આદુ એક ઉત્તમ ઔષધિ , જાણો આદુના ૧૦ ઉતમ ફાયદાઓ અને રોગોના ઉપચાર વિશે.

Image Source

આદુ એક ગુણોથી ભરપૂર મસાલો છે. શરદી, ઉધરસ, પાચન અને સામાન્ય દુખાવાથી લઈને કેન્સર, હદય રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓમાં તેને ફાયદાકારક માનવામાં આવે છે. જાણો આદુ વિશે વિસ્તારમાં……

વિશ્વના સૌથી વધારે વાવેતર વાળા મસાલા તરીકે બહુ ઉપયોગી આદુ દુનિયાનું સૌથી ઉપયોગી ઔષધિય ગુણ વાળો પદાર્થ છે. સો થી વધારે રોગોમાં આ ચમત્કાર મસાલાના ઔષધીય ફાયદાઓ પર અગણિત અભ્યાસ કરવામાં આવ્યા છે. અડધાથી વધારે પારંપારિક હર્બલ ઔષધિઓમાં સમાવેશ કરવામાં આવે છે. ચાલો તેના ગુણો વિસ્તારમાં જાણીએ….

Image Source

આદુનો પ્રાચીન કાળમાં ઉપયોગ:

ઐતિહાસિક અભિલેખોથી પણ પેહલા ભારત અને ચીનમાં આદુને એક મસાલા અને ઔષધિ રૂપે અજમાવીને ઉપયોગ કરવામાં આવતો હતો. બંને દેશોની શરૂઆતી ચિકિત્સા ગ્રંથોમાં તાજા અને સૂકવેલા, આ મસાલાને બંને રૂપે ઔષધીય ઉપયોગનો વિસ્તારથી વર્ણન છે.

ચોથી સદીમાં ચીની ગ્રંથોમાં આદુને પેટની સમસ્યાઓ, ઉલટી, દસ્ત, હૈઝા, દાતનો દુખાવો, રક્તસ્ત્રાવ અને સંધિવા ના ઉપચાર માટે એક ઔષધ રૂપે દર્શાવવામાં આવ્યું છે. ચીની ઔષધિના નિષ્ણાતો પણ આ ઔષધિનો ઉપયોગ શરદી અને ખાંસી સહિતના તમામ શ્વસન રોગોની સારવારમાં કરે છે. પાંચમી સદીમાં, ચીની ખલાસીઓ લાંબી દરિયાઇ સફરમાં સ્કારવીની સારવાર માટે આદુમાં હાજર વિટામિન સી તત્વોનો ઉપયોગ કરતા હતા.

ભારતના આયુર્વેદિક ગ્રંથોમાં આદુને સૌથી મહત્વપૂર્ણ ઔષધીમાની એક માનવામાં આવી છે. તેને પોતાનામાં દવાઓના સંપૂર્ણ ખજાના તરીકે વર્ણવવામાં આવ્યું છે. આયુર્વેદિક ડોકટરો તેને શક્તિશાળી પાચક તરીકે લેવાની ભલામણ કરે છે કારણ કે તે પાચક અગ્નિને ઉત્તેજિત કરે છે અને ભૂખ વધારે છે. તેના પોષક તત્વો શરીરના તમામ ભાગોમાં સરળતાથી પહોંચી શકે છે. આયુર્વેદમાં, આદુનો ઉપયોગ સાંધાનો દુખાવો, ઉબકા અને ગતિ દ્વારા થતી અગવડતાના ઉપચારમાં પણ થાય છે. આદુના ૧૦ મુખ્ય ફાયદા:

Image Source

૧. આદુ કેન્સર કોશિકાઓને નષ્ટ કરવામાં સક્ષમ છે:

આધુનિક શોધમાં આદુને અલગ પ્રકારના કેન્સરમાં એક લાભદાયક ઔષધિ રૂપે જોવામાં આવ્યું છે અને તેના કેટલાક આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યા છે.

મિશિગન યુનિવર્સિટી કોમ્પ્રિહેન્સિવ  કેન્સર સેન્ટરના એક અભ્યાસમાં જોવા મળ્યું કે આદુ ફકત અંડાશયના કેન્સરના કોષોને નષ્ટ કરતું નથી, પણ કીમોથેરાપીમાં પ્રતિરક્ષા વિકસાવવામાં પણ રોકે છે, જે અંડાશયના કેન્સરની સામાન્ય સમસ્યા છે.

આ અભ્યાસમાં, શોધકર્તા એ અંડાશય ના કેન્સરની કોશિકાઓ પર આદુના પાવડર અને પાણીનો એક લેપ લગાવ્યો. દરેક પરિણામમાં જોવા મળ્યું કે આદુના મિશ્રણના સંપર્કમાં આવવાથી કેન્સરની કોશિકાઓ નષ્ટ થઈ ગઈ. દરેક કોશિકાઓએ આત્મહત્યા કરી લીધી, જેને એપોપ્ટોસિસ કેહવામાં આવે છે અથવા તેમણે એકબીજા પર હુમલો કર્યો, જેને ઓટોફેગી કેહવામાં આવે છે.

આદુને સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરની સારવારમાં પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવ્યું છે.

જર્નલ ઓફ બાયોમેડિસિન અને બાયોટેકનોલોજીમાં પ્રકાશિત સંશોધનથી સામે આવ્યું છે કે આદુના છોડના રસાયણો તંદુરસ્ત સ્તન કોષોને અસર કર્યા વિના સ્તન કેન્સરના કોષોના પ્રસારને અટકાવે છે. આ ગુણ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે પરંપરાગત વિધિઓમાં આવું થતું નથી. જોકે ઘણી ગાંઠો કિમોચિકિત્સાથી સારી થાય છે, તેમ છતાં સ્તન કેન્સરના કોષોને નાશ કરવો વધુ મુશ્કેલ છે. તેઓ હંમેશાં બચી જાય છે અને સારવાર માટે રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે.

આદુનો ઉપયોગ કરવાના અન્ય ફાયદા એ છે કે કેપ્સ્યુલ સ્વરૂપમાં આપવાનું સરળ છે, તેની થોડી આડઅસર છે અને પરંપરાગત દવાઓનો સસ્તો વિકલ્પ છે.

આધુનિક વિજ્ઞાન પ્રમાણિત કરે છે કે આદુ પણ આંતરડામાં સોજા ઓછા કરી શકે છે, જે કોલોન કેન્સરને રોકવામાં મદદ કરે છે. મિશિગન યુનિવર્સિટીના એક અધ્યયનમાં, સંશોધનકારોએ 30 દર્દીઓના જૂથને 28 દિવસમાં બે ગ્રામ આદુના મૂળના સપ્લિમેન્ટ અથવા પ્લેસબો આપ્યા. 28 દિવસ પછી, સંશોધનકારોએ શોધી કાઢ્યું કે જે દર્દીઓએ આદુ મૂળનું સેવન કર્યું હતું તેમને કોલોન બળતરાના સંકેતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. આ કોલોન કેન્સરનું જોખમ ધરાવતા લોકો માટે અસરકારક કુદરતી નિવારણ પદ્ધતિ બનાવી શકે છે.

ગુદા કેન્સર, યકૃતનું કેન્સર, ફેફસાંનું કેન્સર, મેલાનોમા અને સ્વાદુપિંડનું કેન્સર જેવા અન્ય ઘણા કેન્સરનો પણ આદુ ના તત્વોની ક્ષમતા પર અભ્યાસ કરવામાં આવ્યો છે. તે રસપ્રદ છે કે કેન્સર વિરોધી દવા બીટા-આલ્મેન આદુમાંથી બનાવવામાં આવે છે.

Image Source

૨. આદુ ડાયાબિટીસમાં ફાયદાકારક તત્વ:

ડાયાબિટીસના મામલામાં અધ્યયનો એ આદુને તેના બચાવ અને ઉપચાર બંનેમા અસરકારક માન્યું છે.

ઓસ્ટ્રેલિયામાં સિડની યુનિવર્સિટી માં થયેલ એક શોધમાં આદુને ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત લોકો માટે અસરકારક માનવામાં આવ્યું. આદુના તત્વ ઇન્સ્યુલીનના પ્રયોગ વગર ગ્લુકોઝ ને સ્નાયુ કોશિકાઓ સુધી પહોંચાડવાની પ્રક્રિયા વધારી શકે છે. આ રીતે તેનાથી હાઇ શુગર લેવલ ને નિયંત્રણ કરવામાં મદદ મળી શકે છે.

અભ્યાસમાં જોવા મળ્યું છે કે આદુ ડાયાબિટીસથી થનારી મુશ્કેલીઓથી બચાવ કરે છે. આદુ ડાયાબિટીસ પીડિતના લીવર, કીડની અને કેન્દ્રીય તંત્રિકા તંત્રને સુરક્ષિત કરી શકે છે. સાથેજ તે આ બીમારીને એક સામાન્ય આડઅસર મોતિયાનાજોખમને પણ ઓછું કરે છે.

૩. આદુ હદય માટે ગુણકારી છે:

આદુનો વર્ષોથી હદય રોગના ઉપચારમાં ઉપયોગ થઈ રહ્યો છે. ચીની ચિકિત્સામાં કહેવામાં આવે છે કે આદુના ઉપચારાત્મક ગુણ હદયને મજબૂત બનાવે છે. હદય રોગોથી બચાવે અને તેના ઉપચારમાં હંમેશા આદુના તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આધુનિક અભ્યાસ દર્શાવે છે કે આ જડી બુટ્ટી ના તત્વ કોલેસ્ટ્રોલને ઓછું કરવા, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા, રક્તપ્રવાહમાં સુધારો લાવવા અને અવરોધિત ધમનીઓ અને લોહીના ગંઠાવાનું અટકાવવાનું કામ કરે છે. આ બધી વસ્તુઓ હદયાઘાત ( હાર્ટ એટેક ) અને સ્ટ્રોકના જોખમને ઓછું કરે છે.

Image Source

૪. આદુ એક લોકપ્રિય પાચક છે:

આદુનો ઉપયોગ હજારો વર્ષોથી પ્રાચીન સંસ્કૃતિઓ દ્વારા પાચક તરીકે કરવામાં આવે છે. તેના વાયુને દૂર કરનારા તત્વો પેટનો ગેસ દૂર કરે છે અને પેટની હવાની સમસ્યાને અટકાવે છે. સાથે જ, પેટના ખેંચાણને મટાડતા તેના તત્વો, સ્નાયુઓને આરામ કરતી વખતે અપચોમાં રાહત પહોંચાડે છે.

ભોજન પહેલાં મીઠું છાંટીને આદુના ટુકડા ખાવાથી લાળ વધે છે, જે પાચનમાં મદદ કરે છે અને પેટની સમસ્યાઓથી બચાવે છે. ભારે આહાર પછી આદુની ચા પીવાથી પેટનું ફૂલવું અને પેટની હવા ઓછી કરવામાં મદદ મળે છે. જો તમને પેટની સમસ્યા વધારે છે, તો પછી તમે ફૂડ પોઇઝનિંગના લક્ષણોને દૂર કરવા માટે આદુનું સેવન પણ કરી શકો છો.

કાયમી અજીર્ણ (ડિસપેપ્સિયા) ની સારવાર, બાળકોમાં પેટના દુખાવામાં રાહત અને બેક્ટેરિયલ અતિસારની સારવારમાં હંમેશા આદુ લેવાની સલાહ આપવામાં આવે છે.

૫.આદુ મોશન સિકનેશ ઓછી કરે છે:

વિવિધ પ્રકારના ઉબકા અને ઉલટીને મટાડવા માં આદુ ખૂબ જ મદદરૂપ હોય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં મોર્નિંગ સિકનેસ, મુસાફરી કરતા લોકોમાં મોશન સીકનેસ અને કિમોથેરાપીના દર્દીઓમાં પણ ઉબકાની સમસ્યામાં તે રાહત આપે છે. કિમોથેરાપી દરમિયાન ઉલ્ટી રોકવાની દવાઓ આપવા છતાં 70 ટકા દર્દીઓને ઊલટીની સમસ્યા થાય છે. પુખ્ત કેન્સરના દર્દીઓ પરના તાજેતરના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, કીમો પહેલા દરરોજ અડધાથી એક ગ્રામ આદુનો ડોઝ આપવા પર, અભ્યાસમાં ભાગ લેતા દર્દીઓમાં 91% દર્દીઓમાં ગંભીર ઉબકાની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આદુ ચક્કર આવવાની સાથે ઉબકા ઓછા કરવામાં પણ મદદ કરે છે. આ સંદર્ભે થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે આ મસાલાના ઉપચારાત્મક રસાયણો, મસ્તિષ્ક અને તંત્રિકા તંત્રમાં કામ કરતા ઉબકાની અસરને ઓછી કરે છે.

૬. આદુ સાંધાના દુખાવા અને સંધિવામાં રાહત આપે છે:

આદુમાં જીંજરોલ નામનો એક ખૂબ જ અસરકારક પદાર્થ હોય છે જે સાંધા અને સ્નાયુઓના દુખાવાને ઓછો કરે છે. એક અભ્યાસ મુજબ આદુ ગંભીર અને ઇન્ફ્લામેટ્રી રોગો માટે એક અસરકારક ઉપચાર છે.

ઘણા બીજા વૈજ્ઞાનિક અધ્યાયનો પણ સાંધાના દુખાવામાં આદુની અસરની પુષ્ટિ કરે છે. સંધિવાના પ્રારંભિક તબક્કામાં તે ખાસ અસરકારક છે. ઓસ્ટિઓઆર્થરાઇટિસથી પીડાતા દર્દીઓએ નિયમિત આદૂના સેવનથી ઓછો દુખાવો અને ઉત્તમ ગતિશીલતાનો અનુભવ કર્યો.

હોંગકોંગમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે આદુ અને સંતરાના તેલનું માલીશ કરવાથી ઘુટણની સમસ્યાઓ વાળા દર્દીઓને ટૂંકાગાળાની કડકતા અને દુખાવામાં રાહત મળે છે.

આદુ કસરતથી થતા સોજા અને સ્નાયુઓના દુખાવાને પણ ઓછો કરી શકે છે. જ્યોર્જિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં સંશોધનકારોએ કાચું અને રાંધેલું આદુ 34 અને 40 વોલ્ટિલરોના બે જૂથોને સતત 11 દિવસ સુધી ખવડાવ્યું. અધ્યયનના પરિણામોએ તારણ કાઢ્યું છે કે આદુના સપ્લિમેન્ટસનો દૈનિક ઉપયોગ કસરતથી થતા સ્નાયુઓના દુખાવામાં 25% સુધી રાહત આપે છે.

૭. આદુ માથાનો દુખાવો અને માસિક ધર્મની પીડા ઓછી કરે છે.

સંશોધન દ્વારા જાણવા મળ્યું કે આદુ માથાના દુખાવામાં રાહત આપે છે. ઈરાનમાં કરવામાં આવેલ અને ફાયટોથેરાપી રિસર્ચ જર્નલમાં પ્રકાશિત એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આદુનો પાવડર માથાના દુખાવાના લક્ષણોમાં એટલો જ અસરકારક છે જેટલી સામાન્ય માથાના દુખાવાની દવા સુમાટ્રીપ્ટેન.

ક્લિનિકલ ટ્રાયલમાં તીવ્ર લક્ષણોવાળા માથાના દુખાવા ના પીડિતો કેટલાકને સુમાટ્રીપ્ટન આપવામાં આવ્યું અને બાકીના ઓને આદુનો પાવડર. સંશોધનમાં જાણવા મળ્યું છે બંનેની અસરકારકતા એક સમાન હતી અને આદુના પાવડરની આડઅસર સુમાટ્રીપ્ટનની સરખામણીમાં ખુબ ઓછી હતી. આ પરથી જાણવા મળ્યું કે તે માથાના દુખાવાનો વધુ સુરક્ષિત ઉપચાર છે.

માથાના દુખાવાનો હુમલો શરૂ થતાં જ આદુવાળી ચા પીવાથી પ્રોસ્ટાગ્લાન્ડિન્સ દબાઈ જાય છે અને અસહ્ય દુખાવામાં રાહત મળે છે. તેનાથી માથાના દુખાવા સાથે જોડાયેલા ઉબકા અને ચક્કરની સમસ્યા પણ થતી નથી.

આદુ ડિસમેનોરિયા સાથે જોડાયેલા દુખાવાને પણ ઘણું ઓછું કરવામાં મદદરૂપ છે. ઈરાનમાં કરાયેલા એક સંશોધનમાં 70 મહિલા વિદ્યાર્થીઓને બે જૂથોમાં વહેચવામાં આવી. એક જૂથને આદુના કેપ્સ્યુલ્સ અને બીજાને પ્લેસબો આપવામાં આવ્યા હતા. બંનેને આ વસ્તુઓ તેમના માસિક ચક્રના પહેલા ત્રણ દિવસ માટે આપવામાં આવી હતી. સંશોધનકારોને જાણવા મળ્યું કે આદુની કેપ્સ્યુલ્સ લેતી 82.85 ટકા સ્ત્રીઓમાં દર્દના લક્ષણોમાં સુધારો થયો છે જ્યારે પ્લેસબોથી ફક્ત 47.05 ટકા સ્ત્રીઓને જ રાહત મળી હતી.

ઘણી સંસ્કૃતિઓમાં બળતરા ની સારવાર માટે ત્વચા ઉપર તાજો આદુનો રસ ઉમેરવાની પરંપરા છે અને આદુનું તેલ સાંધા તેમજ પીઠના દુખાવામાં ઘણું અસરકારક સાબિત થયું છે.

૮. આદુ શ્વાસની સમસ્યાઓ અને દમના સારવાર માટે અસરકારક છે:

શ્વાસ સંબંધિત સમસ્યાઓના ઉપચાર આદુના ઘટકોના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે દમથી પીડાતા દર્દીઓના ઉપચાર તેનો ઉપયોગ આશાસ્પદ રહ્યો છે. દમ એક સ્થાયી રોગ છે જેમાં ફેફસાની ઓક્સિજન નળીઓની સ્નાયુઓમાં સોજા આવી જાય છે અને તેઓ જુદા જુદા પદાર્થો પ્રત્યે સંવેદનશીલ થઈ જાય છે, જેનાથી તે હુમલાઓ તરફ દોરી જાય છે. તાજેતરમાં થયેલા એક સંશોધન દ્વારા જાણવા મળ્યું કે આદુ બે પ્રકારે દમના સારવારમાં ફાયદાકારક હોય છે. પહેલું એન્ઝાઇમ અવરોધિત કરીને જે વાયુમાર્ગના સ્નાયુઓને સંકુચિત કરે છે અને બીજું એન્ઝાઇમ જે વાયુમાર્ગને આરામ પહોંચાડે છે તેને સક્રિય કરીને.

આદુ તેના શક્તિશાળી એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને દર્દનિવારક તત્વોને લીધે અસરકારક હોય છે. તેના ગુણ નોન સ્ટીરોઇડ એન્ટિ ઇન્ફ્લેમેટરી દવાઓ સમાન છે, પરંતુ તેની કોઈ નકારાત્મક આડઅસર નથી. જ્યારે દમના રોગની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓથી પણ ચિંતાજનક આડઅસર થઈ શકે છે. તેથી, આદુ જેવી વૈકલ્પિક, સલામત સારવારની ઉપલબ્ધતા આ રોગની સારવારમાં એક આશાસ્પદ શોધ છે.

૯. આદુ શરદી ઉધરસમાં લાભદાયક છે:

આદુ રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે, જેનાથી તે શરદી-ઉધરસ તથા ફ્લૂનો જાણીતો ઉપચાર છે. ઉપલા શ્વસન માર્ગના ચેપમાં આરામ પહોંચાડવાને કારણે તે ઉધરસ, ખરાબ ગળા અને શ્વાસનળીમાં પણ ખૂબ અસરકારક હોય છે.

આદુ શરદી સમયે ઉત્તેજિત થયેલી દુઃખદાયી સાઇનસ સહિત શરીરના સુક્ષ્મ સંચરણ માધ્યમોને પણ સાફ કરે છે. શરદી ઉધરસ અને ફ્લૂમાં લીંબુ તથા મધ સાથે આદુવાળી ચા પીવી એ ખૂબ જ લોકપ્રિય ઉપચાર છે જે પૂર્વ અને પશ્ચિમ બંનેમાં ઘણી પેઢીઓથી આપણને સોંપવામાં આવ્યું છે.

આદુંમાં ગરમી વધારવાના ગુણ પણ હોય છે, તેથી તે શિયાળામાં શરીરને ગરમ કરી શકે છે અને બધામાં મુખ્ય વાત એ છે કે તે સ્વાસ્થ્ય માટે લાભદાયી પરસેવાને વધારી શકે છે. શરીરને વિષમુક્ત કરીને અને શરદી તાવના લક્ષણોમાં લાભદાયક આ પ્રકારનો પરસેવો બેક્ટેરિયલ અને ફાંગલ ચેપથી પણ લડવામાં મદદરૂપ સાબિત થાય છે.

સૌથી સારી વાત એ છે કે આદુમાં સક્રિય પદાર્થો હોય છે, જે શરીર દ્વારા સરળતાથી શોષાય છે, તેથી તેનો ફાયદો ઉઠાવવા માટે તમારે તેને મોટા પ્રમાણમાં વાપરવાની જરૂર નથી.

Image Source

૧૦. આદુ એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ છે:

વિશ્વમાં થયેલા ઘણા અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે આદુમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે લિપિડ પેરોક્સિડેશન અને ડીએનએ નુકસાનને અટકાવે છે.

એન્ટી ઓક્સિડેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે એ ફ્રી રેડિકલ્સ સામે સુરક્ષા પ્રદાન કરે છે. તેનાથી ઉંમર સાથે આવતા તમામ પ્રકારના રોગો જેવા કે કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસ, સંધિવા, અલ્ઝાઈમર અને અન્ય રોગોથી બચાવવામાં મદદ કરે છે.

જોકે બધા મસાલાઓમાં શક્તિશાળી એન્ટી ઓક્સિડેન્ટ મળી આવે છે, આદુ તેમાં સૌથી વધારે અસરકારક છે. તેમાં ૨૫ જુદી જુદી એન્ટીઓક્સીડેન્ટ વિશેષતાઓ છે તેના લીધે તે શરીરના જુદા જુદા ભાગોમાં તમામ પ્રકારના ફ્રી રેડિકલ્સ સામે લડવામાં ખુબજ અસરકારક છે.

આદુ ખાવાના ફાયદા:

૧. ઠંડી ની શક્યતા ઘટાડે છે.
૨. પાચન સુધારે છે.
૩. લોહી સાફ કરવામાં મદદરૂપ.

ધ્યાનમાં રાખવાની બાબતો:

 • બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આદુ ન આપવું જોઈએ.
 • સામાન્ય રીતે પુખ્ત વયના લોકોએ એક દિવસમાં 4 ગ્રામ કરતા વધુ આદુ ન લેવું જોઈએ. તેમાં રસોઈ માટે ઉપયોગમાં લેવાતું આદુ છે.
 • ગર્ભવતી સ્ત્રીઓએ દરરોજ એક ગ્રામથી વધારે ન લેવું જોઈએ.
 • તમે આદુની ચા બનાવવા માટે સૂકા કે તાજા આદુના મૂળનો ઉપયોગ કરી શકો છો અને તેને દરરોજ બેથી ત્રણવાર કરી શકો છો.
 • વધારે પડતા સોજા ઓછા કરવા માટે તમે દરરોજ અસરકારક ભાગ પર થોડીવાર આદુના તેલથી માલિશ કરી શકો છો.
 • આદુની કેપ્સુલ બીજા સ્વરૂપો કરતા વધારે લાભ આપે છે.
 • આદુ લોહી પાતળું કરતી દવાઓ સહિત બીજી દવાઓ સાથે પરસ્પર અસર કરી શકે છે.
 • કોઈ વિશેષ સમસ્યા માટે આદુની જાણકારી સંભવિત આડઅસરો માટે હંમેશા ડોક્ટરનો સંપર્ક કરવો

Image Source

આદુની ચા બનાવવાની રીત:

 • આ સ્વાસ્થ્ય કારક ચાની રેસીપી તમને તાજગી અને સ્ફૂર્તિથી ભરી દેશે, સાથે જ તેમાં કેફિનની આડઅસર હોતી નથી.
 • એક વાસણમાં સાડા ચાર કપ પાણી ઉકાળો. પાણી ઉકળે ત્યારે તેમાં બે ઈંચ આદુના ટુકડા ને 20 થી 25 તુલસીના પાન સાથે પીસી લો.
 • આ પેસ્ટને સુકા ધાણાના બીજ સાથે ઉકળતા પાણીમાં નાખો.
 • ૨ થી ૩ મિનીટ સુધી ઉકળવા દો.
 • ચાને કપમાં ગાળી લો અને સ્વાદ માટે એક ચમચી લીંબુનો રસ અને ગોળ ઉમેરો, પછી ગરમાગરમ પીઓ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *