ઘી નું જ્યારે યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે, ત્યારે વજન અને કોલેસ્ટ્રોલ વધતું નથી, પરંતુ થાય છે અનેક ફાયદાઓ

Image Source

ઘીને ભારતીય સુપર ફુડ રૂપે ઓળખવામાં આવે છે. તેના ઘણા સ્વાસ્થ્ય ફાયદા પણ છે, પરંતુ ઘીથી વજન અને કોલેસ્ટ્રોલ વધે છે તેથી લોકો તેને ખાવાથી બચે છે. પરંતુ યોગ્ય માત્રામાં ઘી ખાવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે. નાસ્તામાં, બપોરે અને રાતના ભોજનમાં એક નાની ચમચી ઘી ખાઈ શકો છો. ઘીનું યોગ્ય માત્રામાં સેવન હદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, કબજિયાત, નબળા સાંધા અને પાચન સંબંધી સમસ્યાઓથી પીડાતી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે.

સારી ઉંઘ આવે…..

તે ભોજન કર્યા પછી ની ઉંઘ, સુસ્તી અને ઓછી ઉત્પાદકતાને રોકવામાં પણ મદદ કરે છે. રાતના ભોજનમાં એક ચમચી ઘી ની સાથે એક વધારે ચમચી ઘી ખાવાથી કબજિયાત અને અપચાને રોકવામાં મદદ મળે છે અને સારી ઊંઘ પણ આવે છે.

ઘી વિટામીન એ, વિટામીન ડી અને વિટામીન કે જેવા ચરબીયુક્ત દ્રાવ્ય વિટામીનનો સારો સ્ત્રોત હોય છે. ઘીમાં એક હાઈ સ્મોક પોઇન્ટ હોય છે જે રસોઈ બનાવવા માટે તેને ખૂબ સારું માધ્યમ બનાવે છે. ઘી ચરબીનું એક શુદ્ધ રૂપ હોય છે. તેમાં આંતરડાના ઉત્સેચકો પણ હોય છે જે તેના પાચનમાં મદદ કરે છે.

ઘીના સ્વાસ્થ્ય ફાયદા:

  • ઘી ઊર્જાનો સારો સ્ત્રોત છે. નવજાત શિશુની માતાઓને હંમેશા ઘીના બનેલા લાડુ આપવામાં આવે છે, કેમકે તે ખાવાથી ઊર્જા મળે છે. પિન્ની એક પંજાબી વાનગી છે, જે ઘીનુ બને છે. તે ફકત તેના સ્વાદ માટે જ નહિ પરંતુ ઊર્જા વધારવાના ગુણો માટે પ્રખ્યાત છે.
  • ઘી ચરબીનો સારો સ્ત્રોત છે કેમકે તેમાં ત્રણ મેક્રોનટ્રિએન્ટ્સ શામેલ છે જે તંદુરસ્ત જીવન જાળવવા માટે જરૂરી હોય છે.
  • ગાયનું તાજુ શુદ્ધ ઘી નાકમાં લગાવવાથી શરદી અને બંધ નાકમાં તરત આરામ મળે છે.
  • દરરોજના ભોજનમાં રોટલી પર ઘી લગાવીને ખાવાથી પાચનની ક્ષમતા સારી રહે છે. તેની સાથેજ તેને ખીચડી, દાળ ભાત, શાકભાજી વગેરેમાં નાખીને પણ ખાઈ શકાય છે.
  • રાત્રે સૂતી વખતે એક કપ ગરમ દૂધમાં એક નાની ચમચી ઘી નાખીને પીવાથી કબજિયાત દૂર થાય છે.
  • શુદ્ધ દેશી ઘી મુલાયમ અને કોમળ ત્વચા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં મહત્વના ફૈટી એસિડ પણ હોય છે જે ત્વચાના કોષોને હાઇડ્રેશન કરવામાં મદદ કરે છે.
  • ચહેરા પર લગાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. ૨ મોટી ચમચી ઘી,૨ મોટી ચમચી ચણાનો લોટ અને થોડી હળદરને એક વાટકીમાં પાણી લઈને ઉમેરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને ચેહરા પર લગાવી લો. તેનાથી ત્વચા પર ચમક આવશે અને ત્વચા કોમળ અથવા મુલાયમ બનશે.
  • ઘીમાં એન્ટી-ઇફ્લેમેંટરી ગુણ હોય છે. તેનો ઉપયોગ બળતરાને દૂર કરવા અને સોજાની સારવાર માટે કરવામાં આવે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *