દેશી ઘી ના ફાયદા: ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે ઘી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

ઘી નું સેવન આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઘી આરોગ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ લાભદાયી છે.ઘી માં એવા ઘણા ગુણો મળી આવે છે જે ત્વચા માટે ઘણા ફાયદાકારક હોય છે. ઘી ત્વચામાં નિખાર લાવવા માટે પણ ઉપયોગી છે. આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે ત્વચાને તંદુરસ્ત રાખવા માટે તમારે ઘી નો ઉપયોગ કેવી રીતે કરવો. શિયાળાની ઋતમાં ત્વચા શુષ્ક રહેવાની સમસ્યા પણ રહે છે. શુષ્ક ત્વચાથી છુટકારો મેળવવા માટે પણ તમે ઘી નો ઉપયોગ કરી શકો છો. આગળની સ્લાઈડ્સમાં જાણો ત્વચાને તંદુરસ્ત બનાવી રાખવા માટે કેવી રીતે કરવો ઘી નો ઉપયોગ…

લિપ બામ તરીકે કરો ઘી નો ઉપયોગ.

Image source

શિયાળાની ઋતુમાં હોઠનું ફાટવું એ સામાન્ય વાત છે. તમે ઘી નો ઉપયોગ લિપ બામ તરીકે પણ કરી શકો છો. હોઠો પર ઘી લગાવવાથી ફાટેલાં હોઠ સારા થવા લાગે છે.

ફાટેલી એડીઓ પર ઘી લગાવો.

Image source

ફાટેલી એડીઓ માટે ઘી ખૂબ જ ફાયદાકારક છે. ફાટેલી એડીઓ માં ઘી લગાવવાથી ફાટેલી એડીઓ સારી થઈ જાય છે. જો તમે પણ ફાટેલી એડીઓ થી પરેશાન છો તો દરરોજ રાત્રે સૂતા પહેલા એડીઓ પર ઘી લગાવી લો. ઘી લગાવ્યા પછી એડીઓમાં મોજા જરૂર પહેરવા.

ઘી ના ઉપયોગથી ચેહરાની કરચલીઓ દૂર થાય છે.

Woman with damp face covering from sun.

ઘી નો ઉપયોગ કરવાથી ત્વચાની કરચલીઓને પણ દૂર કરી શકાય છે. નિયમિત રીતે ઘી નું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે અને કરચલીઓથી છુટકારો મળે છે. ત્વચાની નમણાશ જાળવી રાખવા માટે તમે દરરોજ ચહેરા પર ઘી લગાવી શકો છો.

આંખો ની બળતરા અને સોજા દૂર થાય છે.

આંખોની ચારેય બાજુ ઘી લગાવવાથી આંખો ની બળતરા અને સોજા દૂર થાય છે. દરરોજ નિયમિત રીતે આંખોની આજુબાજુ ઘી થી મસાજ કરવાથી આંખોની ચમક પણ વધે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment