ઉનાળામાં દરરોજ સવારે આ ૩ કામ કરો, પેટને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવાની સાથે મેળવો બેદાગ ચમકતો ચેહરો

Image Source

ઉનાળાની ઋતુમાં ત્વચા અને વાળની સાથે-સાથે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજૂતા દિવેકરના જણાવ્યા મુજબ ઉનાળાની ઋતુમાં એસિડિટી, કબજિયાત જેવી ઘણી પેટને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત સખત તડકાને કારણે ત્વચા પર ખીલ, ફોડલીઓ જેવી ઘણી સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં ઈચ્છો તો દરરોજ આ ૩ કામ કરી શકો છો. તેનાથી તમને ત્વરિત લાભ મળશે.

ઉનાળાની ઋતુમાં આ ૩ વસ્તુનો ઉપયોગ કરીને તમે તીવ્ર કબજિયાત, ફૂલવું , ડાયરિયા, એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવી શકશો. તેની સાથે જ ચેહરા પર નીકળતા ખીલ, બ્લેકહેડ્સ, ફ્રીકલ્સ અને ડાર્ક સર્કલથી છુટકારો મળશે. આ ત્રણ ઉપાય તમને દિવસભર શાંત રેહવાની સાથે સારી ઉંઘ આપવામાં મદદ કરશે.

દરરોજ આ ત્રણ કાર્ય કરો -:

૧. દરરોજ એક ગ્લાસ વરિયાળી શરબત એટલે સૌફનું શરબત પીઓ. ઉનાળામાં તેનું સેવન કરવાથી તમારા મોઢામાંથી દુર્ગંધ આવશે નહીં. તેની સાથેજ સંપૂર્ણ મોઢાને સ્વસ્થ રાખવાની સાથે, કબજિયાત, પેટનું ફૂલવું, ડાયરિયામાં ફાયદો મળશે.

૨. દરરોજ વધુમાં વધુ પાણી પીઓ. તેમાં થોડા ખસખસ નાખો. ત્યારબાદ તેને ૩ દિવસ માટે રેહવા દો. પછી દિવસ દરમિયાન તેનું સેવન કરો. તેનાથી તમે હંમેશા શાંત રેહશો. એક વાર ખસખસનો ઉપયોગ તમે ૩ દિવસ કરો. ત્યારબાદ તેને તડકામાં સૂકવી લો અને એક વાર ફરી ઉપયોગ કરીને ફેંકી દો.

૩. સ્નાન કર્યા પછી છેલ્લે અડધી ડોલમાં ચંદન નાખીને લગાવી લો. ત્યારબાદ સ્નાન કરી લો. તેનાથી તમારું મન શાંત રેહશે. તેની સાથેજ તમારી ત્વચા તાજી રેહશે અને ત્વચાને લગતી સમસ્યાથી છુટકારો મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *