અહીં આપેલ આસાન અને ઘરેલું નુસખા અજમાવીને રસોડામાં આવતી માખીથી છુટકારો મેળવો

Image Source

કોઈપણ વાતાવરણમાં ઘરમાં આવતી માખી તમને હેરાન કરી શકે છે. ખાસ કરીને જ્યારે આમાંથી આપણા ભોજન ઉપર બેસે છે ત્યારે તે ખાવાની વસ્તુમાં પણ સંક્રમણ ફેલાવે છે. એટલું જ નહીં માખીઓ ઘણાં પ્રકારની બીમારીઓ પણ ફેલાવે છે. જેમકે ટાઈફોઈડ, હીપેટાઇટીસ એ, ડાયેરિયા ફેલાવે છે. તેથી જ ખાસ કરીને રસોડા જેવી જગ્યામાં તેમનો પ્રવેશ સંપૂર્ણ રીતે વર્જિત હોવો જોઈએ. પરંતુ તે સામાન્ય સમસ્યા છે કે માખી રસોડાની અંદર પ્રવેશ કરીને ઘણી બધી સામગ્રીને પણ ખરાબ કરે છે. આવો જાણીએ રસોડામાં માખીથી છુટકારો મેળવવાના આસાન ઉપાય વિશે.

Image Source

મીઠાના પાણીનો સ્પ્રે

એક ઘરેલુ ઉપચાર ના રૂપમાં માખો ઉપર મીઠાના પાણીનો છંટકાવ કરવો સૌથી આસાન ઉપાય છે. મીઠાના પાણીથી માખી ખૂબ જ જલદી બહાર ભાગી જાય છે અને ફરીથી રસોડામાં પ્રવેશ કરતી નથી. તેની માટે તમારે માત્ર એક ગ્લાસ પાણીમાં બે મોટી ચમચી મીઠું નાખવાનું છે અને તેને યોગ્ય રીતે મિક્સ કરો.હવે આ લિક્વિડને એક સ્પ્રે બોટલમાં નાખો અને રસોડાની તે જગ્યા ઉપર સ્પ્રે કરો જ્યાં માખી વધુ આવતી હોય.

ખાંડ અને મરીની સાથે દૂધ

આ મિશ્રણને બનાવવા માટે એક ગ્લાસ દૂધમાં ત્રણ ચમચી ખાંડ અને એક ચમચી મરી પાઉડરને ઉકાળો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને રસોડામાં માખીના પ્રભાવિત ક્ષેત્ર માં મુકો. તે સ્વાભાવિક રૂપથી ઘરેલુ માખીઓને આકર્ષિત કરશે અને તેમાં ડૂબીને મરી જશે.

ફુદીનો અથવા તુલસીનો સ્પ્રે

ફુદીનો અને તુલસી ઘરેલુ માખીને ભગાવતી મુખ્ય સામગ્રી તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે આ બંને સામગ્રીને પીસીને પાવડર અથવા તો પેસ્ટ બનાવો અને તેને પાણીમાં સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તે સ્પ્રેને એ જગ્યા ઉપર ફેલાવો જ્યાં માખીની સંખ્યા વધુ હોય.

આદુનો સ્પ્રે

ઘરેલુ માખીઓ ને રસોડામાંથી દૂર ભગાવવા માટે એક પ્રભાવી ઉપાય એ પણ છે કે રસોડામાં એ જગ્યા ઉપર આદુનો સ્પ્રે કરો જ્યાં માખો ખૂબ જ માત્રામાં હોય. તેને બનાવવા માટે એક કપ પાણીમાં એક નાની ચમચી આદુ પાવડર ઉમેરો અને યોગ્ય રીતે હલાવો ત્યારબાદ માખીને ભગાવવા માટે રસોડા અને જ્યાંથી માખી આવતી હોય ત્યાં પાણીનો છંટકાવ કરો.

વિનેગરનો કરો ઉપયોગ

 વિનેગર ની ગંધ માખીઓ ને પોતાની તરફ આકર્ષિત કરે છે તેથી જ્યારે તમે રસોડામાંથી માખી દૂર કરવા માંગો છો ત્યારે તેની માટે એક વાડકામાં થોડું વિનેગર રાખો અને તેને નાના નાના કાણા કરેલા પ્લાસ્ટીક થી ઢાંકો.  વિનેગર ની સુગંધ થી માખીઓ અંદર આવી જશે અને તે વાટકામાં ફસાઈને મરી જશે.

લીંબુ અને લવિંગ

ખાસ કરીને લીંબુ ની સુગંધ માખીઓ ને દૂર ભગાવે છે. તેની માટે બે લીંબુ ને અડધા કાપો ત્યારબાદ દરેક અડધા ભાગમાં ચાર પાંચ લવિંગ એવી રીતે નાખો કે તેની ઉપરનો ભાગ બહાર દેખાય. તે લીંબુના ટુકડા ને રસોડાની એવી જગ્યા ઉપર મૂકો જ્યાં માગ્યો વધુ માત્રામાં આવતી હોય. લીંબુ અને લવિંગ ની સુગંધ માખીઓ ને દુર ભગાડશે.

નારંગીની છાલ

નારંગીની છાલ માખીઓ ને દૂર ભગાડે છે નારંગીની છાલને કપડાના એક ટુકડામાં બાંધીને રસોડાની એ જગ્યા ઉપર લટકાવો જ્યાં માખીઓની સમસ્યા વધુ હોય તે અંદરની માખીઓ માટે પણ અધિક પ્રભાવી ઘરેલૂ ઉપચાર માંથી એક છે.

મીઠું અને હળદર નો ઉપયોગ

રસોડામાં આવતી માખીઓથી છુટકારો મેળવવા માટે સૌથી આસાન ઉપાય મીઠું અને હળદર નો છંટકાવ કરવાનો છે. તે જ રસોડાની માખીઓને ભગાડવાના સૌથી આસાન ઘરેલું ઉપચારો માંથી એક છે. તેની માટે તમારે તે જગ્યા ઉપર હળદર અને મીઠાનો છંટકાવ કરવાનો છે જ્યાં માખી વધુ માત્રામાં ઉપસ્થિત હોય.

ઉપર આપેલ દરેક યુક્તિને અજમાવીને તમે રસોડામાં આવતી માખીથી સંપૂર્ણ રીતે છુટકારો મેળવી શકો છો,અને તેનાથી થતી બીમારીથી દૂર પણ રહી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment