને ઠંડા વાતાવરણ માં આદુ અને કાળી મરીના પાંચ દાણા ઉમેરીને તૈયાર કરેલી ચા પીવાથી લાભ થાય છે.

સાવચેતી રાખવી.

  • ઠંડા સ્વભાવવાળા લોકોને આદુ લાભ કરે છે પરંતુ જેમને વધુ ગરમી લાગે છે અથવા જે પિત્ત પ્રકૃતિ ધરાવે છે તો તેને આદુથી બચવું જોઈએ.
  • હદય અને કિડની ના જૂના દર્દીઓ માટે પણ આ હાનિકારક છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment