શું તમારી બહેન પણ છે તમારા થી દૂર, રક્ષાબંધન પર આપો આ ખાસ ગિફ્ટ્સ..

જો તમારી બહેન પણ એકલી રહેતી હોય અને તમે આ રક્ષાબંધન પર તેને ગિફ્ટ આપવાનું વિચારતા હોવ તો કેટલાક idea આજ ની પોસ્ટ માં બતાવ્યા છે જેનાથી તમે સરળતા થી તેમને ગિફ્ટ આપી શકો.

Image Source

ભાઈ બહેન નો સંબંધ પણ અજીબ હોય છે જ્યારે એક જ ઘર માં હોય ત્યારે જગડે છે પરંતુ ઘર ની બહાર બંને માંથી કોઈ ને પણ મુશ્કેલી આવે તો એક બીજા ની મદદ કરવા તરત જ દોડી આવશે. ખાસ કરી ને બહેન માંટે તો દરેક ભાઈ protective હોય છે. દરેક ભાઈ એવું ઈચ્છે કે પોતાની બહેન પોતાના પગ પર ઊભી રહે અને પોતાની અલગ જ ઓળખ બનાવે. આવામાં જો ભણતર કે નોકરી માટે જ્યારે તે પહેલી વાર બહાર એકલી જાય છે ત્યારે એ ક્ષણ બંને માટે બહુ emotional હોય છે.

ચાલો જાણીએ જો બહેન પહેલી વાર રક્ષાબંધન માં તમારા થી દૂર હોય તો એને  કેવીરીતે યાદગાર બનાવી શકાય.

જો બહેન પહેલી વાર ઘર થી દૂર હોય તો આખા પરિવાર ને તેની ખૂબ જ ચિંતા હોય છે. એકલા રહેતા તેને એવી ઘણી વસ્તુઓ ની જરૂર પડે છે. ચાલો જાણીએ ગિફ્ટ ની યાદી..

ઇલેક્ટ્રિક કીટલી

 

Image Source

હોસ્ટેલ કે p. g માં રહેતા જ સૌથી પહેલા ઇલેક્ટ્રિક કીટલી ની જરૂર પડે છે. સમય ના અંતરે ચા પીવાની આદત હોય કે દૂધ પીવાની આ કીટલી થી હોસ્ટેલ લાઇફ એકદમ સરળ થઈ જાય છે. જો તેમની પાસે એ ના હોય તો તમે ઇલેક્ટ્રિક કીટલી ગિફ્ટ કરી શકો છો.

ઇંડક્શન કુકર

Image Source

ઘર થી દૂર રહેતા જ તેની સીધી અસર આપણાં સ્વાસ્થ્ય પર પડે છે. આવા માં મેસ કે canteen નું ખાવાનું મન નથી થતું. જો રૂમ પર ઇંડક્શન કુકર હોય તો આવી પરિસ્થિતિ થી બચી શકાય છે. તો આ રક્ષાબંધન પર તમે તમારી બહેન ને આ ગિફ્ટ આપી શકો છો.

સ્માર્ટવોચ

Image Source

p g માં રહેતા ની સાથે જ લાઇફસ્ટાઇલ આખી બદલાઈ જાય છે. આવા માં તે નવા વિચાર થી સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવાનું ચાલુ કરે છે. મોર્નિંગ વોક ને રૂટિન માં ચાલુ કરવું અગત્ય નું બની જાય છે. આની માટે મોટિવેટ કરવા માટે તેને સ્માર્ટવોચ આપી શકો છો.

બ્લૂટુથ સ્પીકર

Image Source

ઘર થી દૂર રહીને ઘર ની યાદ આવવી એ સંભવ જ છે તો બ્લૂટૂથ સ્પીકર આપવા થી તે ગીતો સંભાળશે અને પોતાનો મૂડ પણ સારો કરી શકશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment