દૂધ જેવા સફેદ દાંત મેળવો ફક્ત 2 જ મિનીટમાં, ગેરેંટીથી દુર થઈ જશે પીળા પડી ગયેલા દાંત

આપણા દાંત જેટલા સ્વચ્છ હશે આપણે એટલું જ સુંદર હસી શકીશું, લોકોને મળી શકીશું, સરળતાથી વાત કરી શકીશું કારણ કે પીળા અને દાગ ધબ્બા વાળા દાંત જોવા કોઈને નથી ગમતા અને જયારે આવા દાંત હોઈ ત્યારે આપણે ઇચ્છવા છતાં પણ પોતાનું મોઢું નથી ખોલી શકતા.

જેવી રીતે આપણા શરીરના બધા જ અંગ અગત્યના છે એમ આપણા દાંત પણ આપણી પર્સનાલીટીની સુંદરતા વધારવા માટે ખુબ જ અગત્યના માનવામાં છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમારા દાંતને ફક્ત બે મિનીટમાં જ કરી શકો છો એકદમ સાફ અને સફેદ મોતી જેવા.

સૌથી પહેલા સામગ્રીમાં તમને બે જ વસ્તુ જોઇશે. જે તમને માર્કેટમાં કોઈ પણ જગ્યાએ મળી પણ જશે અને ઘરે પણ એ વસ્તુને આપણે અવારનવાર ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ. તે સામગ્રી છે બેકિંગ સોડા અને લીંબુનો રસ.

સૌથી પહેલા એક ગ્લાસમાં એક ચમચી બેકિંગ સોડા લઇ તેમાં એક ચમચી લીંબુનો રસ ભેગુ કરવાનો છે અને તેને સારી રીતે ભેગું કરવાનું છે. તેને ચમચીથી મિક્સ કરશો એટલે તેમાં ફીણ પેદા થશે. એ ફીણ પેદા થયા બાદ પણ તે મિશ્રણને એકદમ હલાવવાનું છે. તેને ખુબ જ હલાવવામાં આવશે એટલે એક નાનકડી પેસ્ટ બની જશે. એ પેસ્ટને કેટલાક દિવસો સુધી સ્ટોર પણ કરી શકાય છે.

આ પેસ્ટ બરાબર ભેગું કર્યા પછી એક વાટકીમાં કાઢી લેવાની અને જ્યારે તમે સવારે ઉઠ્યા પછી ટુથપેસ્ટથી બ્રશ કરો તેની જગ્યાએ બનાવેલી આ પેસ્ટથી બ્રશ કરવાનું છે. પહેલા તો પેસ્ટને બ્રશ પર લગાવી દેવાની છે અને તેને બે મિનીટ સુધી ખુલ્લા દાંત રાખીને મૂકી રેહેવા દેવાનું. પછી તેના પર બ્રશ ઘસવાનું. પરંતુ માત્ર બે જ મિનીટ ઘસવાનું તેનાથી વધારે નહિ.

કેમ કે તે તમારા દાંતના ઉપરના પાર્ટમાં નુકશાન પહોંચાડી શકે છે. એટલે કે વધુ સમય સુધી પેસ્ટને દાંત પર રાખવી નહી. પછી ઠંડા પાણીથી કોગળા કરી નાખવાના. ત્યાર પછી તમે તમારા દાંતને કાચમાં જોશો એટલે તરત જ તમને ફર્ક જોવા મળશે. પીળાશ એકદમ ઓછી થઇ જશે અને દાંતમાં ચમક આવી જશે.

જો તમે આવું દસથી બાર વાર કરશો તો તમારા દાંત એકદમ મોતી જેવા સફેદ થઇ જશે. આનો ઉપયોગ બહુ નથી કરવાનો. એક વાર તમારા દાંત બિલકુલ સાફ થઇ જાય પછી તેને બંધ કરી દેવાનો છે. આ ઉપાય એકદમ સામાન્ય અને ઘરેલું છે. અમે ઉપર જણાવ્યું એ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે તો તમારા દાંત પણ ચમકશે અને નુકશાન પણ નહી થાય.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment